તાતા મોટર્સ મિની ટ્રકની ઉત્પાદનક્ષમતા વધારશે

Published: Dec 25, 2011, 05:30 IST

તાતા મોટર્સ લાઇટ કમર્શિયલ વેહિકલ-મિની ટ્રક એસનું ઉત્પાદન પંતનગર પ્લાન્ટમાં આગામી વર્ષથી એક લાખ નંગ જેટલું વધારશે. એસ વાહનોના વેચાણમાં વાર્ષિક ૩૦થી ૪૦ ટકાનો વધારો થઈ રહ્યો છે.

 

કંપની ૨૦૧૨ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ઉત્પાદનક્ષમતા વધારીને ૪.૫૦ લાખ વાહનોની કરશે. છ મહિના અગાઉ કૅપેસિટી ૨.૫૦ લાખ વાહનોથી વધારીને ૩.૫૦ લાખ વાહનોની કરવામાં આવી હતી. વિસ્તરણ પાછળ ૮૦થી ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

કર્ણાટકના ધારવાડમાં કંપનીનો જે પ્લાન્ટ છે ત્યાં એસ મિની ટ્રકના અન્ય વેરીઅન્ટ એસઝિપ અને મૅજિક આઇરીસના ઉત્પાદન માટે એકમ સ્થાપવામાં આવશે. એમાં જાન્યુઆરીથી ઉત્પાદન શરૂ થશે. પ્રારંભિક તબક્કામાં પ્રોડક્શન કૅપેસિટી ૯૦,૦૦૦ વાહનોની રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK