ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધ્યું

Published: Dec 26, 2011, 05:37 IST

ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનના રિપોર્ટ મુજબ ઑક્ટોબરથી શરૂ થયેલા નવા વર્ષમાં અત્યાર સુધી ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધીને ૪૫.૮૪ લાખ ટન થયું છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૩૮.૬૩ લાખ ટન થયું છે.


ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૮.૫૫ લાખ ટનથી ૫૦ ટકા વધીને ૧૨.૮૫ લાખ ટન થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉત્પાદન ૧૬.૨૫ લાખ ટનથી માત્ર ૧૮.૭૦ ટકા વધીને ૧૭.૫૦ લાખ ટન થયું છે. કર્ણાટકમાં ઉત્પાદન ૭.૩૫ લાખ ટનથી વધીને ૮.૨૫ લાખ ટન થયું છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનનો અંદાજ છે કે ચાલુ વર્ષમાં ખાંડનું ઉત્પાદન ૨૬૦ લાખ ટન જેટલું થશે. સરકારનો અંદાજ ૨૪૬થી ૨૫૦ લાખ ટનનો છે. ખાંડનો વપરાશ ૨૨૦ લાખ ટન જેટલો રહેવાની ગણતરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK