રિઝર્વ બૅન્ક સતત છઠ્ઠી વાર વ્યાજદર ઘટાડશે?

Published: Dec 02, 2019, 11:03 IST | Biren Vakil | Mumbai

રિલાયન્સનું માર્કેટ કૅપ ૧૦ લાખ કરોડના મૅજિક આંકડાને વટાવી ગયું છે. સેન્સેક્સ અને નિફટી નવા કીર્તિમાન સર કરતા રહે છે. તેજી જોઈને ફીલગુડનો ઊભરો આવે છે, પણ જીડીપી અને ફિસ્કલ ડેફિસિટનું ચિત્ર જોતાં હરખ તરત ઓસરી જાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

કરન્સી-કૉર્નર : રિલાયન્સનું માર્કેટ કૅપ ૧૦ લાખ કરોડના મૅજિક આંકડાને વટાવી ગયું છે. સેન્સેક્સ અને નિફટી નવા કીર્તિમાન સર કરતા રહે છે. તેજી જોઈને ફીલગુડનો ઊભરો આવે છે, પણ જીડીપી અને ફિસ્કલ ડેફિસિટનું ચિત્ર જોતાં હરખ તરત ઓસરી જાય છે. વિદેશી રોકાણકારો અને સંસ્થાકીય ખરીદી તેમ જ રીટેલ સેક્ટરમાં મ્યુચ્યુઅલ ફન્ડમાં એસઆઇપી રૂપે નાણાં આવી રહ્યાં હોવાથી અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ અને શૅરબજારની સ્થિતિ વચ્ચે સુસંગતતા નથી અને આવું વિશ્વનાં અનેક બજારોમાં છે. જીડીપી અને આર્થિક સ્લોડાઉન વધતું જાય છે, પણ બૅન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક ઘટાડા અને ફિસ્કલ સપોર્ટને કારણે બજારોમાં લિક્વિડિટીના સ્ટેરૉઇડને કારણે ઍસેટ બજારોમાં તેજી છે. બૉન્ડ, શૅરબજાર, હાઈ ઍન્ડ પ્રૉપર્ટી એમ ઘણાં ખરાં સટ્ટાકીય બજારોમાં જોરદાર તેજી છે.

આર્થિક મોરચે જીડીપી સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૪.૫ ટકા આવી છે જે ગયા ક્વૉર્ટરમાં પાંચ ટકા હતી. વિકાસદર ૨૦૧૩માં ૭.૫ હતો એ હાલમાં ઘટીને જીડીપી ૪.૫ ટકા એટલે કે ૬ વર્ષના તળિયે છે. ખાસ તો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ અને ખેતીનો વિકાસદર ઘણા કમજોર છે. ચાલુ સપ્તાહે મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ પીએમઆઇ કેવો આવે એ જોવાનું રહે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો ૭૧.૩૦-૭૨ની સીમિત રેન્જમાં અથડાય છે. ઇમર્જિંગ એશિયામાં રૂપિયો એકમાત્ર નબળો રહ્યો છે. મોટા ભાગની કરન્સી ડૉલર સામે સુધરી છે. ફિલિવીન્સ પેસો, થાઇ બાથ અને તાઇવાન ડૉલર તેમ જ કોરિયન વોન ડૉલર સામે સુધરતા જાય છે. રાજકોષીય ખાધના મામલે સ્થિતિ થોડી ચિંતાજનક છે. ખાધ નવેમ્બરમાં ૧૦૨ ટકા થઈ ગઈ છે એ જોતાં ૩૧ માર્ચે ખાધ કેટલી હશે એનું અનુમાન લગાવી શકાય છે. સરકાર ઍસેટ સેલ વડે મોટા રૂપિયા મેળવે અથવા આવક વધે તો જ ખાધ કાબૂમાં રહે. ટૅક્સ-કટની ઇફેક્ટ આગામી ક્વૉર્ટરમાં આવશે એ જોતાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં ખાધ વધવાની ધારણા છે. વહેલો-મોડો રૂપિયો ૭૩-૭૪ તરફ જવાની સંભાવના પ્રબળ છે. હાલમાં રેન્જ ૭૧.૪૪-૭૨.૨૮ છે. સપોર્ટ ૭૧.૬૬, ૭૧.૪૪ અને રેઝિસ્ટન્સ ૭૧.૮૭, ૭૨.૦૪, ૭૨.૨૦ છે.

વૈશ્વિક બજારોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર-સમજૂતીનું ભાવિ હજી ધૂંધળું લાગે છે. અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે હૉન્ગકૉન્ગના મામલે લોકશાહીતરફી દેખાવકારોને સપોર્ટ કરતાં કાનૂન પર દસ્તખત કર્યા છે અને ચીને વળતાં પગલાં લેવાની ચેતવણી આપી છે. અમેરિકાનું વર્તન અને ચીનના ઇરાદાઓ જોતાં બેઉ પક્ષો ‘વટ પહેલાં, વેપાર પછી’ એવો અભિગમ  ધરાવે છે. નજીકના ભવિષ્યમાં ડીલ થાય એવું દેખાતું નથી. ચીનમાં આર્થિક સ્લોડાઉન વકરતું જાય છે. એક મહિનામાં ત્રણ બૅન્કો કાચી પડી છે. સંખ્યાબંધ ફાઇનૅન્સ કંપનીઓ પણ તકલીફમાં છે. ઘણી કંપનીઓ બૉન્ડમાં ડિફૉલ્ટ થઈ છે. જેમ-જેમ ટ્રેડ-વૉર લંબાય એમ-એમ ઔદ્યોગિક ક્ષેત્રની તકલીફો વધશે. જોકે શનિવારે મૅન્યુફૅક્ચરિંગના આંકડાઓ સાનુકૂળ આવ્યા છે. ઇન્ડેક્સ ૫૦.૪ આવ્યો છે. ફૂડ ઇન્ફલેશન ઘટે તો વપરાશ અને રીટેલ સેલ્સમાં પણ થોડો સુધારો આવે. એક્સપોર્ટ ઑર્ડર્સમાં સારો ઉછાળો આવ્યો છે એ જોતાં જીડીપી કદાચ ૬ ટકાના મૅજિક નંબર પર ટકી જાય. જોકે સાઉથ કોરિયાની નિકાસોનો ઘટાડો અને ચીનના અન્ય આર્થિક આંકડા જોતાં સુધારાની આશા હાલ પૂરતી વધુ પડતી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ઘરઆંગણાની વાત પર પાછા ફરીએ તો રિઝર્વ બૅન્ક ગુરુવારે વ્યાજદરમાં છઠ્ઠો ઘટાડો કરી વ્યાજદર ૪૦-૬૦ બેઝિસ પૉઇન્ટ ઘટાડે એમ લાગે છે. બ્રાઝિલે દર ૧૪ ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યા છે. ભારત પણ અગ્રેસિવ વ્યાજદર ઘટાડાના માર્ગે છે. જોકે એનાથી પેન્શનર અને નોકરિયાત વર્ગની વ્યાજની આવકો ઘટતાં વપરાશને પણ માર પડે છે. યુરોપ અને જપાનને નીચા વ્યાજદર કોઈ મદદ કરી શક્યા નથી. માત્ર અમીરોની અમીરી અને ગરીબોની ગરીબી વધારી શક્યા છે. અમેરિકામાં વ્યાજદર બૉટમઆઉટ થાય તો રૂપિયા પર દબાણ આવશે. ફેડ આગામી બેઠકમાં વ્યાજદર નહીં વધારે એમ લાગે છે.

vakilbiren@gmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK