નિફ્ટી ફ્યુચર ૧૨૩૭૦ ઉપર ૧૨૪૪૦ અને ૧૨૫૧૦ મહત્ત્વની સપાટીઓ

Published: Jan 13, 2020, 09:28 IST | ashok trivedi | Mumbai Desk

ચાર્ટ-મસાલા : ઉપરમાં ૪૧૮૭૦ કુદાવે તો ૪૨૧૦૦, ૪૨૩૪૦, ૪૨૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૧૪૪૭ નીચે ૪૧૧૭૫, ૪૦૮૬૬ સપોર્ટ ગણાય.

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૯૭૬.૬૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૩.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૨૨૯૦.૦૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૦૩.૫૯ પૉઇન્ટના નેટ સુધારે ૪૧૫૬૮.૨૦ બંધ રહ્યો. ઉપરમાં ૪૧૮૭૦ કુદાવે તો ૪૨૧૦૦, ૪૨૩૪૦, ૪૨૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૧૪૪૭ નીચે ૪૧૧૭૫, ૪૦૮૬૬ સપોર્ટ ગણાય. 

બજાર નીચા ગૅપથી ખૂલે તો મંદી કરવી નહીં, આગળ બજેટ છે. તેજીવાળા સતત કમાયા જ છે અને મંદીવાળા ઘવાયેલા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો શાંત પડ્યો છે. ભારેલો અગ્નિ ગણાય. નીચામાં લેવાનું વિચારવું.

રિલાયન્સ (૧૫૪૭.૬૫) ૧૪૯૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૩ કુદાવે તો ૧૫૭૮, ૧૫૯૬ સુધીની શક્યતા. નીચામાં ૧૫૩૦ સપોર્ટ ગણાય. હાલ સાઇડ વેઝમાં છે.
હિન્દુસ્તાન યુનિલીવર (૧૯૫૪.૦૦) ૨૧૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૬૦ કુદાવે તો ૧૯૭૭, ૧૯૯૫, ૨૦૧૩ સુધીની શક્યતા. નીચામાં ૧૯૩૦ નીચે ૧૯૨૪ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૨૧૨૨.૭૫) નીચામાં ૩૦૯૭૧.૮૦ સુધી આવીને સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૩૮૫ ઉપર ૩૨૪૯૦ કુદાવે તો ૩૨૭૭૫, ૩૩૦૩૦, ૩૩૩૧૦, ૩૩૬૦૦ સુધીની શક્યતા. નીચામાં ૩૧૯૮૦ નીચે ૩૧૭૬૦, ૩૨૫૪૧ સપોર્ટ ગણાય

નીચામાં ૧૧૯૭૬.૯૦ સુધી આવીને સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૭૦ કુદાવે તો ૧૨૪૪૦, ૧૨૫૧૦, ૧૨૫૮૦, ૧૨૬૬૦, ૧૨૭૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૨૨૫૫ નીચે ૧૨૧૬૮, ૧૨૦૯૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

૫૧૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૯ કુદાવે તો ૫૫૫, ૫૬૨, ૫૬૯, ૫૭૭ સુધીની શક્યતા. નીચામાં ૫૩૮ નીચે ૫૩૫ સપોર્ટ ગણાય.

૭૩૩.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૬૬ ઉપર ૭૭૭, ૭૯૦ સુધીની શક્યતા. નીચામાં ૭૪૮ સપોર્ટ ગણાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK