Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા

જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા

24 June, 2019 07:05 PM IST | દિલ્હી

જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા

જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા


જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે ઘરે બેઠા બેઠા 30 હજાર રૂપિયા જીતી શકો છો. ઘટના એવી છે કે આધાર કાર્ડ આપતી સંસ્થા UIDAIએ એક ખાસ કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 8 જુલાઈ છે. એટલે કે તમારી પાસે 30 હજાર રૂપિયા જીતવાની છેલ્લી તક 8 જુલાઈ છે. જો કે આ માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે.

UIDAIએ છેલ્લા કેટલાક દિવસો પહેલા My Aadhaar Online કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે આધાર દ્વારા મળતી સેવાઓમાંથી કોઈ એકનો એનિમેટેડ ટ્યુટોરિયલ વીડિયો બનાવવો પડશે. આ વીડિયો 30તી 120 સેકન્ડની વચ્ચેનો હોવો જોઈએ. જે સેવા માટે તમે ટ્યુટોરિયલ બનાવી રહ્યા છો, તે આ એનિમેટેડ વીડિયોમાં સહેલાઈથી સમજાવી જોઈએ.



મહત્વની વાત એ છે કે આ વીડિયો તમે હિન્દી અથવા અંગ્રેજીમાં બનાવી શકો છો. બાદમાં તમે વીડિયોને યુટ્યુબ, ગૂગલ ડ્રાઈવ અથવા અન્ય વીડિયો શૅરિંગ પ્લેટફોર્મ પર અપલોડ કરીને તેની લિંક તમારે UIDAIને ઈમેલ દ્વારા media.division@uidai.net.in આ મેઈલ આઈડી પર મોકલવાની રહેશે.


આ કોન્સેટ્ટમાં UIDAI દ્વારા 48 વિનર પસંદ કરવામાં આવશે. જેમાં કૅશ પ્રાઈઝ માટે કુલ 15 કેટેગરી છે અને દરેક કેટેગરીના ટોપ 3 વીડિયોને એવોર્ડ મળશે. જેમાં પહેલા વિજેતાને 20 હજાર, બીજા વિજેતાને 10 હજાર, અને ત્રીજા વિજેતાને 5 હજારનું ઈનામ મળશે.

તમામ કેટેગરીમાં જે વીડિયો સૌથી સારો હશે, તેના ફર્સ્ટ વિનરને 30 હજાર, બીજા વિનરને 20 હજાર અને ત્રીજા વિનરને 10 હજાર રૂપિયાનું ઈનામ મળશે.


આ શરતો માનવી છે જરૂરી

આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે જરૂીર છે કે આધાર કાર્ડ સાથે તમારું બેન્ક અકાઉન્ટ લિંક કરેલું હોય. જો તમારું આધાર તમારા બેન્ક અકાઉન્ટ સાથે લિંક નથી તો 31 ઓગસ્ટ પહેલા લિંક કરવું જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 07:05 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK