જ્વેલરી સેક્ટરની બે કંપનીઓ મૂડીબજારમાં આવશે

Published: 15th October, 2011 20:02 IST

જ્વેલરી સેક્ટરની બે કંપનીઓ શૅરભરણા સાથે મૂડીબજારમાં આવવાનો પ્લાન ધરાવે છે. આ બે કંપનીઓમાં પી. સી. જ્વેલર અને તારા જ્વેલર્સનો સમાવેશ છે.પી. સી. જ્વેલર પબ્લિક ઇશ્યુ દ્વારા ૫૭૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનો રાષ્ટ્રીય સ્તરે ૨૦ નવા રીટેલ શો-રૂમ્સ ખોલવાનો પ્લાન છે.

 

અત્યારે કંપનીના ૨૦ શો-રૂમ્સ છે. સ્થાનિક બજાર માટે કંપનીના ઉત્તરાખંડમાં બે એકમ અને એક્સર્પોટ માર્કેટ માટે નોઇડામાં બે એકમ છે. રીટેલ બિઝનેસ ઉપરાંત કંપની અન્ય જ્વેલર્સને ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરીનું હોલસેલ વેચાણ પણ કરે છે. કંપની દુબઈ, હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં પણ ડિસ્ટ્રિબ્યુટર્સને હોલસેલમાં વેચાણ કરે છે. કંપનીની કુલ આવકમાં આગલા વર્ષે નિકાસનો હિસ્સો ૩૪ ટકા જેટલો હતો.

રાજકોટની તારા જ્વેલર્સ ઇક્વિટી શૅર્સના જાહેર ભરણા દ્વારા ૨૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપની વિસ્તરણ હેઠળ નૉર્થ ઇન્ડિયામાં માર્ચ ૨૦૧૨ સુધીમાં વધુ ૨૦ નવા શો-રૂમ્સ ખોલવાનો પ્લાન ધરાવે છે. અત્યારે કંપનીના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં કુલ ૩૧ સ્ર્ટોસ છે. વલ્ર્ડ લેવલે કંપનીની જ્વેલરી ૧૦,૦૦૦ કરતાં વધુ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. કંપનીનું સ્થાનિક વેચાણ ૨૦૦ કરોડ રૂપિયા જેટલું અને નિકાસવેચાણ ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK