° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ભુવન બામ: એક યુટ્યુબરે એવું પગલું ભર્યું જે ધુરંધરોને પણ શીખ અને સમજણ આપી જાય

23 November, 2021 09:48 AM IST | Mumbai | Manoj Joshi

ભુવનને સાઇન કરવા માટે મોટાં-મોટાં પ્રોડક્શન-હાઉસથી લઈને પ્લૅટફૉર્મ સુધ્ધાં તૈયાર હોય એવા સમયે કોઈ એ વેબ-સિરીઝ ન ખરીદે એવું કેમ માની શકાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

યુટ્યુબ પર મચ્યા રહેતા કે પછી કૉમેડી શોધતા ફરતા કે પછી યંગસ્ટર્સ માટે આ નામ જરા પણ અજાણ્યું નથી. ભુવન બામે ઇન્ડિયામાં યુટ્યુબની વ્યાખ્યા બદલવાનું કામ કર્યું છે. યુટ્યુબ ઇન્ડિયામાં હજી નવું-નવું હતું એવા સમયે આ યંગસ્ટરે યુટ્યુબ પર અનેક એવા વિડિયો મૂકીને યુટ્યુબનો ટ્રાફિક વધારવાનું કામ કર્યું, જેને કારણે ઇન્ડિયામાં યુટ્યુબ પૉપ્યુલર પણ થયું અને ઘરે-ઘરે પહોંચ્યું. ભુવન જ નહીં, બીજા પણ કેટલાક એવા યંગસ્ટર્સ છે જેઓ યુટ્યુબ સેન્સેશન તરીકે દેશ-વિદેશમાં પૉપ્યુલર થયા છે. ભુવનના વિડિયો ફની હોય છે અને હવે તે ટ્રાવેલ બ્લૉગ પણ એવા જ ફન સાથે બનાવે છે. પોતે જ દીકરો બને, પોતે જ મા બને અને પોતે જ બાપ પણ બને. ભુવને ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરેલો આ કન્સેપ્ટ એ પછી તો એવો પૉપ્યુલર થયો કે બીજા અનેક લોકો એ રસ્તે ચાલ્યા અને પૉપ્યુલર થયા, પણ અત્યારે વાત આપણી એ પૉપ્યુલરિટીની કે કન્સેપ્ટની નથી, અત્યારે વાત છે ભુવન બામે એકથી દોઢ મહિના પહેલાં લીધેલા એક સ્ટેપની.
ભુવન બામે એક વેબ-સિરીઝ બનાવી, જેના ૬ એપિસોડ રિલીઝ થઈ ગયા, પણ એ વેબ-સિરીઝની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે કે એ વેબ-સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ પર નહીં, પણ તેણે યુટ્યુબ પર રિલીઝ કરવાની શરૂઆત કરી અને સૌકોઈ માટે ફ્રી રાખી. મોટા ભાગનાએ એવી ધારણા મનોમન બાંધી લીધી હતી કે ભુવનની આ સિરીઝનું ડીલ નહીં થયું હોય એટલે ભુવને સિરીઝ યુટ્યુબ પર મૂકી હશે, પણ એ માનવામાં આવે એવી વાત તો નથી જ નથી. ભુવનને સાઇન કરવા માટે મોટાં-મોટાં પ્રોડક્શન-હાઉસથી લઈને પ્લૅટફૉર્મ સુધ્ધાં તૈયાર હોય એવા સમયે કોઈ એ વેબ-સિરીઝ ન ખરીદે એવું કેમ માની શકાય?
હમણાં અનાયાસ જ ભુવનને ઍરપોર્ટ પર મળવાનું થયું અને આખી વાતની ખબર પડી. ખબર પડી ત્યારે ખરેખર ભુવન નામના આ છોકરડા પર માન પણ થઈ ગયું અને થયું કે એક યુટ્યુબરે દુનિયાભરના ધુરંધરોને સાચી શીખ અને સમજણ આપવાનું કામ શ્રેષ્ઠ રીતે કર્યું છે. 
ભુવને કહ્યું કે તેણે આ સિરીઝ બનાવી એ પહેલેથી જ નક્કી હતું કે તે યુટ્યુબ પર રિલીઝ કરશે. જે યુટ્યુબ ઑડિયન્સે તેને ભુવનમાંથી ‘ધી ગ્રેટ ભુવન બામ’ બનાવ્યો એ યુટ્યુબના ઑડિયન્સને તે કેવી રીતે ભૂલે અને એવા સમયે જે સમયે તેની પાસે હવે ડિજિટલ પ્લૅટફૉર્મની લાઇન લાગી છે. ભુવને બહુ સરસ વાત કરી. જો મેં આ કામ કર્યું હોત તો નૅચરલી પ્લૅટફૉર્મ તરફ મારું ઑડિયન્સ ખેંચાયું હોત, પણ એવું કરવા જતાં મેં મારા માટે ડિવોશન ધરાવતા લોકો ગુમાવી દીધા હોત અને મારે એ નહોતું કરવું.
ભુવનની એ સિરીઝ જુઓ તો તમને ખબર પડે કે એ લાર્જર સ્કેલ પર બનેલી સિરીઝ છે. યુટ્યુબનું પણ એક પેઇડ વર્ઝન છે, એ પણ આ સિરીઝ લેવા તૈયાર હતું, પણ ભુવને તેને પણ ના પાડી દીધી. ક્લિયર વાત કે મારા ઑડિયન્સ માટે છે અને મારું ઑડિયન્સ ફ્રીમાં જોવા માટે ટેવાયેલું છે. જો મને તેમને માટે કન્ટેન્ટ મૂકવું હોય તો જ મને યુટ્યુબ પર રહેવાનો હક છે. વાત જરાય ખોટી નથી. માણસ અહીં જ ભૂલ કરતો હોય છે. આગળ વધતી વખતે તે પાછળના યાત્રીઓને ભૂલીને નિષ્ફળતા પોતાના નસીબમાં લખી બેસતો હોય છે.

23 November, 2021 09:48 AM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

05 December, 2021 07:41 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK