HBD Isha Ambani: રિલાયન્સ પહેલા અન્ય કંપનીમાં જોબ કરી હતી

Published: 23rd October, 2020 15:18 IST | Keval Trivedi
  • બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દિકરી ઈશા અંબાણીનો જન્મ 23 ઑક્ટોબર, 1991ના રોજ થયો હતો. તાજેતરમાં જ ઈશા અંબાણીનો ફૉર્ચ્યુનના ટેકનૉલૉજી કૅટેગરીમાં ’40-અંડર-40’ લિસ્ટમાં સમાવેશ થયો હતો. આમાં તેના ભાઈ આકાશ અંબાણીનો પણ સમાવેશ હતો.

    બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દિકરી ઈશા અંબાણીનો જન્મ 23 ઑક્ટોબર, 1991ના રોજ થયો હતો. તાજેતરમાં જ ઈશા અંબાણીનો ફૉર્ચ્યુનના ટેકનૉલૉજી કૅટેગરીમાં ’40-અંડર-40’ લિસ્ટમાં સમાવેશ થયો હતો. આમાં તેના ભાઈ આકાશ અંબાણીનો પણ સમાવેશ હતો.

    1/25
  • બિઝનેસવુમન, દાનેશ્વરી, ડાયરેક્ટર અને અમૂક ઓર્ગેનાઈઝેશન્સની સહ-માલિકી ધરાવતી ઈશા અંબાણીની કારકિર્દી અત્યારસુધી સર્વશ્રેષ્ઠ રહી છે.

    બિઝનેસવુમન, દાનેશ્વરી, ડાયરેક્ટર અને અમૂક ઓર્ગેનાઈઝેશન્સની સહ-માલિકી ધરાવતી ઈશા અંબાણીની કારકિર્દી અત્યારસુધી સર્વશ્રેષ્ઠ રહી છે.

    2/25
  • ઈશા અંબાણીના બે ભાઈ છે, આકાશ અંબાણી અને નાનો ભાઈ અનંત અંબાણી. આ ત્રણેય વચ્ચે સારો સંપ છે. 

    ઈશા અંબાણીના બે ભાઈ છે, આકાશ અંબાણી અને નાનો ભાઈ અનંત અંબાણી. આ ત્રણેય વચ્ચે સારો સંપ છે. 

    3/25
  • યાલે યુનિવર્સિટીથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટીઝમાં ગ્રેજ્યુએટ થયા બાદ ઑક્ટોબર 2014માં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલમાં અને જિઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાઈ હતી. અમૂક જ લોકોને ખબર હશે કે રિલાયન્સમાં જોડાતા પહેલા ઈશા અંબાણીએ મેનેજમેન્ટ કન્સલટિંગ કંપની મેકેન્ઝી એન્ડ કં.માં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે.

    યાલે યુનિવર્સિટીથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટીઝમાં ગ્રેજ્યુએટ થયા બાદ ઑક્ટોબર 2014માં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલમાં અને જિઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાઈ હતી. અમૂક જ લોકોને ખબર હશે કે રિલાયન્સમાં જોડાતા પહેલા ઈશા અંબાણીએ મેનેજમેન્ટ કન્સલટિંગ કંપની મેકેન્ઝી એન્ડ કં.માં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે.

    4/25
  • વર્ષ 2015માં ઈશા અંબાણીનું નામ એશિયાની 12 પાવરફૂલ અપકમિંગ બિઝનેસવુમનમાં આવ્યું હતું. આ જ વર્ષે ઈશા અંબાણીના નેજા હેઠળના કર્મચારીઓએ તેના ભાઈ આકાશ અંબાણી સાથે મળીને જિઓ ફોરજી સર્વિસીસ લૉન્ચ કરી હતી. આ સમયે બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન પણ હાજર હતા.

    વર્ષ 2015માં ઈશા અંબાણીનું નામ એશિયાની 12 પાવરફૂલ અપકમિંગ બિઝનેસવુમનમાં આવ્યું હતું. આ જ વર્ષે ઈશા અંબાણીના નેજા હેઠળના કર્મચારીઓએ તેના ભાઈ આકાશ અંબાણી સાથે મળીને જિઓ ફોરજી સર્વિસીસ લૉન્ચ કરી હતી. આ સમયે બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન પણ હાજર હતા.

    5/25
  • ફેમિના મેગેઝીનના વર્ષ 2015ના અંકના કવરપેજમાં ઈશા અંબાણીનો ફોટો હતો. એક વર્ષ બાદ ઈશાએ ઓનલાઈન ફેશન રિટેલર AJIOને લેકમે ફેશન વીકના 2016ના એડિશનમાં લૉન્ચ કર્યું હતું. આ જ વર્ષે AJIOનું વેચાણ ભારતમાં 15 અબજ ડૉલરને પાર ગયુ હતું.

    ફેમિના મેગેઝીનના વર્ષ 2015ના અંકના કવરપેજમાં ઈશા અંબાણીનો ફોટો હતો. એક વર્ષ બાદ ઈશાએ ઓનલાઈન ફેશન રિટેલર AJIOને લેકમે ફેશન વીકના 2016ના એડિશનમાં લૉન્ચ કર્યું હતું. આ જ વર્ષે AJIOનું વેચાણ ભારતમાં 15 અબજ ડૉલરને પાર ગયુ હતું.

    6/25
  • ફેમિલી બિઝનેસમાં જોડાયા બાદ ઈશાએ 2016માં લૉન્ચ થયેલા જિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, જિઓમાં ભારતમાં ડિજિટલ કાયાપલટ કરવાની ક્ષમતા છે. જ્યારે અન્ય કંપનીઓને ત્રીજી ઑફર કરવામાં મુશ્કેલી નડતી હતી ત્યારે અમે જિઓના માધ્યમે અમે આખા ભારતમાં ફોરજી સર્વિસ રજૂ કરી હતી. લોકો જિઓની ડેટા સર્વિસીસને ફક્ત ઝડપી જ નહીં પરંતુ સસ્તી અને વાજબી પણ ગણે છે. લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટનો એક્સેસ મળતા જિઓથી ભારત ડિજિટલ યુગમાં પ્રવેશ્યું છે.

    ફેમિલી બિઝનેસમાં જોડાયા બાદ ઈશાએ 2016માં લૉન્ચ થયેલા જિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, જિઓમાં ભારતમાં ડિજિટલ કાયાપલટ કરવાની ક્ષમતા છે. જ્યારે અન્ય કંપનીઓને ત્રીજી ઑફર કરવામાં મુશ્કેલી નડતી હતી ત્યારે અમે જિઓના માધ્યમે અમે આખા ભારતમાં ફોરજી સર્વિસ રજૂ કરી હતી. લોકો જિઓની ડેટા સર્વિસીસને ફક્ત ઝડપી જ નહીં પરંતુ સસ્તી અને વાજબી પણ ગણે છે. લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટનો એક્સેસ મળતા જિઓથી ભારત ડિજિટલ યુગમાં પ્રવેશ્યું છે.

    7/25
  • ઈશા અંબાણી તેની મમ્મી નિતા અંબાણી અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે.

    ઈશા અંબાણી તેની મમ્મી નિતા અંબાણી અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે.

    8/25
  • ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની સબસિડિયરી AJIOના બ્રાન્ડિંગ અને મેનેજમેન્ટનું પણ સંચાલન કરે છે. યુવા અબજોપતિમાં ઈશાનો સમાવેશ થાય છે.

    ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની સબસિડિયરી AJIOના બ્રાન્ડિંગ અને મેનેજમેન્ટનું પણ સંચાલન કરે છે. યુવા અબજોપતિમાં ઈશાનો સમાવેશ થાય છે.

    9/25
  • વર્ષ 2008માં ફોર્બ્સના યંગેસ્ટ બિલિયનેર હિરેસિસીસની યાદીમાં ઈશા અંબાણીનો બીજો ક્રમ આવ્યો હતો. વર્ષ 2018માં સ્ટેન્ડફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી તેણે એમબીએની ડિગ્રી મેળવી હતી. ફક્ત 2460 વિદ્ધાર્થીઓ  ગ્રેજ્યુએટ થયા હતા, જેમાં ઈશાનો પણ સમાવેશ હતો. 

    વર્ષ 2008માં ફોર્બ્સના યંગેસ્ટ બિલિયનેર હિરેસિસીસની યાદીમાં ઈશા અંબાણીનો બીજો ક્રમ આવ્યો હતો. વર્ષ 2018માં સ્ટેન્ડફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી તેણે એમબીએની ડિગ્રી મેળવી હતી. ફક્ત 2460 વિદ્ધાર્થીઓ  ગ્રેજ્યુએટ થયા હતા, જેમાં ઈશાનો પણ સમાવેશ હતો. 

    10/25
  • ઈશા અંબાણીએ Vogue માટે પણ ફોટોશૂટ કર્યો છે અને આ મેગેઝીનના કવર પેજમાં પણ આવી છે. 

    ઈશા અંબાણીએ Vogue માટે પણ ફોટોશૂટ કર્યો છે અને આ મેગેઝીનના કવર પેજમાં પણ આવી છે. 

    11/25
  • ઈશા અંબાણી અને તેના પપ્પા મુકેશ અંબાણી, મમ્મી નિતા અંબાણી અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રા.

    ઈશા અંબાણી અને તેના પપ્પા મુકેશ અંબાણી, મમ્મી નિતા અંબાણી અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રા.

    12/25
  • Vogueને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું કે, મારા જીવનમાં હું જોઈ રહુ છું કે મારુ કુટુંબ રિલાયન્સની વૃદ્ધિ કરવા માટે અને દરેક ભારતીયનું જીવનધોરણ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. હું પણ કંપની અને દેશ પ્રત્યેની જવાબદારીને સમજી શકું છું. મારુ માનવું છે કે રિલાયન્સની વૃદ્ધિ કરવી એ જ મારું ધર્મ છે.

    Vogueને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું કે, મારા જીવનમાં હું જોઈ રહુ છું કે મારુ કુટુંબ રિલાયન્સની વૃદ્ધિ કરવા માટે અને દરેક ભારતીયનું જીવનધોરણ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. હું પણ કંપની અને દેશ પ્રત્યેની જવાબદારીને સમજી શકું છું. મારુ માનવું છે કે રિલાયન્સની વૃદ્ધિ કરવી એ જ મારું ધર્મ છે.

    13/25
  • એક પાર્ટીમાં ઈશા અંબાણી તેની મમ્મી નિતા અંબાણી, ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, ડાયરેક્ટર કરણ જોહર, કરિશ્મા કપૂર અને કરિના કપૂર ખાન સાથે.

    એક પાર્ટીમાં ઈશા અંબાણી તેની મમ્મી નિતા અંબાણી, ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, ડાયરેક્ટર કરણ જોહર, કરિશ્મા કપૂર અને કરિના કપૂર ખાન સાથે.

    14/25
  • 12 ડિસેમ્બર, 2018ના રોજ ઈશા અંબાણીએ આનંદ પરિમલ સાથે લગ્ન કર્યા, તેમના લગ્નમાં રાજકીય, સ્પોર્ટ્સથી લઈને બૉલીવુડના દિગ્ગજ વ્યક્તિઓએ હાજરી આપી હતી. ઈશા અને આનંદ નાનપણથી જ મિત્રો હતા. 

    12 ડિસેમ્બર, 2018ના રોજ ઈશા અંબાણીએ આનંદ પરિમલ સાથે લગ્ન કર્યા, તેમના લગ્નમાં રાજકીય, સ્પોર્ટ્સથી લઈને બૉલીવુડના દિગ્ગજ વ્યક્તિઓએ હાજરી આપી હતી. ઈશા અને આનંદ નાનપણથી જ મિત્રો હતા. 

    15/25
  • આનંદ પિરામલે લગ્ન માટેનો પ્રશ્ન ઈશા અંબાણીને મહાબળેશ્વરના એક મંદિરમાં પૂછ્યો હતો. ત્યારબાદ આ કપલે તેમના પરિવાર સાથે લન્ચ કર્યું હતું.

    આનંદ પિરામલે લગ્ન માટેનો પ્રશ્ન ઈશા અંબાણીને મહાબળેશ્વરના એક મંદિરમાં પૂછ્યો હતો. ત્યારબાદ આ કપલે તેમના પરિવાર સાથે લન્ચ કર્યું હતું.

    16/25
  • લગ્ન બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું કે, તે અને તેનો ટ્વીન ભાઈ આકાશ અંબાણીનો જન્મ IVFથી થયો હતો. તેણે ઉમેર્યું કે, મારી મમ્મી સ્ટ્રીક છે અને સ્કૂલમાંથી ક્યારે પણ બંક કરવા દેતી નહોતા. તેમ જ એ વાતની પણ ખાતરી કરતા કે અમે સમયસર જમીએ છીએ કે નહીં, તેમ જ ભણવાની સાથે અમે રમીએ એ પણ ધ્યાન રાખતા હતા.

    લગ્ન બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું કે, તે અને તેનો ટ્વીન ભાઈ આકાશ અંબાણીનો જન્મ IVFથી થયો હતો. તેણે ઉમેર્યું કે, મારી મમ્મી સ્ટ્રીક છે અને સ્કૂલમાંથી ક્યારે પણ બંક કરવા દેતી નહોતા. તેમ જ એ વાતની પણ ખાતરી કરતા કે અમે સમયસર જમીએ છીએ કે નહીં, તેમ જ ભણવાની સાથે અમે રમીએ એ પણ ધ્યાન રાખતા હતા.

    17/25
  • વર્ષ 2019માં નિતા અંબાણી અને ઈશા અંબાણીનો આ સુંદર ફોટો લોકોને ખૂબ જ ગમ્યો હતો.

    વર્ષ 2019માં નિતા અંબાણી અને ઈશા અંબાણીનો આ સુંદર ફોટો લોકોને ખૂબ જ ગમ્યો હતો.

    18/25
  • જાન્યુઆરી 2020માં ઈશા અંબાણીએ ગ્રેજ્યુએશન સેરેમની વખતનો એક જૂનો ફોટો ઈન્ટરનેટમાં શૅર કર્યો હતો, જે ખૂબ જ વાયરલ થયો હતો. તે ફોટામાં તેના પેરેન્ટ્સ મુકેશ અંબાણી અને નિતા અંબાણી, ભાઈઓ-આકાશ અને અનંત, તેમ જ આનંદ પિરામલ જોવા મળ્યા હતા.

    જાન્યુઆરી 2020માં ઈશા અંબાણીએ ગ્રેજ્યુએશન સેરેમની વખતનો એક જૂનો ફોટો ઈન્ટરનેટમાં શૅર કર્યો હતો, જે ખૂબ જ વાયરલ થયો હતો. તે ફોટામાં તેના પેરેન્ટ્સ મુકેશ અંબાણી અને નિતા અંબાણી, ભાઈઓ-આકાશ અને અનંત, તેમ જ આનંદ પિરામલ જોવા મળ્યા હતા.

    19/25
  • ઈશા અંબાણી તેનો ભાઈ આકાશ અંબાણી.

    ઈશા અંબાણી તેનો ભાઈ આકાશ અંબાણી.

    20/25
  • તાજેતરમાં જ ઈશા અંબાણીનો સમાવેશ ફૉર્ચ્યુનના ટેકનૉલૉજી કૅટેગરીમાં ’40-અંડર-40’ લિસ્ટમાં થયો હતો. અમેરિકાની આ મેગેઝીનનું કહેવું હતું કે, ઈશા અંબાણી અને આકાશ અંબાણી જિઓ બોર્ડમાં જોડાયા બાદ બિઝનેસનું મૂલ્યાંકન વધીને 65 અબજ ડૉલર થયું છે.

    તાજેતરમાં જ ઈશા અંબાણીનો સમાવેશ ફૉર્ચ્યુનના ટેકનૉલૉજી કૅટેગરીમાં ’40-અંડર-40’ લિસ્ટમાં થયો હતો. અમેરિકાની આ મેગેઝીનનું કહેવું હતું કે, ઈશા અંબાણી અને આકાશ અંબાણી જિઓ બોર્ડમાં જોડાયા બાદ બિઝનેસનું મૂલ્યાંકન વધીને 65 અબજ ડૉલર થયું છે.

    21/25
  • ફોર્ચ્યુન મેગેઝીનના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું કે, જિઓ બોર્ડના સભ્યો તરીકે ઈશા અને આકાશ અંબાણીએ ફેસબુક સાથે મેગાડીલ (5.7 અબજ ડૉલર) તેમ જ ગુગલ, ક્વોલકોમ અને ઈન્ટેલનું રોકાણ પોતાની કંપનીમાં આકર્ષિત કર્યું છે. 

    ફોર્ચ્યુન મેગેઝીનના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું કે, જિઓ બોર્ડના સભ્યો તરીકે ઈશા અને આકાશ અંબાણીએ ફેસબુક સાથે મેગાડીલ (5.7 અબજ ડૉલર) તેમ જ ગુગલ, ક્વોલકોમ અને ઈન્ટેલનું રોકાણ પોતાની કંપનીમાં આકર્ષિત કર્યું છે. 

    22/25
  • ઈશા અંબાણી તેની ફેમિલી સાથે.

    ઈશા અંબાણી તેની ફેમિલી સાથે.

    23/25
  • ઈશા અંબાણીનો આ તેના લગ્ન સમયનો ફોટો છે.

    ઈશા અંબાણીનો આ તેના લગ્ન સમયનો ફોટો છે.

    24/25
  • હૅપ્પી બર્થ ડે ઈશા અંબાણી!

    હૅપ્પી બર્થ ડે ઈશા અંબાણી!

    25/25
  • loading...

ફોટોઝ વિશે

આજે દેશના અબજોપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીનો જન્મદિન છે. ઈશાના આ ખાસ દિવસે તેના જીવનને તસવીરોના માધ્યમથી જોઈએ. (ફોટોઝઃ ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK