Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર

માત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર

19 July, 2019 06:05 PM IST | મુંબઈ

માત્ર 3333 રૂપિયાના સરળ EMI પર મળશે Renaultની શાનદાર કાર

સરળ EMI પર મળી રહી છે આ કાર..

સરળ EMI પર મળી રહી છે આ કાર..


જાણીતી ઑટોમોબાઈલ કંપની રેનૉલ્ટ પોતાની સૌથી સસ્તી કાર રેનૉલ્ટ ક્વિડ પર ખાસ ઑફર રજૂ કરી છે. જો તમે હાલમાં જ નવી કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો કે રેનૉલ્ટની આ ઑફર તમારા માટે ફાયદા સમાન સાબિત થઈ શકે છે. આ ઑફર અંતર્ગત તમે રેનૉલ્ટ ક્વિડને 3, 333 રૂપિયાના સરળ ઈએમઆઈમાં ખરીદી શકો છો અને સાથે જ તમને 20 હજાર રૂપિયાના વધારા બેનિફિટ પણ મળશે.

આ ઑફરમાં 4 વર્ષની વૉરંટી સામેલ છે.(2 વર્ષની મેન્યુફેક્ચર વૉરંટી કે 50, 000 કિમી + 2 વર્ષ અથવા 50, 000 કિમીની એક્સટેંડેડ વૉરંટી મળશે). આ કારને માત્ર 3, 333 પ્રતિ મહિના ઈએમઆઈ પર ખરીદી શકાય છે. ઑફર અંતર્ગત 3, 333 રૂપિયાના ઈએમઆઈ 84 મહિનાઓના કાર્યકાળ માટે 1, 99, 400 રૂપિયાની લોન અમાઉન્ટ હશે. વ્યાજના દર લોનના અમાઉન્ટ અને કાર્યકાળના આધાર પર અલગ-અલગ હશે. આ માટે રેનૉલ્ટ ફાઈનાન્સમાંથી લોન લઈ શકાય છે.

20 હજાર રૂપિયા સુધીના બેનિફિટમાં 10 હજારના કેશ બેનિફિટ અને 10 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. જે STD 0.8L, RXE 0.8L અને RXL 0.8Lને છોડીને તમામ વેરિએંટ માટે છે. STD 0.8L, RXE 0.8L અને RXL 0.8L માટે 10 હજાર રૂપિયાનું કેશબેક બેનિફિટ સામેલ છે. જો તમે પેટીએમ યૂઝર છો તો તમે આ કારને પેટીએમના માધ્યમથી બૂક કરાવી શકો છો. તો તેમને 5 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ



એન્જિન અને પાવર
એન્જિન અને પાવરની વાત કરીએ તો આ કાર 0.8 લીટર એન્જિન અને 1.1 લીટર પેટ્રોલ એન્જિનના વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 0.8 લીટર એન્જિન 54 બીએચપીના પાવર અને 72 ન્યૂટન મીટરના પીક ટૉર્ક જનરેટ કરે છે. ત્યારે 1 લીટર એન્જિન 67 બીએચપી પાવર અને 91 ન્યૂટન મીટરનું પીક ટૉર્ક જનરટે કરે છે. બંનેમાં 5 સ્પીડ મેન્યુએલ ગિટરબોક્સથી સજ્જ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 06:05 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK