બજેટનાં દિવસે શનિવાર હોવા છતાં શૅરબજાર ચાલુ

Updated: Jan 22, 2020, 19:05 IST

બજેટ 2020 શનિવારે જાહેર થવાનું હોવા છતાં પણ શૅરબજાર કામગીરી યથાવત્ ચાલુ રહેશે. શનિ-રવિમાં ખાસ સંજોગો હોય તો જ શૅરબજાર ચાલુ રહેતા હોય છે.

બીએસઇની કામગીરી બજેટનાં દિવસે શનિવાર છતાં ચાલુ
બીએસઇની કામગીરી બજેટનાં દિવસે શનિવાર છતાં ચાલુ

1લી ફેબ્રુઆરી 2020નાં રોજ નાણાં મંત્રી નિર્મલા સિતારામન યુનિયન બજેટ રજુ કરશે. આ દિવસે શનિવાર હોવા છતાં પણ બીએસઇએ જાહેર કરેલા એક સર્ક્યુલર અનુસાર શૅરબજારનું કામકાજ યથાવત્ ચાલુ રહેશે. ખાસ સંજોગો હોય તો જ શૅરબજાર શનિવાર કે રવિવારે ચાલુ રખાય છે. મોટે ભાગે વિકેન્ડમાં શૅરબજાર બંધ જ હોય છે.

નિર્મલા સિતારામન 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બીએસઇએ જાહેર કરેલા સર્ક્યુલર અનુસાર સવારે 9 વાગ્યાથી બપોરે 3.30 સુધી શૅરબજારની કામગીરી ચાલુ રહેશે.

શૅરબજારનાં સુત્રો અનુસાર બજારનાં ભાગીદારોનાં આગ્રહને વશ થઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટમાં ઘણી એવી જાહેરાતો થાય છે જેનાથી શૅરબજારની દિશા પલટાય છે .

આ પહેલા 2015માં તત્કાલીન નાણા મંત્રી અરુણ જેટલીએ 28મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કર્યું ત્યારે સ્ટૉક એક્સચેન્જ શનિવાર હોવા છતાં ચાલુ રહ્યા હતાં.

એક સમય હતો જ્યારે બજેટ સાંજે 5 વાગ્યાથી લઇને સવારે 11 વાગ્યા સુધી ચાલતું જે સમય 2001માં બદલવામાં આવ્યો. ત્યારથી શૅરબજારની કામગીરી બજેટ વખતે તેના નિયત સમયે જ ચાલે છે. આ વર્ષે લોકોને બજેટ પાસેથી ઘણી આશાઓ છે. મધ્યમ વર્ગને આશા છે કે પાંચ લાખ સુધીની આવક પર કર મુક્તિ મળશે. કંપનીઓને આશા છે કે કોર્પોરેટ ટેક્સમાં હજી કાપ મુકાશે અને તે 15 પ્રતિશત કરી નખાશે. રોજગારીની તકોને લઇને પણ સરકાર બજેટમાં મોટી જાહેરાતો કરે તેવી વકી છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK