° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


અત્ શ્રી સ્વાસ્થ્ય કથાઃવારુ ત્યારે, ઈશ્વરે તમને આપેલી પેલી સિક્સ-પૅક્સ ક્યાં ગઈ?

27 May, 2022 09:21 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જો તંદુરસ્ત રહેવું હોય તો તમારે તંદુરસ્તીની વ્યાખ્યા પણ સમજવી પડશે અને એનું પાલન પણ કરવું પડશે.

પ્રતીકાત્મક તસવીર મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર

હા, પરમકૃપાળુ પરમાત્માએ બધાને સલમાન ખાન જેવી સિક્સ-પૅક્સ આપી છે. તમામેતમામને અને દરેકેદરેક વ્યક્તિને, પણ ફરક માત્ર એટલો છે કે આપણે આપણી ખાનપાનની આદતને કારણે કાં તો એ પૅક્સ ભરી દીધી અને કાં તો એ પૅક્સ સાવ ઓગાળી નાખી. બાકી ભગવાને કોઈ જાતની વહાલા-દવલાની નીતિ રાખી નહોતી, એણે તો બધાને એકસરખું શરીર આપ્યું અને બધાને એકસરખું સ્વાસ્થ્ય આપ્યું, પણ આપણે આપણા ખાનપાન પર ધ્યાન આપવાને બદલે માત્ર આપણી જીભને પ્રાધાન્ય આપ્યું અને શરીરનો સોથ વાળી દીધો. 
ખોરાક આપણા માટે છે એ એકદમ સરળ અને સીધી કહેવાય એવી વાત આપણે વીસરી ગયા અને આપણે એવું ધારી બેઠા કે ખોરાક માટે આપણે બન્યા છીએ. જીભને ભાવે એવું ખાવું છે અને જીભને ગમે એવું જ શરીરમાં ઓરવું છે. ફાસ્ટ ફૂડ તો સાવ જુદો વિષય છે અને એના પર તો આખું પુરાણ લખી શકાય એમ છે, પણ ફાસ્ટ ફૂડ સિવાય પણ આપણે સ્વાસ્થ્યને બગાડવાના તમામ રસ્તા વાપરીએ છીએ. જમવાનો સમય યોગ્ય નથી તો આહારમાં શેનું પ્રમાણ વધારે હોવું જોઈએ એના વિશે પણ આપણી પાસે જ્ઞાન નથી. આપણે શરીરને આપણી તાકાત માનીએ છીએ, પણ આ તાકાતને અકબંધ રાખવા માટે જેકોઈ રસ્તા અપનાવવાના હોય એ અપનાવવા રાજી નથી. ફાફડા આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને તળેલા નાસ્તા આપણા શ્વાસમાં વણાઈ ગયા છે. ગળ્યું ખાવું છે, પણ એ યાદ નથી રાખવું કે શરીર પણ એક સમયે નબળું પડવાનું છે એટલે નબળા પડતા શરીરમાં આપણે હવે શું ઓરવાનું છોડવું જોઈએ અને શું ઓરવાનું પ્રમાણ વધારવું જોઈએ?
તમે ક્યારેય કોઈ હાથીને આંખે ચશ્માં પહેરેલો જોયો છે? તમને ક્યારેય કોઈ કીડીને ડાયાબિટીઝ થયો હોય એવું સાંભળ્યું છે ખરું? ચકલીને બ્લડપ્રેશર વધતું નથી અને કૂતરાને લકવો થતો નથી. શું કામ? માત્ર એક જ કારણે કે એ પ્રકૃતિ વિરુદ્ધ જઈને વર્તતાં નથી. ખાવાનું રાખો, પણ બને એટલી ઓછી પ્રોસેસ સાથે ફૂડ ખાવા મળે એવું કરો. આપણે પ્રોસેસ ફૂડના બાદશાહ બનતા ગયા છીએ, પણ કાચું એટલું સોનું એવું આયુર્વેદ કહે છે. બને ત્યાં સુધી કાચું ખાવાનું રાખો અને શક્ય હોય ત્યાં સુધી મેંદાની વરાઇટી ખાવાનું બંધ કરો. મેંદો આપણું ફૂડ છે જ નહીં. મેંદો આપણા આહારમાં ક્યાંય હતો જ નહીં. એ તો અંગ્રેજો લાવ્યા અને જતી વખતે આપણે ત્યાં મૂકતા ગયા. અંગ્રેજો કુકીઝ ખાતા એટલે આપણે પણ એની દેખાદેખીમાં પડ્યા. પૂડલા ખાવાને બદલે આપણે પણ ગળી કુકીઝ ખાતા થઈ ગયા. બાજરાના રોટલા ખાવાને બદલે આપણે પણ ઘઉં ખાતા થઈ ગયા. આ આપણો આહાર નથી અને એટલે આપણે એને આપણી થાળીમાંથી બહાર કાઢવાનો છે. સૂપ આપણા નહોતા, દાળ આપણી હતી. બેકરીની આઇટમ આપણી હતી જ નહીં, દૂધની મીઠાઈ આપણી હતી. બટર આપણે જોયું જ નહોતું, આપણે તો માખણના પિંડા ખાવામાં માનતા. આ આખી અવસ્થા આવી એ દેખાદેખીનું પરિણામ છે અને આ દેખાદેખીએ આપણા શરીરનો સોથ વાળી નાખ્યો છે. જો તંદુરસ્ત રહેવું હોય તો તમારે તંદુરસ્તીની વ્યાખ્યા પણ સમજવી પડશે અને એનું પાલન પણ કરવું પડશે.

27 May, 2022 09:21 AM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

હક ત્યારે માગી શકાય જ્યારે અધિકારભાવ આપ્યો પણ હોય

આજે આ વાત મોટા ભાગની દીકરી ભૂલી જાય છે અને અહીંથી જ મતભેદની શરૂઆત થાય છે. જીવનમાં મતભેદ ટાળવા અત્યંત જરૂરી છે, પણ એ ટાળવાની કળા હસ્તગત કરવી એ એનાથીય વધારે આવશ્યક છે

05 July, 2022 03:27 IST | Mumbai | Sarita Joshi

કૅપ્ટન રહ્યા પછી વાઇસ કૅપ્ટન બનો ત્યારે સ્પોર્ટ્‍સમૅન-સ્પિરિટની પરીક્ષા થાય

અગાઉ તમે સાહેબ રહ્યા હો એ જ ઑફિસમાં તમારે નીચેના પદ પર રહેવાનું આવે તો માણસ ક્યારેય એ સ્વીકારતો નથી

05 July, 2022 11:36 IST | Mumbai | Manoj Joshi

વિધાનસભા હાથમાં કર્યા પછી રાહતનો નહીં, ટેન્શનનો શ્વાસ લેવાનો આવ્યો છે

બીજેપી સેનાનું આ જે શાસન હાથમાં આવ્યું છે એમાં ક્યાંય મહારાષ્ટ્ર બીજેપી જશ લઈ શકે એમ નથી એ સૌકોઈ જાણે છે

04 July, 2022 12:54 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK