Share Market: મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 103 અંક ઉપર

Published: 27th October, 2020 09:52 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું છે.

બીએસઈ
બીએસઈ

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 9.59 અંક ઉપર જઈને 40155.09ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 10.90 અંકોના મામૂલી વધારા સાથે 11778.70 પર ખુલ્યું છે. છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર ઉતાર-ચઢાવ બાદ લાલ નિશાન પર બંધ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટાટા સ્ટીલ જેવા કેટલાક મોટા શૅરોમાં વેચાણના દબાણથી સેન્સેક્સ 540 અંક નીચે 40145.50ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 162.60 અંકના ઘટાડા સાથે 11767.75ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં એનટીપીસી, કોટક બેન્ક, એશિયન પેન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા અને એસબીઆઈ લાઈફના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ છે. તેમ જ ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ અને આઈસીઆઈસીઆઈ બેન્કની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે પ્રાઈવેટ બેન્ક, મેટલ, બેન્ક અને પીએસયૂ બેન્કની શરૂઆત તેજી સાથે થઈ છે.

સવારે 9 વાગીને 52 મિનિટે સેન્સેક્સ 103.70 અંક ઉછળીને 40,249.20 અને નિફ્ટી 33.30 અંક વધીને 11,801.05 પર કારોબાર કરી રહ્યું હતું. નિફ્ટીના 50 શૅરોમાંથી 28 શૅર લીલા નિશાન અને 22 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK