Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય બજારમાં તેજીને થાક લાગ્યોઃ

ભારતીય બજારમાં તેજીને થાક લાગ્યોઃ

04 September, 2020 07:46 PM IST | Mumbai
Mumbai correspondent

ભારતીય બજારમાં તેજીને થાક લાગ્યોઃ

ભારતીય બજારમાં તેજીને થાક લાગ્યોઃ

ભારતીય બજારમાં તેજીને થાક લાગ્યોઃ


ઇક્વિટી માર્કેટમાં તેજીની એકસરખી રૂખ બાદ હવે બ્રેક લાગી હોય એમ સેન્સેક્સ ગઈ કાલે અર્થાત્ ગુરુવારે ત્રીજી સપ્ટેમ્બરે ૯૫.૦૯ પૉઇન્ટ ઘટીને ૩૯.૦૦૦ની નીચે એટલે કે ૩૮,૯૯૦.૯૪ પૉઇન્ટ પર બંધ રહ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી-50માં ૭.૫૫ પૉઇન્ટના મામૂલી ઘટાડા બાદ ઇન્ડેક્સ ૧૧,૫૨૭.૪૫ બંધ રહ્યો હતો.
એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સના ૩૦માંથી ૧૩ શૅરો વધ્યા હતા, જ્યારે ૧૭ ઘટ્યા હતા. વધેલા શૅરોમાં ટાઇટન (૫.૭૧ ટકાની વૃદ્ધિ સાથે ૧૧૮૫.૭૫), ટેક મહિન્દ્રા (૩.૩૫ ટકાની વૃદ્ધિ સાથે ૭૫૯.૬૦), નેસ્લે ઇન્ડિયા (૨.૪૬ ટકા વધીને ૧૬,૩૮૭.૮૦), મારુતિ (૨.૧૭ ટકા વધીને ૭૦૭૧.૬૦), સન ફાર્મા (૧.૬૮ ટકા વધીને ૫૨૩.૨૫5)નો સમાવેશ થતો હતો. ઘટેલા શૅરોમાં બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલીવર, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, તાતા સ્ટીલ, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઇન્સ્ટ્રીઝ લિમિટેડ અને એચડીએફસી સામેલ હતા.
રિલાયન્સમાં વૉલ્યુમ ઊંચું રહ્યું
વૉલ્યુમની દૃષ્ટિ રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, ટાઇટન, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, એચડીએફસી બૅન્ક, સ્ટેટ બૅન્ક, ટીસીએસ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, મારુતિ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ભારતી ઍરટેલ તથા ઍક્સિસ બૅન્ક અગ્રેસર હતા.
વોડાફોન આઇડિયા ટોચનો વધનાર
બીએસઈમાં ટોચના વધનારા શૅર વોડાફોન આઇડિયા (૨૬.૭૪ ટકા વધીને ૧૨.૫૬), એચએફસીએલ (૧૩,૦૩ ટકા વધીને ૧૭.૩૫), સુપ્રજિત એન્જિનિયરિંગ (૧૨.૪૪ ટકા વધીને ૧૮૩.૪૫), આદિત્ય બિરલા કૅપિટલ (૧૨.૦૭ ટકા વધીને ૭૧.૦૫) અને ભારતી ઇન્ફ્રાટેલ (૧૧.૫૫ ટકા વધીને ૨૧૮.૭૫) હતા. ફ્યુચર રીટેલ ૧૦ ટકા ઘટીને ૧૧૮.૩૫ બંધ રહ્યો હતો. આ એક્સચેન્જમાં સૌથી વધુ ટર્નઓવર વોડાફોન આઇડિયા, તાતા મોટર્સ, રિલાયન્સ, ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસઇન્ડ બૅન્કમાં જોવા મળ્યું હતું.
સક્રિય સેક્ટરોમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, કૅપિટલ ગુડ્સ અને ઑટો શૅરો સામેલ હતા, જ્યારે બૅન્કિંગ, ફાઇનૅન્સ, મેટલ્સ અને એનર્જી સ્ટૉક્સમાં થોડા અંશે નફો અંકે કરવામાં આવ્યો હતો.
નિફ્ટીમાં ટાઇટન કંપની, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી ઇન્ફ્રાટેલ ટોચના વધનારા હતા અને હિન્દાલ્કો, ભારતી ઍરટેલ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ટોચના ઘટનારા હતા.
અદાણી ગ્રીન એનર્જીમાં બાવન સપ્તાહની નવી ટોચ
વોડાફોન આઇડિયા, પોલી મેડિક્યોર, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને જ્યુબિલન્ટ ફૂડ્સ વર્ક્સ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. અદાણી ગ્રીન એનર્જી ૫૭૩.૩૦ની સપાટીએ બંધ થયો હતો.
નવી માર્જિન સિસ્ટમના અમલને પગલે સીડીએસએલના શૅરનો ભાવ નવી ઊંચી સપાટીએ
દરમિયાન, સેબીએ માર્જિનને લગતા નવા નિયમો લાગુ કર્યા હોવાને પગલે એનએસઈમાં ૩૧ ઑગસ્ટથી સતત વૉલ્યુમ ઘટતું રહ્યું છે. જોકે આ જ નિયમને પગલે સીડીએસએલનો શૅર બુધવારે બાવન સપ્તાહની નવી ટોચે (૪૯૧ રૂપિયા) પહોંચીને ૪૮૩.૩૦ પર બંધ રહ્યો હતો. ગુરુવારે આ શૅર ૫૧૩.૯૦ની નવી બાવન સપ્તાહની ટોચે ઊછળ્યા બાદ પ્રૉફિટ બુકિંગને પગલે ૪૬૧.૯૦ બંધ રહ્યો હતો.
વિશ્લેષકોનું કહેવું છે કે સેબીએ માર્જિનને લગતા નવા નિયમો દાખલ કર્યા એને પગલે તથા એનએસડીએલની તુલનાએ વધુ માર્કેટ શૅરને કારણે અને ભવિષ્યમાં આવનારા મોટા પબ્લિક ઇશ્યુ (દા.ત. એલઆઇસી અને યુટીઆઇ)ને કારણે સીડીએસએલના શૅરમાં રોકાણકારોની રુચિ વધી છે. એમાં સક્રિય ડિમેટ અકાઉન્ટની સંખ્યા ૨.૫ કરોડ સુધી પહોંચી છે, જે એક સીમાચિહ્ન છે. સેબીના નિયમ મુજબ બ્રોકરોએ ચોક્કસ સૂચનાઓના આધારે શૅર પર કાનૂની પ્લેજ મૂકવી જરૂરી બને છે. પ્લેજ મૂકવા અને દૂર કરવાના કાર્ય માટે ડિપોઝિટરીઓ એટલે કે સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિ.) અને એનએસડીએલ (નૅશનલ સર્વિસીસ ડિપોઝિટરી લિ.) ચાર્જ લગાડે છે. આમ, સીડીએસએલની આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં એની આવક ૧૮.૭ ટકાના વાર્ષિક સંકલિત વૃદ્ધિદર સાથે ૭૨ કરોડ થવાની સંભાવના છે.
બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસીસમાં બીએસઈ-100 ઇન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ મિડ કૅપ ૦.૪૦ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૭૪ ટકા, બીએસઈ-200 ઇન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ-500 ઇન્ડેક્સ ૦.૧૫ ટકા, બીએસઈ ઑલ કૅપ ૦.૧૬ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૦૩ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ સેન્સેક્સ-50 ઇન્ડેક્સ ૦.૦૯ ટકા ઘટ્યો હતો. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૫૫ ટકા અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૨.૩૩ ટકા ઘટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં બેઝિક મટિરિયલ્સ ૦.૫૧ ટકા, સીડીજીએસ ૧.૦૧ ટકા, એફએમસીજી ૦.૫૭ ટકા, હેલ્થ કૅર ૦.૭૧ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૯૫ ટકા, આઇટી ૧.૫૧ ટકા, ટેલિકૉમ ૦.૭૮ ટકા, ઑટો ૦.૯૦ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૯૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૩.૩૭ ટકા, પાવર ૦.૧૦ ટકા અને ટેક ૧.૩૪ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ૦.૪૨ ટકા, મેટલ ૦.૮૬ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૨૭ ટકા, બૅન્કેક્સ ૧.૫૧ ટકા, યુટિલિટીઝ ૦.૩૭ ટકા, ફાઇનૅન્સ ૦.૯૪ ટકા અને એનર્જી ૦.૭૨ ટકા ઘટ્યા હતા.
ગઈ કાલે ‘એ’ ગ્રુપની ૪ કંપનીઓને ઉપલી અને 3 કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. ‘બી’ ગ્રુપની ૭૭ કંપનીઓને ઉપલી અને ૩૩ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૪૯૧ કંપનીઓમાંથી ૨૬૪ કંપનીઓને ઉપલી અને ૨૨૭ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
હાલ માર્કેટ રેન્જ બાઉન્ડ જણાય છે. નિફ્ટીમાં ૧૧,૮૦૦નું લેવલ તૂટે તો આખલાઓ ફરી જોર કરવા લાગશે એમ કહી શકાય. યુરોપ અને અમેરિકામાં તેજીતરફી રૂખ છે, પરંતુ ભારતમાં સર્વિસ સેક્ટરના આંકડાઓ નબળા આવ્યા એની અસર ભારતીય બજાર પર થઈ છે. આમ, ધીમે-ધીમે દેશની મેક્રોઇકૉનૉમિક સ્થિતિની અસર બજાર પર ઝીલાવા લાગી છે કે કેમ એવી ચર્ચા ચાલી રહી છે. આથી જ રોકાણકારોને સાવચેતીપૂર્વક સ્ટૉક સ્પેસિફિક ખરીદી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
એફઆઇઆઇનાં પાંખાં કામકાજ
ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ નેટ ૭.૭૨ કરોડની તથા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૨૦.૦૮ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૧,૦૭,૩૧૭.૫૫ કરાડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૩૯,૯૫૮ સોદાઓમાં ૧૧,૯૬,૫૫૫ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૮૨,૫૫૧ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨૪.૬૦ કરોડ રૂપિયાના ૧૫૯ સોદામાં ૨૭૧ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨૧,૬૦૩ સોદામાં ૬.૫૮,૧૧૦ કોન્ટ્રેક્ટ્સ સાથે ૬૪,૨૭૮.૦૦ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૮,૧૯૬ સોદામાં ૫,૩૮,૧૭૪ કોન્ટ્રેક્ટ્સ સાથે ૪૩,૦૧૪.૯૬ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 07:46 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK