Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી

22 January, 2021 12:17 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી


અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની શપથવિધિ બાદ તરત જ સોના-ચાંદી સહિત બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી, જેને પગલે મુંબઈ માર્કેટમાં પણ સોનું-ચાંદી વધ્યાં હતાં. મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૯૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૭૨ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે બાઇડનની ઑફિશ્યલ તાજપોશીને બુલિયન માર્કેટે તેજીના વધામણાથી વધાવી હતી. સોનું પોણાબે ટકા, ચાંદી સવાબે ટકા, પ્લેટિનમમાં અઢી ટકા અને પેલેડિયમમાં સવા ટકાની તેજી નોંધાઈ હતી. બાઇડન દ્વારા ૧.૯ ટ્રિલ્યન ડૉલરના પૅકેજની દરખાસ્ત સેનેટ સમક્ષ આવ્યા બાદ એને મંજૂરી મળવાની ઊજળી શક્યતાને પગલે સોનામાં બુધવાર રાતથી તેજીની આગેકૂચ શરૂ થઈ હતી, જે બુધવારે આખો દિવસ રહી હતી. સોનું હવે ધીમે-ધીમે ૧૯૦૦ ડૉલરની સપાટી તરફ આગળ વધી રહ્યું છે. ચાંદી પણ ૨૬ ડૉલરની સપાટીને વટાવી ગઈ હતી. વર્લ્ડ માર્કેટમાં હવે લિક્વિડિટીનો પ્રવાહ વધવાની શક્યતાએ તમામ ફાઇનૅન્શિયલ ઍસેટમાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. કોરોના વાઇરસના કેસ હજી પણ સતત વધી રહ્યા હોવાથી સોનાનું સેફ હેવન સ્ટેટ્સ પણ મજબૂત છે એના સપોર્ટને આધારે સોનું વધતું રહેશે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગમાં શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧ ટકા અને ટેન યર ગવર્નમેન્ટ બૉન્ડના યીલ્ડ ઝીરો નજીક જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ બૅન્કના તમામ મેમ્બર્સે જરૂર પડે તો મૉનિટરી પૉલિસીમાં હળવી કરવા જરૂર પડે તો તાત્કાલિક પગલાં લેવા બાબતે સહમતિ વ્યક્ત કરી હતી. ૨૦૨૦માં બૅન્ક ઑફ જપાને બે વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા હતા. બૅન્ક ઑફ જપાને એપ્રિલથી શરૂ થતાં ફાઇનૅન્શિયલ યર માટે ગ્રોથ રેટનો ટાર્ગેટ વધારીને ૩.૯ ટકા કર્યો હતો, જે અગાઉ ૩.૮ ટકા મૂક્યો હતો તેમ જ ચાલુ ફાઇનૅન્શિયલ યરનો ગ્રોથ રેટ માઇનસ ૫.૬ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા કર્યો હતો. જપાનની એક્સપોર્ટ સતત ૨૪ મહિના ઘટ્યા બાદ ડિસેમ્બરમાં બે ટકા વધી હતી. અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ જાન્યુઆરી મહિનામાં ત્રણ પૉઇન્ટ ઘટીને ૮૩ પૉઇન્ટે પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ
સિંગાપોરની ટૉપ લેવલની મલ્ટિનૅશનલ ઍન્ડ ફાઇનૅન્શિયલ બૅન્કિંગ સર્વિસિઝ ઓસીબીસીના ઇકૉનૉમિસ્ટે આગાહી કરી હતી કે સોનું ૨૦૨૧ના બીજા કવૉર્ટરમાં ૨૦૦૦ ડૉલરની સપાટીએ પહોંચી જશે. બાઇડનની શપથવિધિ બાદ હવે શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજ અને મૉનિટરી પૉલિસી અંગેના નિર્ણયો આવવાથી એપ્રિલ પછી માર્કેટમાં ફુલ લિક્વિડિટી જોવા મળશે તેમ જ ઇન્ફ્લેશન પણ એની મહત્તમ ઊંચાઈએ પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ પીક લેવલે પહોંચશે. વળી અમેરિકાની રાહે અનેક દેશો પણ કોરોના વાઇરસની ઇકૉનૉમિક અસરને પહોંચી વળવા ઇકૉનૉમિક રિલીફ પૅકેજ લઈને આવી ચૂક્યા હશે. આ તમામ ઘટનાક્રમની અસર સોના અને ચાંદીના ભાવ પર સેકન્ડ કવૉર્ટરમાં પડશે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 12:17 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK