Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આજની GST કાઉન્સિલની બેઠકમાં રિયલ્ટી ક્ષેત્રના GST રેટ પર થશે ચર્ચા

આજની GST કાઉન્સિલની બેઠકમાં રિયલ્ટી ક્ષેત્રના GST રેટ પર થશે ચર્ચા

19 March, 2019 09:14 AM IST |

આજની GST કાઉન્સિલની બેઠકમાં રિયલ્ટી ક્ષેત્રના GST રેટ પર થશે ચર્ચા

જીએસટી

જીએસટી


GST કાઉન્સિલની ૩૪મી મીટિંગ આજે મંગળવારે યોજાશે, જેમાં રિયલ એસ્ટેટ માટેના ઘટાડેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) રેટ્સનો અમલ કરવાનાં પગલાં વિચારવામાં આવશે. મીટિંગમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સંબંધિત માત્ર ટ્રાન્ઝિશનના નીચા રેટ્સના અમલની ચર્ચા કરવામાં આવશે અને રેટ્સ ઘટાડવા સંબંધિત કોઈ બાબત નહીં ચર્ચાય, કારણ કે ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

અગાઉની ૨૪ ફેબ્રુઆરીની મીટિંગમાં GST કાઉન્સિલે અન્ડર-કન્સ્ટ્રકશન ફ્લૅટ્સ અને પરવડી શકે એવા આવાસ માટેના GST રેટ્સને ઘટાડીને પાંચ ટકા કર્યો હતો, જે એપ્રિલથી લાગુ પડશે.



બિલ્ડરોએ કાચા માલ અને સર્વિસિસ પર ચૂકવેલા વેરાની કેટલી ક્રેડિટનો વપરાશ તેમની અંતિમ વેરાની જવાબદારી સામે સરભર કરી શકે એ અંગેના નવા નિયમોને કાઉન્સિલ મંજૂર કરશે, કારણ કે પહેલી એપ્રિલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવું વેરામાળખું લાગુ પડશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.


અત્યારે કમ્પ્લિશન સર્ટિફિકેટ વેચાણ સમયે ઇશ્યુ ન કરાયું હોય એવા અન્ડર-કન્સ્ટ્રક્શન કે રહેવા માટે તૈયાર ફ્લૅટ્સના કિસ્સામાં ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC) સાથે ૧૨ ટકા GST લગાવવામાં આવે છે. અફૉર્ડેબલ હાઉસિંગ માટેનો વર્તમાન દર ૮ ટકા છે. નવા નિયમોમાં એવી સ્પક્ટતાની અપેક્ષા રાખવામાં આવે છે કે વર્તમાન વેરામાળખામાં વેચાણના સોદા શરૂ કરાયા હોય, પરંતુ એક એપ્રિલ બાદ પૂરા થયા હોય એવા સંજોગોમાં કાચા માલ અને સર્વિસિસ પર ચૂકવેલા વેરાની કેટલી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળશે.

GSTની આવક જાન્યુઆરી મહિનાના ૧.૦૨ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ફેબ્રુઆરીમાં ૯૭,૨૪૭ કરોડ થઈ હતી.


સરકારે વર્તમાન નાણાકીય વર્ષના GSTની આવકનો લક્ષ્યાંક ૧૩.૭૧ લાખ કરોડથી ઘટાડીને ૧૧.૪૭ લાખ કરોડ રૂપિયા કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2019 09:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK