આરબીઆઈના લિક્વિડિટી સંબંધિત પગલાની અસર શૅરબજારમાં જોવા મળી

Published: 9th October, 2020 16:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બીએસઈની લિસ્ટેડ કંપનીઓનું M-cap રૂ.160.68 લાખ કરોડની નવી ટોચે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલીસી કમિટી (MPC)ની મીટિંગમાં લેવાયેલા પગલાની અસર શૅરબજારમાં જોવા મળી હતી. આરબીઆઈએ વ્યાજદર યથાવત્ રાખ્યા હતા પરંતુ લિક્વિડિટી સંબંધિત અમૂક પગલા લેતા સતત સાતમાં સત્રમાં શૅરબજારમાં ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 326.82 પોઈન્ટ્સ વધીને 40,509.49ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 79.60 પોઈન્ટ્સ વધીને 11,914.20ના સ્તરે બંધ રહ્યો હતો.

બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઈઝેશન રેકર્ડ રૂ.160.68 લાખ કરોડ પહોંચ્યુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) અને ફાર્માસ્યુટિકલ્સના શૅર્સના ટેકે માર્કેટ કૅપિટલાઈઝેશન વધ્યું છે. આ પહેલા 17 જાન્યુઆરી, 2020ના રોજ એમ-કેપ રૂ.160.57 લાખ કરોડ પહોંચ્યું હતું.

સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક, એક્સિસ બૅન્ક, એસબીઆઈ, એચડીએફસી બૅન્કના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.42 ટકા ઘટ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.29 ટકા ઘટીને 14,966ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 2.83 ટકા, ફાઈ.સર્વિસ 1.88 ટકા, નિફ્ટી આઈટી 0.65 ટકા, પીએસયુ બૅન્ક 3.10 ટકા અને પ્રાઈવેટ બૅન્ક 2.60 ટકા વધ્યો હતો, જ્યારે રિયલ્ટી 1.62 ટકા, ફાર્મા 1.35 ટકા, મેટલ 0.51 ટકા, મીડિયા 0.86 ટકા અને એફએમસીજી સૂચકાંક 0.70 ટકા તેમ જ ઓટો 0.25 ટકા ઘટ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK