સસ્તી હવાઈ યાત્રાની તક, આ એરલાઈન્સ આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ

Published: Apr 17, 2019, 13:39 IST

જાણીતી એરલાઈન કંપની વિસ્તારા એરલાઈન્સ ટિકિટ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

વિસ્તારા એરલાઈન્સ
વિસ્તારા એરલાઈન્સ

જો તમે આ સમય હવાઈ યાત્રા પર જવાનો પ્લાન કરી રહ્યા છે તો ટિકિટ બુકિંગ માટે આ સમય ફાયદેમંદ સાબિત થઈ શકે છે. સ્પર્ધાના આ રાઉન્ડમાં જાણીતી એરલાઈન કંપની વિસ્તારા એરલાઈન્સ ટિકિટ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

વિસ્તારા એરલાઈન્સ સકંપની આ સમયે ખાસ ડિસ્કાઉન્ટ ઑફર લઈને આવી છે. તમારા મિત્ર અને પરિવારની સાથે યાત્રા કરવી હંમેશા મજેદાર હોયછે. હવે વિસ્તાર આ યાત્રાને ફ્રેન્ડ્સ એન્ડ ફૅમિલી ડિસ્કાઉન્ટની સાથે હજી પણ ફાયદેમંદ બની રહી છે. આ ઑફરના હેઠળ ગ્રાહક બેઝ ફેર પર 10% સુધીની છૂટ આપી શકે છે.

વિસ્તારાના ટ્વિટ અનુસાર વિસ્તારાની ઑફિશિયલ વેબસાઈટ અને મોબાઈલ એપના માધ્યમથી ટિકિટ બુક કરવા પર 10% સુધીની ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 4 પેસેન્જર ટિકિટ એક સાથે બુક કરવાની રહેશે. આ ઑફરમાં ઈકૉનોમી ક્લાસની અંદર જ ટિકિટ બુક કરી શકાય છે.

આ પણ વાંચો : ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં સોનું સતત ચોથા દિવસે ઘટ્યું

વિસ્તારાની ડિસ્કાઉન્ટ ઑફર ડાયરેક્ટ ફ્લાઈટ્સના માટે છે અને એની પહેલા ઘરેલૂ વિમાન પર લાગૂ કરવામાં આવશે. આ ઑફરમાં ફક્ત વન-વે યાત્રા કરી શકાય છે. ટિકિટ બુક કરવા માટે ગ્રાહકોને ફક્ત વિસ્તારાની ઑફિશિયલ વેબસાઈટ અથવા એની એપનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવાની રહેશે.

Loading...

Tags

news
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK