Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના વાઇરસની ઘટતી અસર બજારનું સ્વાસ્થ્ય સુધારશે?

કોરોના વાઇરસની ઘટતી અસર બજારનું સ્વાસ્થ્ય સુધારશે?

24 February, 2020 07:44 AM IST | Mumbai
Jayesh Chitalia

કોરોના વાઇરસની ઘટતી અસર બજારનું સ્વાસ્થ્ય સુધારશે?

શૅર બજાર

શૅર બજાર


બજેટ અને ક્વૉર્ટરલી પરિણામની વાત પૂરી થઈ. હવે માત્ર ગ્લોબલ સંજોગોની અસર રહેશે, જ્યાં અનિશ્ચિતતા અને ચિંતા હજી ઊભી છે, જોકે કોરોના વાઇરસની અસર હળવી થતી જાય છે.  સ્થાનિક મોરચે સરકાર કોઈ નવી પ્રોત્સાહક જાહેરાત કરે તો વાત અલગ છે, દરમ્યાન ટ્રમ્પની ભારત-મુલાકાતના પરિણામ પર પણ બજારની નજર રહેશે.

ગયા સોમવારે બજારે કોરોના વાઇરસની અસરને પગલે નકારાત્મક શરૂઆત કરી હતી. માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ચીનના કોરોના વાઇરસની અસર ભારતની આયાત પર પણ પડશે એવી શકયતા વ્યક્ત થતી હતી, ભારત ચીનથી ઑટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ્સ, મોબાઈલ માટેનાં સાધનો, ઇન્સેક્ટિસાઇડસ વગેરેની આયાત કરે છે. આ આયાત બંધ પડી જવાની કે તેની સપ્લાયને અસર પહોંચવાના અહેવાલ બજાર માટે નેગેટિવ પરિબળ બન્યા હતા. સેન્સેક્સ ૨૦૨ પૉઇન્ટ અને નિફ્ટી ૬૮ પૉઇન્ટ માઇનસ થઈ ૧૨૧૦૦ની સપાટીથી નીચે ઊતરી ગયો હતો. સૌથી વધુ કડાકા બૅન્ક સ્ટૉક્સમાં બોલાયા હતા. સુપ્રીમ કોર્ટના ટેલિકૉમ કંપની માટેના ચુકાદાની નેગેટિવ  અસર ચાલુ રહી હતી.



મંગળવારે પણ બજારે વધઘટ સાથે નેગેટિવ ટ્રૅન્ડ ચાલુ રાખ્યો હતો. જોકે બજાર ૩૦૦ પૉઇન્ટથી વધુ ડાઉન થયા બાદ પાછું ફર્યું હતું, દિવસના અંતમાં સેન્સેક્સ ૧૬૧ પૉઇન્ટ અને નિફ્ટી ૫૩ પૉઇન્ટ માઇનસ થઈ ૧૨૦૦૦ની નીચે ઊતરી ગયો હતો. વધવા માટે માર્કેટ પાસે કોઈ ટ્રિગર નહોતું, જ્યારે કે ઘટાડા માટે કારણો હાજર હતાં. નીચા આર્થિક વિકાસની સામે ઊંચા માર્કેટ વૅલ્યુએશનને ટેકો મળવો કઠિન હોવાથી બજાર નીચે ઊતરી રહ્યું હોવાનું જણાય છે. કોરોના વાઇરસની અસર પણ હજી નેગેટિવ ભૂમિકામાં જ હતી. ગ્લોબલ સંકેતો વાઇરસને લીધે જ નબળાં રહ્યા હતા. તેમ છતાં ભારતીય માર્કેટ મંગળવારે નોંધપાત્ર ઘટીને રિકવર થયું હતું. ઘટાડાનો આ ચોથો દિવસ હતો. ટેલિકૉમ કંપનીઓ સરકારને પેમેન્ટ કરવાની સ્થિતિમાં નહીં હોવાથી બૅન્ક સ્ટૉક્સ ફરી કઠણાઈમાં મુકાયા હોવાનું નોંધાયું હતું.


ગ્લોબલ કંપનીઓની ચિંતા

મંગળવારે એપલ સહિતની ગ્લોબલ મલ્ટિનેશનલ કંપનીઓ તરફથી તેમના વેચાણને અસર થવાની શંકા વ્યક્ત થઈ હતી, જેને પગલે બજારમાં નિરાશા ફેલાઈ હતી. આશરે ૨૫૦થી વધુ સ્ટૉક્સ તેના બાવન સપ્તાહના નીચલા લેવલે પહોંચી ગયા હતા. ફરી એકવાર સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસ પણ ઘટાડાના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા. જોકે બુધવારે બજારે પૉઝિટિવ ટર્ન લીધો હતો, સેન્સેક્સ દિવસ દરમ્યાન વધતો રહી આખરે ૪૨૮ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૧૩૮ પાૅઇન્ટ પ્લસ સાથે  ૧૨૧૦૦ ઉપર બંધ રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે કોરોના વાઇરસના નેગેટિવ સમાચાર વચ્ચે પણ બજાર રિકવર થયું હતું.


રિકવરીની આશા વધી

જોકે આ રિકવરીના કારણમાં વાઇરસની અસર રૂપે બંધ પડેલા સરકારના લગભગ ૮૦ ટકા (૨૦૦૦૦ યુનિટસ)  યુનિટસ પુનઃ કાર્યરત થયા હોવાના અહેવાલ હતા તેમ જ વાઇરસ કેસોમાં ઘટાડો પણ નોંધાયો હતો. વધુમાં ચીન સરકારે અમુક નાના-મધ્યમ એકમોને કેટલીક રાહત પણ આપી હતી. છેલ્લા એકાદ મહિનાથી બંધ રહેલા આ એકમો શરૂ થતા રિકવરીની નવી આશા જાગી  હતી. બીજી બાજુ ભારત સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ  ટેલિકૉમ કંપનીઓના સંકટ  સામે કોઈ ઉપાય વિચારી  રહી હોવાના અહેવાલે પૉઝિટિવ અસર ઊભી કરી હતી. આમ આ સંજોગોમાં કહી શકાય કે બજાર પર કોઈ પણ અસર લાંબી ચાલતી નથી, તેજીના કારણની કે મંદીના કારણની પણ. જેથી નીચામાં લેવાલી સાબિત થઈ શકે છે, જ્યારે કે ઊંચામાં પ્રોફિટ બુકિંગ જરૂરી બને છે. અલબત્ત ડે ટ્રેડર્સ માટે આ જોખમી ગણી શકાય.

વાઇરસની અસર અને વાતો વાઇરલ

કોરોના વાઇરસની અસર હેઠળ ચીનમાં હાલ સંખ્યા ૭૨ હજાર પર પહોંચી છે, જેને હવે કોવિડ-૧૯  તરીકે ઓળખાય છે. વિશ્વમાં વિવિધ કૉમોડિટીઝના સૌથી મોટા વપરાશકાર અને સપ્લાયર્સ  તરીકેનું સ્થાન ધરાવતા ચીનમાં વાઇરસની જીવલેણ દશાને પગલે વિશ્વના વેપારજગત પર અસર પડી  છે. ખાસ કરીને ઑટો, કેમિકલ્સ, હાર્ડવેર, મેટલ્સ વગેરે સેક્ટરમાં હાલત નાજુક બનતી જાય છે. ચીનમાં ગયા એક મહિનામાં સંખ્યાબંધ ઉત્પાદન એકમો બંધ થયા હતા, અૅર ફ્લાઈટસ સતત રદ થવાથી ટુરિઝમને પણ ગંભીર અસર પહોંચી હતી.  આ બધાની ગંભીર અસર રૂપે ચીનનો વિકાસદર નીચે રહેવાની ધારણા વ્યક્ત થવા લાગી, પરિણામે એશિયન માર્કેટમાં પણ નેગેટિવ વહેણ ફેલાયું હતું.

ભારત સરકાર ઍક્શન માટે સક્રિય

આ દરમ્યાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને કોરોના વાઇરસની અસરનો સામનો કરવા માટે અૅક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. એક સૌથી મોટો ચિંતાનો વિષય પ્રજા અને બચતકારો-રોકાણકારો માટે એ છે કે કોરોના વાઇરસની અસર રૂપે ગ્લોબલ અર્થતંત્રમાં જે પરિવર્તન આવી રહ્યા છે તેને પગલે મોંઘવારી વધી શકે છે.

વાઇરસની અસર ઢીલી પડતાં બજારમાં ઉછાળો  

જોકે બુધવારે બજારે પૉઝિટિવ ટર્ન લીધો હતો, સેન્સેક્સ દિવસ દરમ્યાન વધતો રહી આંખરે ૪૨૮ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૧૩૮ પૉઇન્ટ પ્લસ સાથે ૧૨૧૦૦ ઉપર બંધ રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે કોરોના વાઇરસના નેગેટિવ સમાચાર વચ્ચે પણ બજાર રિકવર થયું હતું. જોકે આ રિકવરીના કારણમાં વાઇરસની અસર રૂપે બંધ પડેલા સરકારના લગભગ ૮૦ ટકા (૨૦,૦૦૦ યુનિટ્સ)  યુનિટ્સ પુનઃ કાર્યરત થયા હોવાના અહેવાલ હતા તેમ જ વાઇરસ કેસોમાં ઘટાડો પણ નોંધાયો હતો. વધુમાં ચીન સરકારે અમુક નાના-મધ્યમ એકમોને કેટલીક રાહત પણ આપી હતી. છેલ્લા એકાદ મહિનાથી બંધ રહેલા આ એકમો શરૂ થતા રિકવરીની નવી આશા જાગી હતી. બીજી બાજુ ભારત સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટેલિકૉમ કંપનીઓના સંકટ સામે કોઈ ઉપાય વિચારી રહી હોવાના અહેવાલે પૉઝિટિવ અસર ઊભી કરી હતી. આમ આ સંજોગોમાં કહી શકાય કે બજાર પર કોઈપણ અસર લાંબી ચાલતી નથી, તેજીના કારણની કે મંદીના કારણની પણ. જેથી નીચામાં લેવાલી સાબિત થઈ શકે છે, જ્યારે કે ઊંચામાં પ્રોફિટ બુકિંગ જરૂરી બને છે. અલબત્ત ડે ટ્રેડર્સ માટે આ જોખમી ગણી શકાય.

નવા સપ્તાહમાં ટ્રમ્પ પર નજર

ગુરુવારે બજારે પુનઃ ઘટાડાનો ટ્રેન્ડ દર્શાવ્યો હતો. જોકે ઘટાડો બહુ મોટો નહોતો. ગ્લોબલ કારણસર  અને ક્રૂડના વધેલા ભાવને કારણે ઘટેલા બજારમાં સેન્સેક્સ ૧૫૨ પૉઇન્ટ અને નિફ્ટી ૪૫ પૉઇન્ટ માઇનસ થઈ અનુક્રમે  ૪૧૧૭૦ અને ૧૨૦૮૦ બંધ રહ્યા હતા. શુક્રવારે મહા-શિવરાત્રી નિમિત્તે બજાર બંધ હતું. જોકે ચીનમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ઘટવાનું શરૂ થતાં કંઈક અંશે નવી આશા જાગી છે. ચીનની સેન્ટ્રલ બૅન્કે વેપાર-ઉદ્યોગ માટે ધિરાણ પ્રવાહ હળવો કરતા ઉદ્યોગોને પણ રાહત થવાની આશા છે. આ બદલાતા સંજોગોની અસર નવા સપ્તાહમાં જોવા મળશે. જોકે બજારમાં કોઈ નવા ટ્રિગર નથી, પરિણામે મોટી વધઘટ થવાની શક્યતા જણાતી નથી. 

નાના ઇન્વેસ્ટરોનો વિશ્વાસઃ મ્યુચ્યુઅલ ફન્ડનો પ્રવાહ ઇક્વિટીમાં

બજારની ચાલ ભલે કેટલી પણ વધઘટવાળી રહે અથવા આશા-નિરાશાવાળી રહે, નાના રોકાણકારો ઇક્વિટીમાં વિશ્વાસ રાખી રહ્યા હોવાનો પુરાવો વ્યક્ત થઈ રહ્યો છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) ના માધ્યમથી સતત ૧૪મા મહિને ઊંચું રોકાણ ભારતીય ઇક્વિટીમાં જમા થયું હોવાનું નોંધાયું છે. જાન્યુઆરી ૨૦૨૦માં ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ એસઆઇપી માર્ગે ઇક્વિટીમાં આવ્યું છે. અહીં એ નોંધવું જરૂરી છે કે આ માર્ગે આવતું ફન્ડ સામાન્ય રીતે લાંબા ગાળાનું હોય છે.  મજાની વાત એ પણ છે કે મ્યુચ્યુઅલ ફન્ડની સ્મૉલ કૅપ અને મિડ કૅપ યોજનામાં પણ સતત રોકાણપ્રવાહ વધી રહ્યો હોવાનું નોંધાયું છે. ખાસ કરીને ફંડ મૅનેજર્સ બ્રૉડર માર્કેટ માટે આશાવાદી-બુલિશ બન્યા છે, તેમના મતે હવે પછીની ઇકૉનૉમિક રિકવરીમાં સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ વધુ ચાલશે. જેથી આ ફન્ડમાં વધુ રોકાણ આવતું થયું છે. તાજેતરમાં આ ફન્ડ્સમાં આવતા રોકાણમાં ૧૭૫ ટકાનો વધારો થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 07:44 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK