કાર પછી હવે ટૂ-વ્હીલર્સની ડિમાન્ડમાં પણ ઘટાડો

Published: 15th November, 2011 10:14 IST

વ્યાજના વધી રહેલા દર અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભથી કારના વેચાણને તો અસર થઈ જ હતી, પરંતુ હવે ટૂ-વ્હીલરની ડિમાન્ડને પણ અસર થઈ છે.બજારમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ મુખ્યત્વે સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલના ભાવને કારણે ટૂ-વ્હીલરના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્ચ ૨૦૧૧ સુધી ટૂ-વ્હીલરના વેચાણમાં આગલા વર્ષના જે-તે મહિનાની સરખામણીએ નોંધપાત્ર વધારો થતો હતો, પરંતુ એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન મન્થ્લી વેચાણ ૧૪ લાખ વાહનોના સ્તરે જળવાઈ રહ્યું હતું. એમાં વધારો થયો નહોતો. જોકે ઑક્ટોબરમાં વેચાણ ઘટીને ૧૩ લાખ વાહનો જેટલું થયું છે. જો વેચાણમાં ઘટાડાનો ટ્રેન્ડ આગામી સમયમાં પણ જળવાઈ રહેશે તો ટૂ-વ્હીલર સેક્ટરની સ્થિતિ પણ પૅસેન્જર કારની બજાર જેવી થવાની શક્યતા છે. જોકે બજારનાં સાધનોના જણાવ્યા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરમાં વેચાણની સ્થિતિ કેવી રહે છે એના પરથી અંદાજ આવશે કે માર્ચ ૨૦૧૨ સુધીમાં આ સેક્ટરની હાલત કેવી થશે?

મોપેડ્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે એનો અર્થ એ થયો કે રૂરલ ડિમાન્ડ પણ ઘટી રહી છે. મોપેડ્સનું વેચાણ સપ્ટેમ્બરમાં ૬૮,૯૬૩ નંગ થયું હતું એ ઑક્ટોબરમાં ઘટીને ૫૬,૯૦૯ નંગ થયું છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK