Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વથી વિપરીત ચાલમાં શૅરબજાર નવી ટોચે

વિશ્વથી વિપરીત ચાલમાં શૅરબજાર નવી ટોચે

18 November, 2014 04:54 AM IST |

વિશ્વથી વિપરીત ચાલમાં શૅરબજાર નવી ટોચે

વિશ્વથી વિપરીત ચાલમાં શૅરબજાર નવી ટોચે



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ



વિશ્વનું ત્રીજા નંબરનું મોટું એવું જૅપનીઝ અર્થતંત્ર મંદીગ્રસ્ત બન્યું હોવાની સત્તાવાર કબૂલાતના પગલે એશિયા-યુરોપ સહિત વિશ્વભરનાં અગ્રણી શૅરબજાર સોમવારે મૂડલેસ હતાં. એનાથી વિપરીત ચાલમાં ભારતીય બજારે નવા વિક્રમી શિખર સર કયાર઼્ છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૮૨૦૬ નજીક જઈ ૧૩૧ પૉઇન્ટની મજબૂતીમાં ૨૮૧૭૮ તથા નિફ્ટી ૮૪૩૮ની ટોચે જઈ ૪૧ પૉઇન્ટની આગેકૂચમાં ૮૪૩૧ બંધ રહ્યા છે. બજારનું માર્કેટકૅપ પ્રાથમિક અંદાજ પ્રમાણે ૬૫૦૦૦ કરોડ રૂપિયાના ઉમેરામાં ૯૯.૦૧ લાખ કરોડ રૂપિયાની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. મોજૂદા ટ્રેન્ડ જોતાં હવે ‘૧૦૦’ લાખ કરોડ રૂપિયાના માર્કેટકૅપનો માઇલસ્ટોન એકદબે દિવસમાં સર થઈ જવો જોઈએ. ગઈ કાલે સેન્સેક્સ આગલા બંધથી સહેજ નરમ ખૂલ્યા બાદ બે વાગ્યા સુધી માઇનસ ઝોનમાં જ રહ્યો હતો, જેમાં ૨૭૯૨૧ની બૉટમ બની હતી. બે વાગ્યા સુધી માઇનસ ઝોનમાં જ રહ્યો હતો. એમાં ૨૭૯૨૧ની બૉટમ બની હતી. બે વાગ્યા પછી બાજી પલટાઈ ગઈ હતી, જેમાં ઇન્ટ્રા-ડે બૉટમથી માર્કેટ ૨૮૫ પૉઇન્ટ ઉપર ગયું હતું. ઑક્ટોબર મહિનામાં નિકાસવૃદ્ધિનો દર માઇનસ પાંચ ટકા આવ્યો છે, જે ૭ મહિનાની સૌથી મોટી ખરાબી કહી શકાય, પરંતુ બજારે આનાથી સાવ બેઅસર રહેવાનું પસંદ કર્યું છે.



અંબાણી બંધુના શૅર સુધારામાં


સોમવાર અંબાણીબંધુના શૅર માટે સારો નીવડ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દોઢ ટકો વધીને ૯૮૩ રૂપિયા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા ૧.૬ ટકાની મજબૂતીમાં ૫૨૯ રૂપિયા બંધ હતા. અનિલ ગ્રુપમાં રિલાયન્સ કૅપિટલ સાડાચાર ટકાથી વધુની તેજીમાં ૫૦૨ રૂપિયા રહ્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ૨.૮ ટકા વધીને ૬૩૮ રૂપિયા, રિલાયન્સ પાવર પોણાબે ટકા વધીને ૭૩.૨૦ રૂપિયા તથા આર. કૉમ સવાબે ટકાના સુધારામાં ૧૦૫ રૂપિયા ઉપર બંધ હતા. અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૪ ટકા વધી ૪૯૬ રૂપિયા અને અદાણી પાવર ૩.૨ ટકાની મજબૂતીમાં ૪૭ રૂપિયા પ્લસ બંધ હતા. જોકે અદાણી ર્પોટ્સ નહીંવત્ નરમાઈમાં ૨૯૬ રૂપિયા જોવા મળ્યો હતો.

તાતા મોટર્સ ઑલટાઇમ હાઈ

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે નેટ પ્રૉફિટ ૭ ટકા ઘટીને આવવાની અસરમાં તાતા મોટર્સનો શૅર પાંચ રૂપિયાના ઘટાડે ૫૧૯ રૂપિયા નીચે ખૂલ્યો હતો, પરંતુ ત્યાર પછી મક્કમ ચાલમાં ભાવ ૫૪૭ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી છેલ્લે ૪.૧ ટકાની તેજીમાં ૫૪૫ રૂપિયા બંધ આવ્યો હતો. બજાજ ઑટો પણ ૨૬૭૭ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી ૦.૪ ટકાના સુધારામાં ૨૬૫૫ રૂપિયા હતો. હીરો મોટોકૉર્પ બે ટકાની મજબૂતીમાં ૩૦૨૮ રૂપિયા હતો. સામે મારુતિ સુઝુકી ચારેક રૂપિયા તો મહિન્દ્ર આઠ રૂપિયા ડાઉન હતા. ઑટો ઇન્ડેક્સ ૧૮,૯૫૩ની ઑલટાઇમ હાઈ હાંસલ કરીને છેલ્લે ૧.૪ ટકાના સુધારામાં ૧૮,૯૨૭ બંધ હતો. એના ૧૨માંથી ૭ શૅર પ્લસ હતા. બૉશ પોણાત્રણ ટકા વધીને ૧૭,૦૨૯ રૂપિયાના નવા શિખરે ગયો હતો. એમઆરએફ એક ટકો વધ્યો હતો. અપોલો ટાયરમાં ૧.૯ ટકાની પીછેહઠ હતી. સ્કૂટર્સ ઇન્ડિયા, કાઇનેટિક એન્જિ, ટીવીએસ મોટર્સ તથા મૅજેસ્ટિક ઑટો બેથી ત્રણ ટકા ઘટેલા હતા. તાતા મોટર્સનો ડીવીઆર સવાચાર ટકાના જમ્પમાં ૩૩૭ રૂપિયા રહ્યો હતો. અશોક લેલૅન્ડ દોઢ ટકો અને એસ્ર્કોટ્સ પોણાબે ટકા વધ્યા હતા.

જપાનની ફિકર વિશ્વબજારોને પણ નડી

જૅપનીઝ અર્થતંત્રે થર્ડ ક્વૉર્ટરમાં એકંદર ૨.૨ ટકાના વૃદ્ધિદરની ધારણા સામે ૧.૬ ટકાનો નેગેટિવ ગ્રોથરેટ દર્શાવી અણધાર્યો આંચકો આપ્યો છે એટલું જ નહીં, બીજા ક્વૉર્ટરમાં પણ સુધારેલા આંકડા પ્રમાણે ગ્રોથરેટ માઇનસ ૭.૩ ટકા રહ્યો છે. મતલબ કે જૅપનીઝ ઇકૉનૉમી હવે સત્તાવાર રીતે મંદીનો શિકાર બની ચૂકી છે. યેનની નબળાઈ વધુ ઘેરી બની છે. બીજી તરફ ક્રૂડના કડાકાને લીધે રૂબલ નવા તળિયે જતાં રશિયન અર્થતંત્ર નવી ચિંતાનું કારણ બન્યું છે. આ નવા બખેડામાં લગભગ તમામ અગ્રણી શૅરબજાર ગઈ કાલે બગડ્યાં હતાં. જૅપનીઝ નિક્કી ૫૧૭ પૉઇન્ટ કે ત્રણ ટકાના કડાકામાં ૧૬,૯૭૪ બંધ હતો. હૉન્ગકૉન્ગ સવા ટકો, તાઇવાન ૧.૧ ટકા, સિંગાપોર ૦.૮ ટકા નરમ હતા. યુરોપ નબળા ઓપનિંગ બાદ સાધારણથી પોણો ટકો નીચે દેખાતું હતું. હવે ચાલુ સપ્તાહ દરમ્યાન મળનારી બૅન્ક ઑફ જપાનની બેઠક પર બધાની નજર છે.

એસબીઆઇ ચાર વર્ષની ટોચે

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સના કિસ્સામાં એસબીઆઇનો દેખાવ સારો રહ્યો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નેટ એનપીએ અને ગ્રોસ એનપીએ ન વધતાં સ્ટૅબલ રહી છે. એ ઉપરાંત એચડીએફસી સિક્યૉરિટીઝ દ્વારા સ્ટેટ બૅન્ક માટે બાયનું રેટિંગ યથાવત્ રખાયું છે. ટાગેર્ટ પ્રાઇસ ૩૦૪૫ રૂપિયાની અપાયેલી છે. આ બધાની અસરમાં ગઈ કાલે સ્ટેટ બૅન્કનો શૅર ચાર વર્ષની ટોચે પહોંચી ગયો હતો. આગલા બંધથી ૭ રૂપિયા ઉપરમાં ખૂલ્યા બાદ શૅર ૨૯૫૦ રૂપિયાની ચાર વર્ષની ટોચે ગયો હતો અને છેવટે સાડાપાંચ ટકા નજીકની તેજીમાં ૨૯૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. સેન્સેક્સ ખાતે પણ સૌથી વધુ તેજી સ્ટેટ બૅન્કમાં જ હતી. સ્ટેટ બૅન્કે બજારને ૬૧ પૉઇન્ટ આપ્યા હતા. સેન્સેક્સ ખાતે અન્ય બૅન્કો જેવી ઍક્સિસ બૅન્ક ૦.૧૯ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૦૫ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૨૭ ટકા ઘટuા હતા. એનાથી બજારને ૪૯ પૉઇન્ટનું નુકસાન થયું હતું. સેન્સેક્સ ખાતે સૌથી વધુ ઘટાડો આઇસીઆઇસીઆઇ બૅન્કમાં જ હતો. બૅન્કેક્સ ૨૦૨૪૫.૧૭ની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૦.૪૧ ટકા વધીને ૨૦૨૦૧.૯૩ બંધ હતો. એના ૧૨માંથી ૭ શૅર વધેલા હતા. બૅન્ક ઑફ બરોડા ૪ ટકા, ફેડરલ બૅન્ક ૩.૧૧ ટકા, પીએનબી ૨.૬૫ ટકા, કૅનેરા બૅન્ક ૧.૭૭ ટકા, કોટક બૅન્ક ૧.૬૪ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૧૭ ટકા ઊંચકાયા હતા. તો સામેની બાજુ ઇન્ડસ ઇન્ડ બૅન્ક ૦.૯૩ ટકા અને યસ બૅન્ક ૦.૦૮ ટકા ખરડાયા હતા.

ઇન્ફ્રા અને પાવર મજબૂત

સેન્સેક્સના અડધા ટકા જેવા સુધારા સામે ગઈ કાલે ઇન્ફ્રા ઇન્ડેક્સ ૧.૯ ટકા, પાવર ઇન્ડેક્સ દોઢ ટકો, પીએસયુ તથા ઑટો ઇન્ડેક્સ ૧.૪ ટકા વધેલા હતા. ઇન્ફ્રા ઇન્ડેક્સના ૩૦માંથી ૨૨ શૅર પ્લસ હતા. પાવર ઇન્ડેક્સના ૧૮માંથી ૧૪, પીએસયુ બેન્ચમાર્કના ૫૯માંથી ૪૨ અને ઑટોના ૧૨માંથી ૮ શૅર સુધારામાં હતા. આરઈસી, પાવર ફાઇનૅન્સ, રાષ્ટ્રીય કેમિકલ્સ, ગેટવે ડિસ્ટ્રીપાર્ક, જેએસડબ્લ્યુ એનર્જી, પીટીસી, સુઝલોન, લક્ષ્મી મશીન્સ, ફાગ બેરિંગ્સ, અલ્સટૉમ ટીઍન્ડડી જેવાં કાઉન્ટર ૪થી ૧૨ ટકા ઊછળ્યાં હતાં. ૯૭૦૦ કરોડ રૂપિયામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો સોદો પાર પડતાં જયપી પાવર પોણાત્રણ ટકા વધ્યો હતો, પણ જેએસડબ્લ્યુ એનર્જી ૧૨ ટકાની તેજીમાં ૮૫ રૂપિયા બંધ હતો. સેન્સેક્સના ૧૩૧ પૉઇન્ટના સુધારામાં એસબીઆઇની ૫.૪ ટકાની તેજીનું દાન ૬૧ પૉઇન્ટ હતું. તાતા મોટર્સનો ૪ ટકાનો જમ્પ બજાર માટે ૫૭ પૉઇન્ટ લાભદાયી બન્યો હતો. એનટીપીસી ૧.૭ ટકા અને ભેલ સવા ટકો પ્લસ હતા. ઇન્ફી ૪૨૨૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી અડધા ટકાના સુધારામાં ૪૨૦૯ રૂપિયા નજીક હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવા ટકો ઘટીને ૧૬૭૩ રૂપિયા અને એચડીએફસી બૅન્ક ૧ ટકો ઘટીને ૯૧૯ રૂપિયા બંધ હતા.

માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ

માર્કેટ-બ્રેડ્થ થોડી પૉઝિટિવ રહી છે. કુલ ૩૧૪૬ શૅરમાં કામકાજ થયું હતું. ૧૬૨૨ શૅર વધેલા હતા, ૧૪૪૧ જાતો નરમ હતી. ‘એ’ ગ્રુપના ૬૨ ટકા, ‘બી’ ગ્રુપના ૫૦ ટકા અને ‘ટી’ ગ્રુપના ૫૪ ટકા શૅર ઊંચકાયા હતા. ૩૫૯ કાઉન્ટર ઉપલી સર્કિટે તો ૩૧૧ શૅર મંદીની સર્કિટમાં હતા. ભાવની રીતે ૨૯૦ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે બીએસઈ ખાતે ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સામે ૮૮ સ્ક્રિપ્સ ઐતિહાસિક તળિયે ગઈ હતી. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૮ શૅર વધેલા હતા. મેટલ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ અને હેલ્થકૅર બેન્ચમાર્ક સાધારણ ૦.૨ ટકા જેવો નરમ હતો. બાકીના ૨૨ ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. સેન્સેક્સ ઉપરાંત મિડકૅપ, બીએસઈ-૧૦૦, ૨૦૦, ૫૦૦, કાર્બોનેક્સ, ઇન્ફ્રા ઇન્ડેક્સ, ઑટો, બૅન્કેક્સ તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સ જેવા બેન્ચમાર્ક નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવાયા હતા. રોકડામાં સારી મસ્તી હતી. મિડકૅપ ઇન્ડેક્સ ૨૬૭માંથી ૧૭૪ શૅરના સુધારામાં ૦.૯ ટકા વધ્યો હતો. સ્મૉલકૅપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ તથા બીએસઈ-૫૦૦ સેન્સેક્સના અડધા ટકા કરતાં વધુ પ્લસમાં હતો.

બજારની અંદર-બહાર

ક્રેડિટ ઍનૅલિસિસ ઍન્ડ રિસર્ચનો ત્રિમાસિક નફો ૫૦ ટકા જેવો વધીને ૫૨૪૧ લાખ રૂપિયા આવતાં શૅર ઉપરમાં ૧૩૭૭ થઈ છેલ્લે ૩.૮ ટકાની મજબૂતીમાં ૧૩૬૩ રૂપિયા હતો.

રિલાયન્સ કૅપિટલે કન્સોલિડેટેડ ધોરણે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૦ ટકાના વૃદ્ધિદરમાં ૨૧૭ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ૪.૬ ટકા વધીને ૫૦૨ રૂપિયા રહ્યો હતો.

વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૮૩ ટકા ગગડી ૧૩૪ લાખ રૂપિયા આવતાં નીચામાં શૅરમાં ૧૬૦ થઈ છેલ્લે નહીંવત્ ઘટાડે ૧૬૪ રૂપિયા ઉપર હતો.

ભૂષણ સ્ટીલને અગાઉના ૬૦ કરોડ રૂપિયાના નફા સામે આ વખતે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૯૭ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી છે. શૅર નીચામાં ૧૦૧ રૂપિયા થઈ અંતે બે ટકાની નરમાઈમાં ૧૦૫ રૂપિયા નીચે બંધ હતો.સેરા સૅનિટરી ૧૭૧૦ રૂપિયાના આગલા બંધ સામે ઇન્ટ્રા-ડેમાં ૧૮૨૭ રૂપિયા નજીક જઈ છેલ્લે પાંચ ટકાની તેજીમાં ૧૭૯૫ રૂપિયા બંધ હતો.

કામકાજ ૩૦ ગણું નોંધાયું હતું.સ્નોમૅન લૉજિસ્ટિક્સ અઢી ગણા વૉલ્યુમમાં ૧૨૫ રૂપિયા નજીકની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૧૫.૪ ટકાના ઉછાળે ૧૨૩ રૂપિયા હતો.

આરઈસી ત્રણ ગણાથી વધુના કામકાજમાં સવાદસ ટકાનો જમ્પ મારીને ૩૩૬ રૂપિયા બંધ હતો.પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને બ્રાઝિલની પેટ્રોબાસ તરફથી ૨૩૫ કરોડ રૂપિયાનો ઑર્ડર મળતાં ભાવ ૭૧ રૂપિયાના તળિયેથી ઊંચકાઈ ૭૫ નજીક ગયા બાદ અંતે ૨.૭ ટકાના ઘટાડામાં ૭૨ રૂપિયા હતો.

હિન્દ રેક્ટિફાયર્સ પાંચ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૩ રૂપિયા નજીક વર્ષની ટોચે રહ્યો હતો. ૧૩ ફેબ્રુઆરીએ શૅર ૨૮ રૂપિયાની મલ્ટિયર બૉટમે ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2014 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK