Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હવે ટૅક્સ-ફ્રી બૉન્ડ્સ ઑફરની લાગશે કતાર

હવે ટૅક્સ-ફ્રી બૉન્ડ્સ ઑફરની લાગશે કતાર

29 December, 2011 05:48 AM IST |

હવે ટૅક્સ-ફ્રી બૉન્ડ્સ ઑફરની લાગશે કતાર

હવે ટૅક્સ-ફ્રી બૉન્ડ્સ ઑફરની લાગશે કતાર




જયેશ ચિતલિયા





મુંબઈ, તા. ૨૯

આ વખતે લાંબા સમય બાદ સરકારનાં સાહસો તરફથી આવાં સાધનોની કતાર નીકળી પડવાની શક્યતા જણાય છે જેના પ્રથમ પુરાવારૂપે નૅશનલ હાઇવે ઑથોરિટીઝ ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)નાં બૉન્ડ બજારમાં (૨૮ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) આવી ગયાં છે, જ્યારે હાઉસિંગ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ કૉર્પોરેશન (હુડકો) અને ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ કૉર્પોરેશન તેમ જ પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન પણ પોતાનાં બૉન્ડ ઑફર કરવા સજ્જ થઈ રહ્યાં છે. આશરે ૨૦૦૩માં રિઝર્વ બૅન્કે પોતાનાં રિલીફ બૉન્ડ ઑફર કર્યા હતાં, જેમાં ૬.૫ ટકા ટૅક્સ-ફ્રી વ્યાજ ઑફર કરવામાં આવ્યું હતું. આમ આવાં સરકારી સાહસોનાં બૉન્ડની ખાસિયત એ હોય છે કે એમાં કરમુક્ત વ્યાજ ઑફર થાય છે. એને લીધે ઊંચી આવક ધરાવતા વર્ગને થોડી રાહત થાય છે અને સામાન્ય રોકાણકારોને પણ સલામતી સાથે બહેતર વળતરનો વિકલ્પ મળે છે. ચાલો, આવાં બૉન્ડના મહત્વને અને એમાં રોકાણ કરવાથી ઉપલબ્ધ થતા લાભોને સમજીએ.



એનએચએઆઇ દ્વારા ઑફર થયેલાં બૉન્ડ મારફત એ આશરે દસ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેનો ઉપયોગ દેશના વિવિધ હાઇવે પ્રકલ્પ માટે થશે.

વ્યાજ શું મળશે?


આ બૉન્ડ દસ વર્ષ અને પંદર વર્ષ એમ બે સમયગાળા માટે છે, જેમાં દસ વર્ષ માટે બૉન્ડ પર રોકાણકારને વાર્ષિક ૧૦.૨ ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે, જ્યારે પંદર વર્ષ માટે વાર્ષિક ૧૦.૩૦ ટકાના દરે વ્યાજ મળશે. એની સલામતીની ઊંચી ખાતરી આપતી બાબત એ છે કે આ બૉન્ડને વિવિધ રેટિંગ એજન્સીઓ તરફથી ખ્ખ્ખ્ જેવું શ્રેષ્ઠતમ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વ્યાજ કરમુક્ત હશે. જોકે રોકાણકાર આમાં રોકાણ કરશે તે રકમ પર નહીં, પરંતુ જે વ્યાજ મેળવશે એ રકમ કરમાંથી સીધેસીધી અને પૂરેપૂરી બાદ મળશે. દાખલા તરીકે તમે જો બૉન્ડ પર વર્ષે આઠ હજાર રૂપિયા વ્યાજની આવક કરી તો એ પૂરેપૂરી રકમ કરમુક્ત હશે. અહીં એ સમજવું મહત્વનું છે કે જે કરદાતા ૧૦ ટકાના સ્લૅબમાં હશે તેમને આ બૉન્ડ મારફત ૯.૨૫ ટકા જેટલું વળતર છૂટશે, જે ૨૦ ટકાના સ્લૅબમાં હશે તેમને ૧૦.૪૫ ટકા વળતર અને ૩૦ ટકાના સ્લૅબમાં હોય તેમને ૧૨.૦૧ ટકા જેટલું વળતર છૂટશે. હાલમાં આવું વળતર સલામતી સાથે અન્ય મળવું કઠિન છે.

કોને કેટલી ઑફર?

આ બૉન્ડ-ઇશ્યુના ૪૦ ટકા હિસ્સો કૉર્પોરેટ્સ તેમ જ નાણાસંસ્થાઓ માટે અનામત છે, જ્યારે ૩૦ ટકા ઑફર હાઇ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ માટે છે અને બાકીના ૩૦ ટકા ઑફર જાહેર જનતા માટે છે જે પ્રમાણસરના ધોરણે ફાળવવામાં આવશે.

કોણ અરજી કરી શકે?

બૉન્ડ માટે વ્યક્તિગત રોકાણકાર, એચયુએફ (હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી), એનઆરઆઇ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ), નાણાસંસ્થાઓ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો, વીમાકંપનીઓ, મ્યુચ્યુઅલ ફન્ડો, પેન્શનફન્ડ, કૉર્પોરેટ્સ, પાર્ટનરશિપ ફર્મ અને લિમિટેડ લાયાબિલિટીઝ ફર્મ અરજી કરી શકે છે.

લૉક-ઇન પિરિયડ નહીં

આ બૉન્ડ પર કોઈ લૉક-ઇન પિરિયડ લાગુ નથી, પરંતુ કોઈ બાયબૅક ફૅસિલિટી પણ નથી. રોકાણકારો એક્સચેન્જ પર લિસ્ટિંગ બાદ ગમે ત્યારે એની ખરીદી કે વેચાણ કરી શકે છે. બૉન્ડ દસ વર્ષ માટે કે પંદર વર્ષ માટે રાખવા એની ચૉઇસ આપવામાં આવી છે

વેલ્થ અને અન્ય ટૅક્સ પર અસર આ બૉન્ડ જો તમે છેલ્લે સુધી જાળવી રાખો તો તમારે એના પર કોઈ વેલ્થ-ટૅક્સ ભરવાનો નહીં આવે, પરંતુ જો તમે વચ્ચેના સમયગાળામાં આ બૉન્ડ બજારમાં વેચી દો તો તમારે એના પર અસરકારક દરે કૅપિટલ ગેઇન ટૅક્સ ભરવાનો થશે. હા, બૉન્ડ પરના વ્યાજને ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ ર્સોસ) પણ લાગુ નહીં પડે. જોકે સરકાર ડાયરેક્ટ ટૅક્સ કોડ લાવે ત્યારે આ લાભ ચાલુ રાખશે એવી આશા રાખીએ.

મિનિમમ રોકાણ


આ બૉન્ડમાં લઘુતમ રોકાણ પચાસ હજાર રૂપિયાનું કરવાનું રહેશે. એનું લિસ્ટિંગ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર થશે, જ્યાં એમાં લે-વેચ થઈ શકશે. અલબત્ત, આ કામકાજ માત્ર ડીમૅટ સ્વરૂપે થશે, પરંતુ બૉન્ડ ફિઝિકલ અને ડીમૅટ બન્ને સ્વરૂપે ઉપલબ્ધ થશે.

લૉક-ઇન પિરિયડ નહીં

આ બૉન્ડ પર કોઈ લૉક-ઇન પિરિયડ લાગુ નથી, પરંતુ કોઈ બાયબૅક ફૅસિલિટી પણ નથી. રોકાણકારો એક્સચેન્જ પર લિસ્ટિંગ બાદ ગમે ત્યારે એની ખરીદી કે વેચાણ કરી શકે છે. બૉન્ડ દસ વર્ષ માટે કે પંદર વર્ષ માટે રાખવા એની ચૉઇસ આપવામાં આવી છ

અલૉટમેન્ટની ખાતરી મળે?


આ ઇશ્યુના પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન અરજી કરનારને કમસે કમ અમુક ફાળવણી તો થશે જ, પરંતુ એ પછી ઇશ્યુ ખુલ્લો રહ્યો અને કોઈ અરજી કરશે તો તેને પ્રમાણસરની ફાળવણી માર્ગે બૉન્ડ મળે ન મળે એમ બની શકે. અલબત્ત, આવું તો ઇશ્યુ ખૂબ જ વધુપડતો છલકાઈ જાય તો જ સંભવ બને, પરંતુ વહેલી અરજી કરનારને ફાળવણીની સંભાવના વધી જશે એમ કહેવાય છે. ઇશ્યુનું કદ આમ તો પાંચ હજાર કરોડ રૂપિયાનું છે,  પણ વધુ ભરાઈ જવાના કિસ્સામાં એને મહત્તમ દસ હજાર કરોડ રૂપિયાનું ભરણું સ્વીકારવાની છૂટ છે. Whatsapp-channel Whatsapp-channel

29 December, 2011 05:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK