વિજય માલ્યાએ ફરી એકવાર મૂક્યો 100 ટકા લોન ચૂકવવાનો પ્રસ્તાવ

Published: Aug 08, 2019, 19:24 IST

કિંગફિશરના માલિક વિજય માલ્યા હાલ યૂકેમાં છે. ભારતીય બેન્કોના 9,000 કરોડ રૂપિયા લઈને ભાગી જનારા વિજય માલ્યા ફરી એકવાર 100 ટકા લોન ચૂકવવાનો પ્રસ્તાવ કર્યો છે

કિંગફિશરના માલિક વિજય માલ્યા હાલ યૂકેમાં છે. ભારતીય બેન્કોના 9,000 કરોડ રૂપિયા લઈને ભાગી જનારા વિજય માલ્યા ફરી એકવાર 100 ટકા લોન ચૂકવવાનો પ્રસ્તાવ કર્યો છે. માલ્યાની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. વિજય માલ્યાએ લોન ચૂકવણીનો પ્રસ્તાવ કરતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણએ પાછલા સપ્તાહે લોકસભામાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો. ભાગેડૂ વિજય માલ્યાએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કારોબારી નિષ્ફળતાને ખરાબ ન ગણવી. ઈનસોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ દ્વારા કારોબારીઓને સમ્માનજનક રીતે દેવામાંથી નીકળવાની તક આપવી જોઈએ. જો કે નિર્મલા સીતારમણે આ વાત કેફે કૉફી ડેના ફાઉન્ડર વી જી સિદ્ધાર્થના સંદર્ભમાં કરી હતી. વિજય માલ્યાએ પણ મોકાનો ફાયદો ઉપાડ્યો હતો અને એકવાર ફરી બેન્કોની લોનના તમામ રૂપિયા ચૂકવવા પ્રસ્તાવ મુક્યો છે. આ પહેલા પણ વિજય માલ્યા 100 ટકા બેન્ક લોન ચુકવવા માટે કહી ચૂક્યા છે.

સીતારમણના નિવેદનને મધ્યમાં રાખતા વિજય માલ્યાએ કહ્યું કે, આ ભાવનાથી તેનો પ્રસ્તાવ સ્વીકાર કરો. માલ્યાએ ગત સપ્તાહે પોતાની સ્થિતિ સમાન હોવાનું જણાવતા કહ્યું હતું કે, સરકારી એજન્સીઓ અને બેન્કોનું વલણ કોઈને પણ હતાશ કરી શકે છે. સંપૂર્ણ ચૂકવણી કરવાની ઓફર છતા મારી સાથે શું થઈ રહ્યું છે ? આ અનૈતિક અને નિર્દયી છે. વિજય માલ્યા પહેલા કહી ચૂક્યા છે કે તે તમામ લોન ચૂકવવા તૈયાર છે. માલ્યાએ બેન્કોને 9,000 કરોડ રપિયા ચૂકવવાના બાકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK