સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઉછાળા છતાં સાપ્તાહિક ઘટાડો

Published: 31st October, 2020 16:14 IST | Mumbai correspondent | Mumbai

ડૉલરના ઉછાળા પર બ્રેક લાગી એટલે સેફ હેવન તરીકે સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઉછાળા છતાં સાપ્તાહિક ઘટાડો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પાંચ મહિના સુધી સતત વૃદ્ધિ પછી ભાવઘટાડાનો સિલસિલો આ સપ્તાહે અને ત્રીજા મહિને યથાવત્ જોવા મળ્યો છે. આ સપ્તાહે સોનાના ભાવમાં વધ-ઘટ માત્ર અમેરિકન ડૉલરના ભાવમાં વધ-ઘટના આધારે જોવા મળી હતી. શૅરબજારમાં વેચવાલી સામે લોકોએ રોકડ માટે દોટ લગાવી હોવાથી ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી હતી. યુરોપમાં વાઇરસના બીજા તબક્કાને કારણે લૉકડાઉન જાહેર કરાતાં યુરો નરમ પડ્યો હતો અને ડૉલર વધ્યો હતો, પણ આજે ફરી ડૉલર નરમ પડતાં સોનાના ભાવમાં એક મહિનાની નીચી સપાટીએથી વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટી ૯૩.૮૨૦ની સપાટી પર છે. ડૉલરમાં થોડો ઘટાડો થતાં ફરી સોનું અને ચાંદી સેફ હેવન એટલે કે રોકાણના સ્વર્ગ તરીકેનો વિકલ્પ ઊભરી આવતાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસને કારણે અમેરિકામાં લોકોને આર્થિક સહાય માટેનું પૅકેજ ઑગસ્ટમાં પૂર્ણ થયા બાદ એના પર લાંબી ચર્ચા બાદ હવે એ ૩ નવેમ્બરની ચૂંટણી પછી જ આવશે એ નક્કી થઈ જતાં સોનાના ભાવમાં થોડી રાહત જોવા મળી રહી છે. ગુરુવારે સોનાનો વાયદો ૦.૫૬ ટકા ઘટી ૧૮૬૮.૭૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી વાયદો ૦.૦૫ ટકા વધી ૨૩.૩૭૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યા હતા. ડૉલરમાં બીજા દિવસે પણ વૃદ્ધિ જોવા મળી હતી અને એ ૦.૬૧ ટકા વધ્યો હતો. અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સોનું વાયદો ૦.૭૦ ટકા કે ૧૩ ડૉલર વધી ૧૮૮૧ અને હાજરમાં ૦.૭૬ ટકા કે ૧૪.૨૫ ડૉલર વધી ૧૮૮૧.૮૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા. ચાંદી વાયદો ૧.૧૧ ટકા કે ૨૬ સેન્ટ વધી ૨૩.૬૨ અને હાજરમાં ૧.૪૪ ટકા કે ૩૩ સેન્ટ વધી ૨૩.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.
ભારતમાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઉછાળો
શુક્રવારે ભારતીય બજારમાં સોનાના ભાવ વધ્યા હતા. મુંબઈમાં હાજરમાં ૧૬૦ વધી ૫૨,૯૯૦ અને અમદાવાદમાં ૧૮૦ વધી ૫૨,૪૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૪૬૫ ખૂલી, ઉપરમાં ૫૦,૫૭૩ અને નીચામાં ૫૦,૩૫૩ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫૭ વધીને ૫૦,૫૩૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૯૨ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૯૯૩ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૦૧ રૂપિયા થયા હતા.
મુંબઈમાં હાજરમાં ચાંદી ૧૪૮૦ વધી ૬૨,૬૫૦ અને અમદાવાદમાં ૧૫૨૦ વધી ૬૨,૬૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૦,૫૫૭ ખૂલી, ઉપરમાં ૬૦,૬૬૫ અને નીચામાં ૫૯,૯૧૮ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૪૯ વધીને ૬૦,૫૨૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૩૪ વધીને ૬૦,૫૪૦ અને ચાંદી-માક્રોઇ નવેમ્બર ૩૪૪ વધીને ૬૦,૫૪૮ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK