Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > TCSમાં માનસ બગડ્યું, એની પાછળ IT શૅર ને બજાર ઘટ્યાં

TCSમાં માનસ બગડ્યું, એની પાછળ IT શૅર ને બજાર ઘટ્યાં

12 January, 2019 09:09 AM IST |
Anil Patel

TCSમાં માનસ બગડ્યું, એની પાછળ IT શૅર ને બજાર ઘટ્યાં

TCSમાં માનસ બગડ્યું, એની પાછળ IT શૅર ને બજાર ઘટ્યાં


શૅરબજારનું ચલકચલાણું 

TCSના પરિણામોની સાથે જ અહીંથી જણાવ્યું હતું એમ શુક્રવાર બગડ્યો છે. TCSનો શૅર ગઈ કાલે અઢી ટકા જેવો ઘટી 1842 નજીક બંધ આવતાં માર્કેટકૅપની રીતે રોકાણકારોને 17,336 કરોડનું નુકસાન ગયું છે. TCS પાછળ IT સેક્ટરમાં પણ માનસ બગડ્યું હતું. ઇન્ફોસિસ બાયબૅક અને સ્પેશ્યલ ડિવિડન્ડની લૉલીપૉપને કારણે ઘટ્યાં પછી માંડ અડધા ટકા જેવો વધીને પરિણામ પૂર્વે બંધ આવ્યો હતો. પ્રારંભિક સુધારામાં આગલા બંધથી 108 પૉઇન્ટ વધ્યા પછી હળવી લપસણીની ચાલમાં સેન્સેક્સ ગઈ કાલે ઉપલા મથાળેથી પોણાચારસો પૉઇન્ટ ઘટી બે વાગ્યા પછી બેઠું થવાની કોશિશના પગલે છેવટે 97 પૉઇન્ટના ઘટાડે 36,010 નજીક તો નિફ્ટી 27 પૉઇન્ટની નરમાઈમાં 10,795 બંધ રહ્યો છે. સેન્સેક્સના 31માંથી 22 અને નિફ્ટીના 50માંથી 34 શૅર ડાઉન હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક સવાત્રણ ટકાની ખરાબીમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો હતો ત્યાર પછી અનુક્રમે તાતા મોટર્સ અને TCS હતા. હેવીવેઇટ્સ ITC બે ટકા ઊછળી ૨૯૫ રૂપિયા ઉપરના બંધમાં ટૉપ ગેઇનર બનતાં બજારને સર્વાધિક 49 પૉઇન્ટનો ફાયદો થયો હતો. પોણા ટકા જેવા સુધારામાં ONGC અને વેદાન્ત ત્યાર પછીના બેસ્ટ ગેઇનર હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિમાસિક પરિણામો 17 જાન્યુઆરીએ જાહેર થવાનાં છે. શૅર ગઈ કાલે નીચામાં 1089 થઈ અંતે પોણો ટકો ઘટીને 1098 રૂપિયા બંધ આવ્યો છે. TCSમાં ગઈ કાલનો ઘટાડો મોટો હોવાથી 6.91 લાખ કરોડના માર્કેટકૅપ સાથે એ બીજા ક્રમે આવી છે. 6.96 લાખ કરોડના માર્કેટકૅપથી રિલાયન્સ ફરી વાર નંબર વન બની છે.



દરમ્યાન બજાર બંધ થયા પછી ઇન્ફોસિસ દ્વારા શૅરદીઠ મહત્તમ 800 રૂપિયા સુધીના ભાવે 8260 કરોડ રૂપિયાનું બાયબૅક તેમ જ શૅરદીઠ ચાર રૂપિયાનું સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કરાયું છે. બજારની 4134 કરોડ રૂપિયાની એકંદર અપેક્ષા સામે ત્રિમાસિક નેટ પ્રૉફિટ 3610 કરોડ રૂપિયા આવ્યો છે. આવક 21,262 કરોડની ધારણા સામે 21,400 કરોડ રહી છે. ગઈ કાલના બંધ ભાવના મુકાબલે બાયબૅક પ્રાઇસ માંડ 17 ટકાનું પ્રીમિયમ સૂચવે છે. અગાઉ આ પ્રીમિયમ 24.6 ટકાનું હતું. બાયબૅકની સાઇઝ પણ ઘણી નાની છે. નફો બજારની ધારણા કરતાં સારો એવો ઓછો છે. થૅન્ક્સ ગોડ, ઇટ ઇઝ સેટર ડે. શનિવારે બજાર બંધ છે એટલે બચી ગયા. જોકે બે દિવસ પછી બજાર ખૂલવાની છે. સોમવારે બગડી શકે છે. ઇન્ફોસિસના નફામાં ઘટાડાની સાથે-સાથે ઑપરેટિંગ પ્રૉફિટ-માર્જિન પણ ઘટીને અઢી વર્ષની નીચી સપાટીએ આવી ગયું છે.


GST કાઉન્સિલની મીટિંગમાં જેની વાતો થતી હતી એવી કોઈ જ રાહત આવી નથી. સરવાળે રિયલ્ટી ઇન્ડેક્સ ગઈ કાલે દસેદસ શૅરની ખરાબીમાં દોઢ ટકો તરડાયો છે. સમગ્ર રિયલ્ટી ઉદ્યોગના 98 શૅરમાંથી ગઈ કાલે ફક્ત 30 શૅર પ્લસ હતા અને એમાં ફ્રન્ટલાઇન કે જાણીતી જાત એકેય ન હતી. TCSમાં બ્રોકરેજ હાઉસ દ્વારા ડાઉનગ્રેડિંગ

IT લીડર TCS તરફથી બજારની ધારણા કરતાં કમજોર ત્રિમાસિક પરિણામો જાહેર થયાં છે. ઑપરેટિંગ પ્રૉફિટ-માર્જિન આશરે એક ટકા જેવું ઘટીને 25.6 ટકા આવ્યું એનું સૌથી વધુ દુ:ખ જોવાઈ રહ્યું છે. છેલ્લાં છ ક્વૉર્ટરમાં પ્રથમ વાર આમ થયું છે. પરિણામો નબળાં આવતાં શૅરમાં બ્રોકરેજ હાઉસ તરફથી પ્રાઇસ ટાર્ગેટ ઘટાડવાની શરૂઆત થઈ છે. ઘ્ન્લ્ખ્એ 2500નું પ્રાઇસ ટાર્ગેટ ઘટાડી 2460, મેકવાયર દ્વારા 2345નું ટાર્ગેટ કટ કરીને 2291 રૂપિયા કરાયું છે. મૉર્ગન સ્ટૅનલીએ 2260નું ટાર્ગેટ જાળવ્યું છે. આ બધાની અસરમાં વ્ઘ્લ્નો ભાવ ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં નીચામાં 1936 થઈ અંતે અઢી ટકા ઘટીને 1842 રૂપિયા બંધ હતો. TCS પાછળ IT શૅરમાં પણ માનસ બગડતાં ઇન્ડેક્સ ૫૭માંથી 26 શૅરના સુધારા વચ્ચે 0.4 ટકા નરમ બંધ રહ્યો છે. અન્ય IT જાયન્ટ ઇન્ફોસિસનાં પરિણામો, સ્પેશ્યલ ડિવિડન્ડ તથા બાયબૅક માટે ર્બોડ-મીટિંગ શુક્રવારે મળવાની હતી. ઇન્ફીમાં બજારની એકંદરે ધારણા 21,262 કરોડ રૂપિયાની આવક તથા 4134 કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની રખાતી હતી. શૅર ગઈ કાલે સવાયા વૉલ્યુમમાં 680 નજીકના આગલા બંધ સામે ઉપરમાં 686 અને નીચામાં 673 થઈ અંતે અડધો ટકો વધી 684 રૂપિયા બંધ હતો. ઍપ્ટેક પરિણામના ઇન્તજાર વચ્ચે ગઈ કાલે સાત ગણા કામકાજમાં ઉપરમાં 205 થઈ નવ ટકાની તેજીમાં 199 હતો. નેલ્કો પાંચ ટકા, સુબેક્સ 2.8 ટકા અને કેલ્ટોન 4.8 ટકા અપ હતા. IT ઇન્ડેક્સના 18 શૅર ગઈ કાલે એક ટકાથી લઈ સાડાચાર ટકા ડાઉન હતા. માસ્ટેક, પર્સિસ્ટન્ટ, જેનેસિસ, રોલ્ટા, સિએન્ટ, મજેસ્કો, સિગ્નિટી, SQS, લાર્સન ઇન્ફોટેક, ૮K માઇલ્સ જેવી જાતો દોઢથી ચાર ટકા ઘટી હતી. ત્વ્નો ભાર ઉપરાંત ભારતી ઇન્ફ્રાટેલ, વિન્દ્ય ટેલિ, ભારતી ઍરટેલ, આઇડિયા, Rકૉમ, GTPL ઇત્યાદિ નરમ રહેતાં ટેલિકૉમ ઇન્ડેક્સ તથા વધુમાં જસ્ટ ડાયલ, DB કૉર્પ, સનટીવી, ટીવી-૧૮ જેવા શૅર ઘટતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ગઈ કાલે રેડ ઝોનમાં બંધ હતા.


કર્ણાટક બૅન્કનો નફો ૬૧ ટકા વધ્યો

ખાનગી ક્ષેત્રની કર્ણાટક બૅન્ક દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૬૧ ટકાના વૃદ્ધિદરથી ૧૪૦ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. ગ્રોસ NPA ઘટી છે. શૅર ઉપરમાં ૧૧૭ વટાવી અંતે અડધો ટકો વધી ૧૧૬ રૂપિયા બંધ આવ્યો છે. ગઈ કાલે બૅન્કેક્સ ૦.૪ ટકા અને બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા નરમ હતા. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ૮ શૅરના ઘટાડામાં એકાદ ટકો ડાઉન હતો. પરિણામના દિવસે આભાસી સુધારા બાદ ઇન્ડસઇન્ડ બૅન્ક સતત બીજા દિવસની નબળાઈમાં ૩.૩ ટકા ઘટીને ૧૫૧૫ રૂપિયા બંધ રહ્યો છે. યસ બૅન્ક દોઢ ટકા, સ્ટેટ બૅન્ક ૦.૭ ટકા, ICICI બૅન્ક અડધો ટકો નરમ હતા. ઍક્સિસ બૅન્ક અડધો ટકો તથા HDFC નહીંવત્ પ્લસ હતા. બંધન બૅન્ક પરિણામ બિન-પ્રોત્સાહક હોવા છતાં આગલા દિવસે વધ્યા પછી ગઈ કાલે ૩.૭ ટકા ગગડી ૪૫૪ રૂપિયા હતો. ગૃહ ફાઇનૅન્સ અડધા ટકાની આગેકૂચમાં ૨૪૨ રૂપિયા રહ્યો છે. બૅન્ક ઑફ બરોડા, સિન્ડિકેટ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ-સિંધ બૅન્ક બેથી પોણાત્રણ ટકા ઢીલા હતા. વિશ્વ સ્તરે હોલસેલ્સ વેચાણ ઘટવાના પગલે તાતા મોટર્સ ચાર દિવસના સુધારા બાદ ગઈ કાલે ૨.૮ ટકા ઘટી ૧૮૦ રૂપિયા બંધ રહ્યો છે. ગ્લ્ચ્નો ઑટો ઇન્ડેક્સ પણ ૧૬માંથી ૧૫ શૅરની નરમાઈમાં પોણો ટકો ડાઉન હતો. મારુતિ સુઝુકી, મહિન્દ્ર, હીરો મોટોકૉર્પ, અશોક લેલૅન્ડ અડધાથી એક ટકો ડાઉન હતા. બજાજ ઑટો, આઇશર અને વ્સ્લ્ મોટર્સ સાધારણ વધઘટમાં હતા. બંધન બૅન્કમાં બ્રોકિંગ હાઉસ મેકવાયર દ્વારા ૫૬૦નું ટાર્ગેટ ઘટાડી ૪૦૦ રૂપિયા કરાયું છે.

આ પણ વાંચોઃ સરકારને જવાબ આપવા રિઝર્વ બૅન્ક બંધાયેલી છે : બિમલ જાલન

હિમાચલ ફ્યુચરિસ્ટિક્સ નવા ઑર્ડરમાં મજબૂત

હિમાચલ ફ્યુચરિસ્ટિક્સને ભારત નેટ-ફેઝ-ટૂ પ્રોજેક્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયાનો ઑપ્ટિક ફાઇબર કેબલનો નવો ઑર્ડર મળતાં શૅર સુધારાને આગળ ધપાવતાં સાડાત્રણ ગણા વૉલ્યુમે ગઈ કાલે ઉપરમાં ૨૫ થઈ અંતે ૭ ટકાની તેજીમાં ૨૪.૮૦ રૂપિયા બંધ હતો. નાણાભીડના પગલે અસ્તિત્વ જોખમમાં છે એ જેટ ઍરવેજ ત્રણ દિવસની નરમાઈ પછી તાતા ગ્રુપ સાથે હિસ્સો વેચવા ફરીથી વાતચીત માટે તૈયાર થઈ હોવાના અહેવાલથી ગઈ કાલે ૪.૭ ટકા ઊછળી ૨૫૩ રૂપિયા હતો. મંદીમાં સપડાયેલો તાતા સ્ટીલ ગઈ કાલે ૪૭૨નું દોઢ વર્ષનું નવું નીચું બૉટમ બતાવી છેલ્લે સવા ટકા ઘટીને ૪૭૫ હતો. એનો PP એટલે કે પાર્ટલી પેઇડઅપ શૅર દસ ટકાની એક વધુ નીચલી સર્કિટમાં ૪૮ રૂપિયાના નવા ઑલટાઇમ તળિયે બંધ આવ્યો છે. આ કાઉન્ટરનો વર્ષનો ઊંચો ભાવ ૧૮૪ રૂપિયા હતો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોમ્પ્રેસ બાયો ગૅસ ક્ષેત્રે પદાર્પણ થવાના પગલે શૅર તેજીની આગેકૂચમાં ૧૬૧ રૂપિયાની સવાદસ વર્ષની નવી ટૉપ બતાવી અંતે સવાનવ ટકા ઊછળી ૧૫૦ રૂપિયા બંધ રહ્યો છે. એવરેડીમાં લાર્જેસ્ટ શૅરહોલ્ડર વિલિયમસન મેગોર દ્વારા ૪૫ ટકા હોલ્ડિંગ વેચવાની હિલચાલ શરૂ થતાં શૅર ઉપરમાં ૨૧૪ થઈ અંતે ૧૨.૭ ટકાના જમ્પમાં ૨૦૪ રૂપિયા હતો. વૉલ્યુમ ૯૦ ગણું હતું.

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2019 09:09 AM IST | | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK