160 અબજ ડૉલરની ચાઇનીઝ આયાત પર અમેરિકા ટૅરિફ લાગુ નહીં કરે

Published: Dec 14, 2019, 08:21 IST | Washington DC

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરથી વૈશ્વિક બજારોમાં એક સમયે ભારે ઊથલપાથલ સર્જાઈ હતી, પરંતુ હવે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી બન્ને દેશોને ફાયદો થઈ રહ્યો છે અને સાથે જ વૈશ્વિક બજારોમાં પણ ફૂલગુલાબી તેજી શરૂ થઈ છે.

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉરનો અંત (PC : Jagran)
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉરનો અંત (PC : Jagran)

(જી.એન.એસ.) અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરથી વૈશ્વિક બજારોમાં એક સમયે ભારે ઊથલપાથલ સર્જાઈ હતી, પરંતુ હવે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી બન્ને દેશોને ફાયદો થઈ રહ્યો છે અને સાથે જ વૈશ્વિક બજારોમાં પણ ફૂલગુલાબી તેજી શરૂ થઈ છે. દુનિયાભરનાં બજારો જેના પર નજર લગાવીને બેઠાં હતાં એ અમેરિકા-ચીન વચ્ચે પ્રથમ ચરણની ટ્રેડ ડીલ પર સહમતી થઈ ગઈ છે અને એનાથી બન્ને દેશો વચ્ચે છેલ્લા ૧૭ મહિનાથી ચાલી રહેલુી ટ્રેડ-વૉર સમાપ્ત થઈ છે. અમેરિકન મીડિયાએ જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ ડીલ પર સહી કરી દીધી છે.

અગાઉની શરતો પ્રમાણે ૧૬૦ અબજ ડૉલરની ચાઇનીઝ આયાત પર ૧૫ ડિસેમ્બરથી લાગુ થતી પ્રસ્તાવિત અમેરિકન ટૅરિફ લાગુ નહીં થાય. જે પ્રોડક્ટ પર ડ્યુટી લદાવાની હતી એમાં કન્ઝ્‍યુમર ઇલેક્ટ્રૉનિક્સ અને રમકડાં સામેલ હતાં, એટલું જ નહીં, ચીનથી આવનારા સામાન પર પહેલાંથી લાગુ ડ્યુટીમાં પણ ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. જોકે ડીલ પ્રમાણે ચીને આગામી વર્ષથી અમેરિકાથી ૫૦ અબજ ડૉલરની કૃષિ પેદાશો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવી પડશે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

બન્ને રાષ્ટ્રોને ફાયદો થાય એ રીતે આ ડીલ તૈયાર થઈ છે, જેમાં ચીનમાંથી અમેરિકામાં આયાત થતી ચીજો પર વધારાની ડ્યુટી નહીં લાદે જેથી ચીની કંપનીઓને ફાયદો થશે, તો સામે ચીન અમેરિકામાંથી ખેત પેદાશોની ખરીદી કરતાં અમેરિકાની કંપનીઓને પણ ફાયદો થશે. આમ ‘એક હાથ લે, એક હાથ દે’ જેવી ડીલ બન્ને દેશો વચ્ચે થતાં વૈશ્વિક બજારોએ પણ એને વધાવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK