Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બ્રેક્ઝિટ ડીલમાં રાજકીય અંતરાય આવતાં પાઉન્ડ તૂટશે?

બ્રેક્ઝિટ ડીલમાં રાજકીય અંતરાય આવતાં પાઉન્ડ તૂટશે?

21 October, 2019 09:25 AM IST | મુંબઈ
કરન્સી કૉર્નર- બિરેન વકીલ

બ્રેક્ઝિટ ડીલમાં રાજકીય અંતરાય આવતાં પાઉન્ડ તૂટશે?

બ્રેક્ઝિટ ડીલ

બ્રેક્ઝિટ ડીલ


યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેક્ઝિટ મામલે સમજૂતી સધાતાં પાઉન્ડમાં તેજી આગળ વધી હતી. જોકે શનિવારે યુકે સંસદમાં સમજૂતી માન્ય કરાવવામાં વડા પ્રધાન બૉરિસ જૉન્સન ૩૦૨ વિરુદ્ધ ૩૨૨ મતે હારી ગયા હતા. સંસદે બ્રેક્ઝિટ માટેની મુદત ૩૧ ઑક્ટોબરથી વધારી ૩૧ જાન્યુઆરી કરવા માટે યુકેને વિનંતિ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. બૉરિસ જૉન્સને આ મામલે વધુ વિલંબ નેગોશિયેટ કરવાની ના કહી છે અને આગામી સપ્તાહે તેઓ નવો ઠરાવ લાવશે જે સંભવતઃ ૩૧ ઑક્ટોબરની મૂળભૂત ડેડલાઇન પહેલાં ઈયુમાંથી નીકળી જવા વિશે હશે. યુરોપે આ મામલે તાકીદે સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. બ્રેક્ઝિટ મુદ્દે ડીલ પડી ભાંગે તો ફરી પાછી અંધાધૂંધી થશે. જો નો ડીલ બ્રેક્ઝિટ થાય તો યુકેમાં આર્થિક કટોકટી, અનાજની તંગી જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે. આજે પાઉન્ડમાં કડાકો બોલવાની ધારણા છે. ૧.૨૦થી શરૂ થયેલી તેજીમાં પાઉન્ડ ૧.૨૯૮૦ થયા પછી ફરી ૧.૨૫૫૦-૧.૨૬૫૦ થઈ જશે. રૂપિયા સામે પણ પાઉન્ડમાં તેજી થઈ હતી એમાં પણ વળતાં પાણી થશે.
દરમ્યાન ચીન અને અમેરિકા વચ્ચેની વેપારી વાટાઘાટોમાં પ્રથમ તબક્કાના ડીલમાં પ્રગતિ થઈ હોવાનું ચીની સત્તાવાળાઓએ કહ્યું છે. જોકે આખરી ડીલ વિશે હજી અનેક અંતરાયો ઊભા છે. ચીની અર્થતંત્ર લગાતાર ધીમું પડીને હવે વિકાસદર ૨૭ વરસની નીચી સપાટીએ આવ્યો છે. થર્ડ ક્વૉર્ટરમાં વિકાસદર ૬ ટકા આવ્યો છે અને ચોથા ક્વૉર્ટરમાં કદાચ ૫.૮ કે ૫.૯ ટકા થઈ શકે. ચીની યુઆન આ વરસે ૬.૭૦થી ઘટીને ૭.૧૮ થઈ હવે ૭.૦૭ છે. વીતેલા સપ્તાહમાં યુઆન ૭.૦૭ના લેવલે ટકેલો હતો.
દરમ્યાન ડૉલરમાં આ સપ્તાહે નોંધપાત્ર નરમાઈ હતી. ડૉલર ઇન્ડેકસ તાજેતરમાં ૯૯.૬૦ થઈ ગયો હતો એ ઘટીને ૯૭.૧૪ થઈ ગયો છે. ફેડે ડૉલરની અછત ઘટાડવા દર મહિને ૬૦ અબજ ડૉલરનાં ટ્રેઝરી બિલ ખરીદવાની જાહેરાત કરી છે. ૩૧ માર્ચ સુધી દર મહિને ૬૦ અબજ ડૉલરનાં બિલ ખરીદાશે. અત્યાર સુધીમાં ૧૬૮ અબજ ડૉલર લિક્વિડિટી આપી છે. એક જાતનું મિની ક્વૉન્ટિટીવ ઇઝિંગ છે. ફેડ આગામી ૩૦ ઑક્ટોબરે ત્રીજી વાર વ્યાજદર ઘટાડો કરે એવી સંભાવના છે.
સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂપિયો સુધર્યો હતો. શૅરબજારમાં સેન્સેક્સ ફરી ૩૯,૦૦૦ ઉપર ગયો છે. આર્થિક આંકડા ઘણા નરમ થતા જાય છે, પરંતુ રૂપિયાને ડૉલર ઇન્ડેક્સની નબળાઈનો લાભ મળ્યો છે. આ સિવાય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને નિરંતર તેજીને વેગ મળે અને આર્થિક મંદી અટકે એવાં પગલાં વિચારતી રહી છે. રૂપિયાની તેજીમાં કદાચ પાછલા બારણે રિઝર્વ બૅન્કનું ઇન્ટરવેન્શન પણ હોઈ શકે.
દરમ્યાન વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુકમાં વર્લ્ડ બૅન્કનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારતમાં વિકાસદર ૬ ટકા રહેશે. ગોલ્ડમૅન સાક્સે પણ સ્લોડાઉનને ગંભીર ગણાવ્યું છે. કૉર્પોરેટ ટૅક્સકટની સારી અસર સેકન્ડ હાફમાં દેખાશે. સરકારે બૅન્કોની બૅલૅન્સશીટ રિપેર કરવી જરૂરી છે અને લોકોના હાથમાં રૂપિયા આપવા જરૂરી છે એમ પંડિતો કહે છે. ઑક્ટોબરમાં આરબીઆઇની બેઠકની મિનિટ્સ જાહેર થઈ એમાં સર્વાનુમતે વ્યાજદર ઘટાડાનું નક્કી થયું હતું. આ વરસે ભારતે પાંચ વાર વ્યાજ ઘટાડ્યા છે. કુલ ૧૩૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે જે વિશ્વમાં સૌથી વધુ આક્રમક મૉનિટરી ઇઝિંગ છે. રિઝર્વ બૅન્કે કહ્યું છે કે મંદીને રોકવા જરૂર પડે ત્યાં સુધી વ્યાજદર ઘટાડો ચાલુ જ રહેશે. ટેક્નિકલી રૂપિયામાં રેન્જ ૭૦.૬૨-૭૧.૮૪ છે. સપોર્ટ ૭૦.૮૪, ૭૦.૬૨ અને રેઝિસ્ટન્સ ૭૧.૧૭, ૭૧.૩૭, ૭૧.૬૨, ૭૧.૮૪ છે. ડોલેક્સમાં ૯૭.૭૦નું સપોર્ટ તૂટતાં હવે નવી રેન્જ ૯૬.૬૦-૯૮.૮૦ની છે. યુરોની રેન્જ ૧.૯૦૨૦-૧.૧૨૨૦ અને પાઉન્ડની રેન્જ ૧.૨૫૫૦-૧.૨૮૮૦ છે. યેનની રેન્જ ૧૦૭-૧૦૯ છે. બ્રેક્ઝિટ મામલે યુરોપ કેવી પ્રતિક્રિયા આપે એના પર બજારની નજર છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કમાં આવતા મહિને નવા પ્રમુખ ક્રિશ્ચિયાના લેગાર્ડ કારભાર સંભાળશે. યુરોપમાં બૉન્ડ પર્ચેઝ ક્યુઈ ક્યારે શરૂ થાય એના પર બજારની નજર છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 09:25 AM IST | મુંબઈ | કરન્સી કૉર્નર- બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK