આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 302.01 અંક ઉપર રૅકૉર્ડ 44825.03ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 87.80 અંકોની તેજી સાથે 13143 પર ખુલ્યું. મંગળવારે સેન્સેક્સ રૅકૉર્ડ ઉંચાઈ પર બંધ થયું હતું અને નિફ્ટીએ પહેલીવાર 13000નો આંકડો પાર કર્યો હતો.
વિદેશી રોકાણમાં વધારા અને વૈશ્વિક બજારમાં થયેલા વધારાને કારણે શેરબજારમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 445.87 અંક ુપર 44523.02ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 128.70 અંકની તેજી સાથે 13055.15ના સ્તર પર બંધ થયું હતું.
આજના પ્રમુખ શૅરોમાં એચડીએફસી બેન્ક, ડૉ રેડ્ડી, રિલાયન્સ, ગ્રાસિમ અને પાવર ગ્રિડની શરૂઆત તેજી પર થઈ હતી. તેમ જ નેસ્લે ઈન્ડિયા, એમએન્ડએમ, મારૂતિ, ગેલ અને હિન્ડાલ્કોના શૅર લાલ નિશાનમાં ખુલ્યા છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે બધા સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યું છે. એમાં ફાઈનાન્સ સર્વિસિઝ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, આઈટી, ઑટો, ફાર્મા, એફએમસીજી, પીએસયૂ બેન્ક મેટલ અને મીડિયા સામેલ છે.
મંગળવારે શૅર બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સ 274.67 અંક વધારા સાથે 44351.82ના સ્તર પર ખુલ્યું હતું અને નિફ્ટીની શરૂઆત 83.50 અંકોની તેજી સાથે 13010 પર થઈ હતી
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTShare Market: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 49000ને પાર
20th January, 2021 09:48 ISTShare Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 480 અંક ઉપર
19th January, 2021 09:40 IST