° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


શબ્દપ્રયોગમાં સમાનતા જરૂરી

30 July, 2021 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસમૅન શબ્દ હોય તો પોલીસવુમન શબ્દ પણ હોવો જોઈએને? આપણે હંમેશા કેમ ચૅરમૅન જ લખીએ છીએ, ચૅરવુમન ન લખી શકાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો જોયો હતો. એમાં એક યંગ ગર્લ તેની મમ્મીને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. ફાયરમૅન હોય છે તો ફાયરવુમન કેમ નહીં? પોલીસમૅન શબ્દ હોય તો પોલીસવુમન શબ્દ પણ હોવો જોઈએને? આપણે હંમેશા કેમ ચૅરમૅન જ લખીએ છીએ, ચૅરવુમન ન લખી શકાય? એ વિડિયો જોઈને મને થયું મહિલા સશક્તીકરણના જમાનામાં આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે‍. કોઈની લાગણી દુભાવવાનો મારો ઇરાદો નથી અને હું જાતિના પક્ષપાતને ટેકો નથી આપતો, પરંતુ જે અસમાનતાનો મહિલાઓ સામનો કરી રહી છે એ વાત દિલમાં ખટકે છે. દુનિયાભરની મહિલાઓ શિક્ષણ, કારકિર્દી, જમીન અને સંપત્તિના અધિકાર, ઘરેલુ હિંસા અને બીજી ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે ત્યારે તેમના માટે વપરાતા શબ્દોમાં પણ ભેદભાવ રાખવાનો?

મહિલાઓના સંબોધનમાં પુરુષવાચક શબ્દ વાપરવો યોગ્ય ન લાગતાં ઇન્ટરનેટ પર ખણખોદ કરી જોઈ. ચૅરમૅન શબ્દને બદલે આપણે ચૅરપર્સન શબ્દનો પ્રયોગ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ પર એવી ઍપ છે જેમાં વપરાશકર્તાઓને વૈકલ્પિક સૂચન આપવામાં આવે છે. નવાં ફીચર્સને હવે ડે-ટુડે લાઇફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો સમય પાકી ગયો છે. મૅન વર્ડની જગ્યાએ વુમન ભલે ન લખો, પણ પર્સન વર્ડ તો વાપરી શકોને? મને લાગે છે કે આજની જનરેશન પોતાની ભાષામાં સુધારો કરે એમાં કશું ખોટું નથી. ઇન ફૅક્ટ, જાતિ અસમાનતાને સંપૂર્ણપણે દૂર કરવા માટે આવા સુધારાઓની અત્યંત જરૂર છે. આ દિશામાં સામાજિક અને સરકારી ધોરણે પ્રયાસ થવા જોઈએ. સરકારે ગર્લ ચાઇલ્ડને આગળ લાવવા માટે ઘણીબધી પૉલિસી બનાવી છે, પરંતુ મોટા ભાગની પૉલિસીમાં ખાસ ભલીવાર છે. સૌથી પૉપ્યુલર સ્લોગનનો દાખલો લઈએ. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો નારો આપી દેવાથી અસમાનતા દૂર થઈ ગઈ? ગર્લ ચાઇલ્ડને સ્કૂલ-લેવલનું એજ્યુકેશન ફ્રી આપવું સારી પહેલ છે, પણ જીવનમાં તેઓ આગળ વધી કે નહીં એ જોવાની દરકાર કોઈ નથી કરતું ત્યારે નિરાશા થાય છે. પ્રાથમિક શિક્ષણ મફતમાં આપી દેવાથી સરકારની જવાબદારી પૂરી થઈ ગઈ એવું ન હોય. ગર્લ્સ માટેની સરકારી પૉલિસી એવી હોવી જોઈએ જે પ્રૅક્ટિકલ લાઇફમાં કામ લાગે. અરે, ગર્લને બાઇક ચલાવતી જોઈને પણ પુરુષોના નાકનું ટેરવું ચડી જાય છે. જોખમી સાહસો કરવાં એ જાણે પુરુષોની ઇજારાશાહી હોય એવું ચિત્ર રજૂ કરવામાં આવે છે. ઘણી વાર તો મહિલાઓ જ બીજી મહિલાને ડીમોટિવેટ કરતી જોવા મળે છે. નાના પાયે અને વ્યક્તિગત રીતે મહિલાઓને સમાન અધિકાર આપવા આપણે શબ્દપ્રયોગમાં ફેરફાર કરીશું તોય આવનારા સમયમાં ઘણો બદલાવ જોવા મળી શકે છે.

 

શબ્દાંકન : વર્ષા​ ચિતલિયા

બિન્દાસ બોલ

રાજ ગોરડિયા

૧૭ વર્ષ, કાંદિવલી

30 July, 2021 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

21 September, 2021 08:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff

વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

20 September, 2021 09:19 IST | karnataka | Aashutosh Desai

બેધારી તલવાર બની શકે છે 5G

રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

19 September, 2021 05:05 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK