Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનામાં ધીમી પડતી તેજી

અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનામાં ધીમી પડતી તેજી

18 November, 2014 04:59 AM IST |

અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનામાં ધીમી પડતી તેજી

અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનામાં ધીમી પડતી તેજી






બુલિયન બુલેટિન-મયૂર મહેતા

જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ થર્ડ ક્વૉર્ટરમાં ગગડી જતાં અમેરિકી ડૉલરને મળેલી મજબૂતીથી સોનામાં શુક્રવારે આવેલી તેજી સોમવારે આગળ વધી શકી નહોતી. જપાનનો થર્ડ ક્વૉર્ટરનો ગ્રોથ ૧.૬ ટકા આવ્યો હતો જે આગલા ક્વૉર્ટરમાં ૭.૩ ટકા હતો. જપાનના નબળા ગ્રોથને પગલે અમેરિકી ડૉલર જૅપનીઝ યેન સામે નવેસરથી ૭ વર્ષની ઊંચાઈએ પહોંચતાં કરન્સી બાસ્કેટમાં ડૉલરની સ્ટ્રૉન્ગનેશ વધી હતી. વળી મની-મૅનેજરોએ બુલિશ પોઝિશન ઘટાડી હોવાથી ઊંચા મથાળે સોનામાં વેચવાલી આવી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં શુક્રવારે ઓચિંતો ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાનો ભાવ ૨.૩ ટકા ઊછળીને સ્પૉટમાં ૧૧૯૩.૯૫ ડૉલર થયા હતા. શુક્રવારે સોનાના ભાવમાં આવેલો ઉછાળો સોમવારે ટકી શક્યો નહોતો. અમેરિકી ડૉલર જૅપનીઝ યેન સામે ઊછળતાં સોનાનો ભાવ સોમવારે ૧૧૮૭.૨૦ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ ભાવ વધતા રહ્યા હતા. ચાંદીનો ભાવ ૧૬.૨૬ ડૉલર સોમવારે ખૂલ્યો હતો, પણ ત્યાર બાદ સુધારો ટકી શક્યો નહોતો. પ્લૅટિનમના ભાવ ૧૨૦૧.૯૦ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ વધતા રહ્યા હતા. પેલેડિયમનો ભાવ ૭૬૬.૨૫ ડૉલર ખૂલીને રેન્જબાઉન્ડ રહ્યા હતા.

મની-મૅનેજરો મંદીમાં

અમેરિકી ફયુચર ટ્રેડિંગમાં કામ કરતા મની-મૅનેજરો અને હેજફન્ડોએ બુલિશ પોઝિશનમાં ૧૪ ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લાં ત્રણ સપ્તાહમાં બુલિશ પોઝિશનમાં ૪૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સોનાનો ભાવ સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી જતાં તેમ જ ઑલ કન્ટ્રી વલ્ર્ડ સ્ટૉક ઇન્ડેક્સ અઢી ટકા ઊછળતાં ફ્યુચર ટ્રેડિંગના ટ્રેડરો અને ETP (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ)ના ઇન્વેસ્ટરો સોનામાંથી નીકળી સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સૌથી મોટા ગોલ્ડ ETP SCDR ટ્રસ્ટના હોલ્ડિંગમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૦.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સતત ચોથા સપ્તાહે હોલ્ડિંગમાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૪ના માર્ચ મહિનાના ઊંચા ભાવથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

કિટકો પ્રાઇસ સર્વે

કિટકો ન્યુઝ એજન્સી દ્વારા દર સપ્તાહે યોજાતા સર્વેમાં આ સપ્તાહે મોટા ભાગના ઍનલિસ્ટો ગોલ્ડના પ્રાઇસનો નર્ણિય લેવાથી દૂર રહ્યા હતા.  કિટકોના પ્રાઇસ સર્વેમાં આ સપ્તાહે ૩૬માંથી માત્ર ૧૯  ઍનલિસ્ટોએ ભાગ લીધો હતો. ૧૯માંથી ૧૧ ઍનલિસ્ટોના મતે આવતા સપ્તાહે ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળશે. પાંચના મતે ગોલ્ડના ભાવ વધશે અને ત્રણના મતે ગોલ્ડના ભાવ રેન્જબાઉન્ડ રહેશે. ગયા સપ્તાહે ગોલ્ડનો ભાવ શુક્રવારે ઝડપી ૨.૩ ટકા ઊછળ્યો હતો. ઇકૉનૉમિક અને ફિઝિકલ બાઇંગ ફ્રન્ટ પર ગોલ્ડમાં મંદી થવાના ચાન્સિસ વધારે દેખાય છે, પણ સેફ હેવન બાઇંગ સ્ટેટસ ગોલ્ડનું હોવાથી રશિયા-યુક્રેન વચ્ચે ફરી ટેન્શન વધતાં ગોલ્ડમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સ્વિટ્ઝરલૅન્ડ રેફરેન્ડમ

સ્વિટ્ઝરલૅન્ડની ગોલ્ડ રિઝવર્‍ વધારવાનું બહુચર્ચિત રેફરેન્ડમ ૩૦ નવેમ્બરે યોજાવાનું છે. જો સ્વિસ પ્રજા સરકારને ગોલ્ડ રિઝવર્‍ હાલના આઠ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાની તરફેણમાં મતદાન કરે તો સ્વિટ્ઝરલૅન્ડ સેન્ટ્રલ બૅન્કે વધુ ગોલ્ડ ખરીદવું પડે. આ બાબતે સ્વિસ સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅને ગોલ્ડ ખરીદવા માટે સરકારી વેલ્થ ફન્ડ મૅનેજ કરવાનો સ્પક્ટ ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ રીતે જો સરકારી ફન્ડમાંથી ગોલ્ડ ખરીદવામાં આવશે તો સ્વિસ કરન્સી ફ્રાન્કનું મૂલ્ય ગગડવાનો ભય ઊભો થઈ શકે છે. સ્વિટ્ઝરલૅન્ડ પ્રજાનું રેફરેન્ડમ ગોલ્ડ રિઝવર્‍ ખરીદવાની તરફેણમાં આવે તો કઈ રીતે ગોલ્ડ રિઝવર્‍ વધારાશે એ ચર્ચાએ અત્યારે વિવાદ જગાવ્યો છે.

ભારતનું ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ ઑક્ટોબરમાં ૨૮૦ ટકા ઊછળ્યું

ભારતમાં સોનાની આયાત ઑક્ટોબરમાં દિવાળીના તહેવારો અને લગ્નગાળાની સીઝનની ખરીદીને કારણે ઊછળતાં ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ ગયા વર્ષના ઑક્ટોબરની સરખામણીમાં ૨૮૦ ટકા વધ્યું હોવાનો રિપોટ મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે આપ્યો હતો. ઑક્ટોબરનું ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ ૪.૧૭૮ અબજ ડૉલર થયું હતું જે સપ્ટેમ્બરમાં ૩.૭૫ અબજ ડૉલર હતું. સિલ્વર ઈમ્પોર્ટ બિલ ઑક્ટોબરમાં ૧૩૬ ટકા વધીને ૬૮.૬ કરોડ ડૉલરે પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૪૭.૭ કરોડ ડૉલર હતું. ગોલ્ડ અને સિલ્વરનું ઈમ્પોર્ટ બિલ મે ૨૦૧૩ પછીનું સૌથી ઊંચું ઑક્ટોબરમાં જોવા મળ્યું હતું. ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ વધતાં રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા નાણામંત્રાલય સાથે સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણ નાખવા વિશે ચર્ચા શરૂ થઈ હતી એવું રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મુન્દ્રાએ મીડિયાને જણાવ્યું હતું. ગોલ્ડ ઈમ્પોર્ટ વધતાં સપ્ટેમ્બરમાં (કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) ૧૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે ઑક્ટોબરમાં ઘટી હતી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૩૭,૦૦૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૩૭૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૨૬,૫૨૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)



Whatsapp-channel Whatsapp-channel

18 November, 2014 04:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK