ટાટા પાવર સ્કિલ ડેવલોપમેન્ટ ટીમે ગુજરાતના 3372 લોકોને તાલીમ આપી

મુંબઈ | Jun 07, 2019, 18:21 IST

ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI) ટાટા પાવરની કામગીરીનાં ક્ષેત્રોમાં અને એની આસપાસ વસતાં સમુદાયોમાં વસતાં લોકોને ઉદ્યોગ માટે, ખાસ કરીને વીજ અને આનુષંગિક ક્ષેત્રોમાં જરૂરી કુશળતા સાથે લોકોને સક્ષમ બનાવવા અને રોજગાર વધારવાના પ્રયાસ કરે છે

ટાટા પાવર ટ્રેનીંગ સેન્ટર
ટાટા પાવર ટ્રેનીંગ સેન્ટર

ટાટા કંપની હંમેશા દેશની સેવા માટે આગળ રહે છે. ત્યારે આ કંપનીએ ફરી તેનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI) ટાટા પાવરની કામગીરીનાં ક્ષેત્રોમાં અને એની આસપાસ વસતાં સમુદાયોમાં વસતાં લોકોને ઉદ્યોગ માટે, ખાસ કરીને વીજ અને આનુષંગિક ક્ષેત્રોમાં જરૂરી કુશળતા સાથે લોકોને સક્ષમ બનાવવા અને રોજગાર વધારવાના પ્રયાસ કરતું રહે છે. TPSDIએ ભારતભરમાં પાંચ સ્કિલિંગ હબ ધરાવે છે. એનું એક કેન્દ્ર ગુજરાતમાં મુન્દ્રામાં છે, જેમાં ગયા નાણાકીય વર્ષમાં એપ્રિલ, 2018થી માર્ચ, 2019 સુધીમાં 3372 લોકોને તાલીમ આપવામાં આવી હતી.

Tata Power Training Center

ભારતમાં 2040 સુધીમાં વીજળીની માંગ વધશે

ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને એની સાથે વીજળી માટેની માગમાં વધારો થઈ રહ્યો છે. એક ધારણા મુજબ, ભારતમાં વર્ષ 2040 સુધીમાં વીજળીની માગ વધીને હાલ કરતાં ત્રણ ગણી થઈ જશે. આ ઝડપી વૃદ્ધિનું વ્યવસ્થાપન કરવા અને એને ઝડપથી પૂર્ણ કરવા વીજળી અને આનુષંગિક ક્ષેત્રોને તૈયાર ઉપલબ્ધ કુશળ વર્કફોર્સની જરૂર પડશે. TPSDIની કૌશલ્ય આધારિત તાલીમનો ઉદ્દેશ આ માગ પૂર્ણ કરવાનો છે. ભારત સરકારે પણ વર્ષ 2022 સુધીમાં સોલરમાંથી 100 ગીગાવોટ અને પવન ઊર્જામાં 60 ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. પર્યાવરણને અનુકૂળ અને નવીનીકરણ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતને સૌર અને પવન ઊર્જાનાં ક્ષેત્રોમાં સારી રીતે તાલીમબદ્ધ વર્કફોર્સની જરૂર પડશે. સંસ્થા સૌર અને પવન ઊર્જામાં વિવિધ અભ્યાસક્રમો પણ ઓફર કરે છે, જે લોકોને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કામ કરવામાં કુશળ હશે.

 

TPSDIએ ટાટા પાવરનાં કર્મચારીઓને તાલીમ આપી છે. ટાટા ગ્રૂપમાં અન્ય સંસ્થાઓ એન્જિનીયરિંગ કોલેજોમાં શૈક્ષણિક જાણકારી અને ઉદ્યોગમાં માગ હોય એવી કુશળતાઓ વચ્ચે સેતરૂપ બનવા અભ્યાસક્રમો ઓફર કરે છે તેમજ બેરોજગાર યુવાનોને તાલીમ આપે છે. સંસ્થા માટે આ વિસ્તૃત કામગીરીનાં ભાગરૂપે TPSDI-મુન્દ્રા ટાટા પાવરનાં 3150 કર્મચારીઓ તથા એન્જિનીયરિંગ અને ડિપ્લોમા કોલેજો અને આઇટીઆઈમાંથી 218 યુવાનોને કૌશલ્ય પ્રદાન કર્યું છે.

આ પણ જુઓ : GQ બેસ્ટ ડ્રેસ એવોર્ડમાં કેટરીનાએ પહેર્યો થ્રી પીસ પાવર સૂટ, જુઓ તસવીરો

ટાટા પાવર દેશમાં ગુજરાત સહીત ત્રણ રાજ્યોમાં ટ્રેનીંગ સેન્ટર ચલાવે છે

TPSDI મહારાષ્ટ્ર, ગુજરાત અને ઝારખંડમાં પાંચ ટ્રેનિંગ હબ ધરાવે છે, જેમાં નાણાકીય વર્ષ 2018-19માં 119 અભ્યાસક્રમોમાં 16,483 લોકોને તાલીમ આપવામાં આવી છે. TPSDI એ એનાં લાયકાત ધરાવતાં ટ્રેઇનીમાંથી એનાં વિવિધ 92 ટકા એમ્પ્લોયર્સ સાથે પ્લેસેમેન્ટની વ્યવસ્થા પણ કરી છે, જે સંસ્થાનાં ઉદ્યોગ માટે સજ્જ અને રોજગારદક્ષ કુશળતાનાં સંસ્થાનાં દાવાની પ્રસ્તુતતાનો પુરાવો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK