Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૨૦ પર્સન્ટ વર્કઆઉટ અને ૮૦ પર્સન્ટ ડાયટ

૨૦ પર્સન્ટ વર્કઆઉટ અને ૮૦ પર્સન્ટ ડાયટ

24 January, 2022 12:42 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘સીઆઇડી’થી માંડીને ‘હર યુગ મેં એક આએગા - અર્જુન’ ને ‘સાવધાન ઇન્ડિયા’ જેવી સિરિયલો તો ‘સેકન્ડ મૅરેજ ડૉટ કૉમ’ અને ‘ધી પ્રીસેજ’ જેવી ફિલ્મો કરી ચૂકેલો વિશાલ માને છે કે ડાયટને સુધારી લેવામાં આવશે તો આપોઆપ બૉડી ઓરિજિનલ રૂપમાં આવવાનું શરૂ થઈ જશે

શુગર બૉડી માટે ખરાબ છે, પણ એના ઑપ્શન તરીકે તમે જેગરી કે ખજૂરનો ઉપયોગ કરી શકો છો અને બૉડી માટે એ જરૂરી પણ છે.

શુગર બૉડી માટે ખરાબ છે, પણ એના ઑપ્શન તરીકે તમે જેગરી કે ખજૂરનો ઉપયોગ કરી શકો છો અને બૉડી માટે એ જરૂરી પણ છે.


આ ફૉર્મ્યુલા છે ટીવીસ્ટાર વિશાલ નાયકની. ‘સીઆઇડી’થી માંડીને ‘હર યુગ મેં એક આએગા - અર્જુન’ ને ‘સાવધાન ઇન્ડિયા’ જેવી સિરિયલો તો ‘સેકન્ડ મૅરેજ ડૉટ કૉમ’ અને ‘ધી પ્રીસેજ’ જેવી ફિલ્મો કરી ચૂકેલો વિશાલ માને છે કે ડાયટને સુધારી લેવામાં આવશે તો આપોઆપ બૉડી ઓરિજિનલ રૂપમાં આવવાનું શરૂ થઈ જશે

હું છેલ્લાં દસ વર્ષથી વર્કઆઉટ કરું છું. શરૂઆત મેં આઉટડોર સ્પોર્ટ્સથી કરી અને પછી જિમ શરૂ કર્યું. પછી રનિંગ શરૂ કર્યું અને હમણાં મેં યોગ પણ શરૂ કર્યા. હું નૅશનલ લેવલ સ્વિમર છું, વૉટર પોલો રેગ્યુલરલી રમું છું અને મારા આટલાં વર્ષના એક્સ્પીરિયન્સ પરથી તમને કહીશ કે હેલ્થ ૮૦ પર્સન્ટ કિચનમાં બને અને ફક્ત ૨૦ પર્સન્ટ જિમમાં કે પછી બીજા કોઈ વર્કઆઉટથી ડેવલપ થાય છે.
આ ફૅક્ટ બહુ ઓછા લોકો જાણે છે અને ધારો કે જાણે છે તો બહુ ઓછા લોકો એને ફૉલો કરે છે. એને લીધે એવું બને છે કે વર્કઆઉટ બદનામ થાય છે. ક્યારેય ભૂલવું નહીં કે આપણે જે વર્કઆઉટ કરીએ છીએ એની સાથે આપણે શું ખાઈએ છીએ એ આપણા વર્કઆઉટ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
જો ફૂડ પર તમારો કન્ટ્રોલ હોય, તમે હેલ્ધી ફૂડ જ લેતા હો તો બૉડી માટે કામ કરવું ઈઝી બની જશે; કારણ કે તમારા બૉડી પાસે એક્સ્ટ્રા ફૅટ છે જ નહીં એટલે વર્કઆઉટમાં બૉડી પાસેથી જે આઉટપુટ લેવાનું છે એ આઉટપુટ ઈઝીલી આવશે. માત્ર પ્રૉપર ફૂડ જ નહીં, પ્રૉપર ફૂડની સાથે રેગ્યુલર ફૂડ-ઇન્ટેક અને સમયસરનું ફૂડ-ઇન્ટેક બહુ જરૂરી છે. તમે માત્ર સૅલડ લો એટલાથી વાત નહીં બને. તમે સૅલડ પણ કયા સમયે લો છો એ મહત્ત્વનું છે. એટલું જ નહીં, તમે કયા સમયે ખાવાનું અવૉઇડ કરો છો એ પણ મહત્ત્વનું છે.
ફોર ડેઝ વીક | તમે જાગતા હો ત્યાં સુધીના દરેક સમયનો આનંદ લેતા હો એનું નામ ફિટનેસ. જાગતાની સાથે ચહેરા પર સ્માઇલ આવે અને રાતે સૂતી વખતે કોઈ જાતનો થાક ન હોય એ જ સાચી ફિટનેસ. હું વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરું છું. બાકીના ત્રણ દિવસમાં હું વર્કઆઉટ નહીં પણ સ્પોર્ટ્સ ઍક્ટિવિટી પર ધ્યાન આપું છું. 
તમને કહ્યું એમ હું નૅશનલ લેવલનો સ્વિમર છું. સ્વિમિંગ ફન ઍક્ટિવિટી કે સ્પોર્ટ્સ જ નથી, એ ફુલ બૉડી વર્કઆઉટ પણ છે. સ્વિમિંગથી કાર્ડિયો થાય છે તો હૅન્ડથી માંડીને ચેસ્ટ, લન્ગ્સ, બૅક એમ બૉડીના મૅક્સિમમ મસલ્સનું વર્કઆઉટ થાય છે. સ્વિમિંગ બ્લડ-સર્ક્યુલેશન અને બ્રીધિંગ સ્ટ્રેન્થ પ્રૉપર કરે છે. મેં યોગ હમણાં શરૂ કર્યા છે. યોગ અને સૂર્યનમસ્કારથી બહુ ફાયદો થાય છે. સૂર્યનમસ્કાર બૉડીના તમામ પાર્ટ્સને એક્સરસાઇઝ આપે છે, સ્ટ્રેચિંગ આપે છે. એ ફુલ બૉડી વર્કઆઉટ છે. 
પાણી પીઓ પારાવાર | એક સિમ્પલ વાત કહું તમને. આપણા બૉડીમાં સિત્તેર ટકા પાણી છે એટલે આપણા ફૂડમાં સિત્તેર ટકા પાણી હોવું જોઈએ. લિક્વિડ વૉટરની વાત નથી કરતો. તમે જો કાકડી ખાઓ તો એમાં પણ પાણી આવે જ છે અને ફ્રૂટ્સ લો તો એમાં પણ પાણી આવે જ છે. કહેવાનો મતલબ એટલો કે વૉટર-બેઝ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ ખાવાનું વધારે રાખો તો સાથોસાથ પાણી પણ પુષ્કળ પીઓ. હું કોકોનટ વૉટર અને લીંબુપાણી પણ પીતો હોઉં છું. પાણી ઉપરાંત મારી સાથે મખના, પનીર, સ્પ્રાઉટ્સ, ડ્રાયફ્રૂટ્સ કે ચણા હોય જે હું ભૂખ લાગે ત્યારે ખાતો હોઉં છું. પ્રોટીનબાર પણ મારા માટે ઘરમાં જ બને અને જરૂર પડે ત્યારે એનર્જી માટે હું એ પણ ખાઉં.
લંચમાં મલ્ટિગ્રેન રોટી હોય તો શાક, દાળ અને દહીં હોય. સ્વીટ મારી વીકનેસ છે. એકસાથે દસ-બાર ગુલાબજાંબુ કે પાંચથી છ રસગુલ્લા હું આરામથી ખાઈ લઉં અને એ પછી પણ બીજો રાઉન્ડ શરૂ થાય તો મારી ખાવાની તૈયારી હોય. પણ મેં મહામુશ્કેલીએ એના પર કન્ટ્રોલ કર્યો છે. જોકે સ્વીટ્સની આદત હજી ગઈ નથી એટલે હું હવે ગોળથી બનાવેલા તલ કે ચણાના લાડુ કે પછી ઘી-ગોળથી બનેલા લાડુ ખાતો હોઉં છું, જે હેલ્થ માટે સારા પણ છે.



ગોલ્ડન વર્ડ્‍ઝ

શુગર બૉડી માટે ખરાબ છે, પણ એના ઑપ્શન તરીકે તમે જેગરી કે ખજૂરનો ઉપયોગ કરી શકો છો અને બૉડી માટે એ જરૂરી પણ છે.

નો દેખાદેખી
કોઈ પણ વર્કઆઉટ રેન્ડમલી સ્ટાર્ટ ન કરવું. એક કિટો ડાયટ ચાલુ કરે એટલે આજુબાજુના બીજા પણ શરૂ કરી દે કે પછી એક નેચરોપેથીના રસ્તે ચાલે એટલે બીજા પણ એનું અનુકરણ કરવા માંડે. એ જોખમી છે. કારણ કે એ એક્સપર્ટની ઍડ્વાઇઝ લઈને આગળ વધે છે એટલે એના બૉડીને શું આપવાનું છે એની તેને ખબર છે; પણ નકલમાં ક્યારેય અક્કલ હોતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 12:42 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK