Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટોચની સાત કંપનીઓના માર્કેટશેરમાં 88 કરોડની વૃદ્ધી

ટોચની સાત કંપનીઓના માર્કેટશેરમાં 88 કરોડની વૃદ્ધી

11 August, 2019 08:45 PM IST | Mumbai

ટોચની સાત કંપનીઓના માર્કેટશેરમાં 88 કરોડની વૃદ્ધી

ટોચની સાત કંપનીઓના માર્કેટશેરમાં 88 કરોડની વૃદ્ધી


Mumbai : ગત સપ્તાહે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી સાત કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાંHUL અને HDFC બેન્કની આગેવાનીમાં ₹87,965.88 કરોડનો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે પૂરા થયેલા સપ્તાહે HUL અને HDFC બેન્ક ઉપરાંત TCS, HDFC, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક અને ICICI બેન્કના માર્કેટકેપમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે RIL, ITC અને SBIના માર્કેટકેપમાં ઘટાડો નોંધાયો હતો.

હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડનું માર્કેટકેપ ₹22,145.92 કરોડ વધીને ₹3,98,290.92 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ ₹18,264.93 કરોડના ઉછાળા સાથે ₹6,23,892.08 કરોડ નોંધાયું હતું. HDFCનું માર્કેટકેપ પણ ₹15,148.15 કરોડની વૃદ્ધિ સાથે ₹3,81,619.34 કરોડ જ્યારે TCSનું માર્કેટકેપ ₹14,840.68 કરોડના સુધારા સાથે ₹8,42,635.51 કરોડ નોંધાયું હતું.

ઈન્ફોસિસનું માર્કેટકેપ ₹6,335.19 કરોડ ઉછળીને ₹3,39,372.78 કરોડ જ્યારે ICICI બેન્કનું માર્કેટકેપ ₹6,237.72 કરોડ વધીને ₹2,71,360.08 કરોડ નોંધાયું હતું. કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટકેપ ₹4,993.29 કરોડ વધીને ₹2,92,866.47 કરોડ નોંધાયું હતું.

આ પણ જુઓ : ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

આનાથી વિપરીત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટકેપ ₹15,261.1 કરોડના ધોવાણ સાથે ₹2,60,018.56 કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટકેપ ₹14,072.8 કરોડ ગગડીને ₹7,36,602.08 કરોડ નોંધાયું હતું. સમીક્ષા હેઠળના ગાળામાં ITCનું માર્કેટકેપ ₹12,606.9 કરોડના ઘટાડા સાથે ₹3,12,146.38 કરોડ નોંધાયું હતું. વિતેલા સપ્તાહે BSE સેન્સેક્સ 463.69 પોઈન્ટ્સ અથવા 1.24 ટકા વધીને બંધ રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 08:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK