શૅરબજારમાં 11 વર્ષમાં સૌથી મોટો ઉછાળો : ઇન્ડેક્સ હેવીવેઇટમાં ભારે ખરીદી

Published: Apr 08, 2020, 12:44 IST | Stock Talk | Mumbai

કોરોના વાઇરસના નવા કેસ ઘટી રહ્યા છે એવા સંકેત વચ્ચે સોમવારે અમેરિકન શૅરબજાર અને મંગળવારે એશિયા અને યુરોપનાં બજારોમાં જોવા મળેલી તેજીના ભારતીય શૅરબજારમાં પણ છેલ્લાં ૧૧ વર્ષમાં એક જ દિવસમાં જોવા મળેલો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો.

બીેએસઈ
બીેએસઈ

કોરોના વાઇરસના નવા કેસ ઘટી રહ્યા છે એવા સંકેત વચ્ચે સોમવારે અમેરિકન શૅરબજાર અને મંગળવારે એશિયા અને યુરોપનાં બજારોમાં જોવા મળેલી તેજીના ભારતીય શૅરબજારમાં પણ છેલ્લાં ૧૧ વર્ષમાં એક જ દિવસમાં જોવા મળેલો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. આજની બજારમાં બૅન્કિંગ અને નાણાકીય સેવાઓના શૅર સૌથી વધુ વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા. આજે વિદેશી અને સ્થાનિક સંસ્થાઓની ખરીદી જોવા મળી હતી અને એવું લાગી રહ્યું હતું કે વાઇરસની અસરના કારણે મંદીમાં પડેલા શૅરબજારમાં હવે મંદીનો દોર પૂરો થયો.

સત્રના અંતે સેન્સેક્સ ૨૪૭૬.૨૬ પૉઇન્ટ કે ૮.૯૭ ટકા વધી ૩૦,૦૬૭.૨૧ અને નિફ્ટી ૭૦૮.૪૦ પૉઇન્ટ કે ૮.૭૬ ટકા વધી ૮૭૯૨.૨૦ની સપાટીએ બંધ આવ્યા હતા. આ ઇન્ડેક્સમાં આવેલા મે ૨૦૦૯ પછીના સૌથી મોટા ઉછાળા હતા. સેન્સેક્સની બધી ૩૦ કંપનીઓ વધીને બંધ આવી હતી, તેમાંથી ૧૪ કંપનીઓ એવી હતી કે જેમાં વૃદ્ધિ ૧૦ ટકા કરતાં વધારે હતી. નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી ૨૧ના ભાવ ૧૦ ટકા કે તેનાથી વધારે વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા.

સેન્સેક્સ કંપનીઓમાં બૅન્કિંગ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલીવર ૧૩.૫૧ ટકા, મારુતિ સુઝુકી ૧૩.૪૧ ટકા, એચસીએલ ટેક ૧૨.૪૨ ટકા, નેસ્લે ૧૨.૧૪ ટકા, બજાજ ઑટો ૧૨.૦૫ ટકા અને રિલાયન્સ ૧૧.૮૯ ટકા વધીને બંધ આવ્યા હતા.

નિફ્ટી બૅન્ક ૧૦.૫ ટકા વધ્યો હતો જે મે ૨૦૦૯ પછીનો સૌથી મોટો ઉછાળો હતો. નિફ્ટી સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩.૫ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૫.૩ ટકા વધીને બંધ આવ્યા હતા. નિફ્ટી ફાર્મા ૧૦.૪ ટકા, નિફ્ટી એફએમઈજી ૮ ટકા વધ્યા હતા જે મે ૨૦૦૯ પછીનો સૌથી મોટો ઉછાળો હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ પણ ૯.૪ ટકા વધ્યો હતો જે છેલ્લાં દોઢ વર્ષનો સૌથી મોટો ઉછાળો છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે બધા જ ઇન્ડેક્સ વધીને બંધ આવ્યા હતા જેમાં બૅન્કિંગ, ફાર્મા, મેટલ્સ અને ઑટોમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૧૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૯૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૩૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૭૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૨૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૮૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૨૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૯૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૪.૧૩ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૫.૪૦ ટકા વધ્યા હતા. મંગળવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઈઝેશન ૭,૯૪,૭૦૨ કરોડ વધી  ૧૧૬.૩૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

વિદેશી રોકાણની વ્યાખ્યાનો લાભ મળ્યો

એમએસસીઆઇ ઇન્ડેક્સમાં વિદેશી રોકાણકારોની ગણતરીમાં ફેરફાર અંગે જલદી ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. આ ગણતરીમાં અત્યારે ડિપોઝિટરી રિસિપ્ટને કાઢી નાખવામાં આવે તેવી શક્યતા છે જેથી વિદેશી હિસ્સો ગણવાની પદ્ધતિ બદલાઈ જશે અને તેના કારણે એમએસસીઆઇ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં વધારે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે. વર્તમાન ભાવે આ રોકાણ લગભગ ૧.૩ અબજ ડૉલર કે ૮૯૦૦ કરોડ રૂપિયા થાય તેવી શક્યતા છે. આ ફેરફારમાં સૌથી વધુ ફાયદો બૅન્કિંગ અને ફાઇનૅન્સ ક્ષેત્રની કંપનીઓને થશે એવી ગણતરી છે એટલે આજે સંયોગ રીતે બજારમાં સેન્ટિમેન્ટ સુધરેલા હતા તેની સાથે આ ચર્ચા પણ થતાં બૅન્કિંગ અને ફાઇનૅન્સ કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી.

ફાર્મા કંપનીઓમાં ૧૧ વર્ષની સૌથી મોટી તેજી

ફાર્મા કંપનીઓના શૅરમાં આજે ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આજે ૧૦.૪૩ ટકા વધી ૮૧૨૯.૧૫ બંધ આવ્યો હતો. છેલ્લા બે સત્રમાં તેમાં ૧૫.૬૯ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ભારત સરકારે કેટલીક ફાર્મા ચીજોની નિકાસ કરવાની પરવાનગી આપી હોવાથી કંપનીઓમાં ખરીદી જોવા મળી રહી હતી. કંપનીઓમાં ઓરોબિંદો ફાર્મા ૧૬.૫૨ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧૪.૬ ટકા, કેડિલા હેલ્થ ૧૩.૬૨ ટકા, સન ફાર્મા ૧૦.૯૬ ટકા, ઇપ્કા લેબ ૧૦.૦૬ ટકા, સિપ્લા ૯.૫૪ ટકા, ડીવીઝ લૅબ ૮.૦૭ ટકા, વૉકહાર્ટ ૭.૯૯ ટકા, લુપીન ૬.૯૧ ટકા, ગ્લેનમાર્ક ૬.૮૪ ટકા, અબોટ ઇન્ડિયા ૫.૬૬ ટકા, સ્ટ્રાઈડ ફાર્મા ૩.૩ ટકા, અલ્કેમ લૅબ ૨.૬૩ ટકા અને ગ્લેક્સો ૧.૮૭ ટકા વધીને બંધ આવ્યા હતા.

બૅન્કિંગ પણ ૧૧ વર્ષમાં સૌથી વધુ ઊછળ્યું

વર્તમાન વેચવાલીમાં બૅન્કિંગ અને નાણાકીય સેવાઓના શૅરમાં સૌથી વધારે વેચવાલી હતી. છેલ્લે બે સત્રમાં વધુ ૯.૯૦ ટકા ઘટેલા નિફ્ટી બૅન્કમાં નીચલા મથાળે ભારે ખરીદી જોવા મળતાં નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ આજે ૧૦.૪૨ ટકા વધી ગયો હતો જે છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી મોટો ઉછાળો છે.

સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૬.૧૫ ટકા, પંજાબ અૅન્ડ સિંધ બૅન્ક ૩.૭ ટકા, કૅનેરા બૅન્ક ૩.૧૫ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૪૬ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૧૫ ટકા અને આઇડીબીઆઇ બૅન્ક ૧.૭૯ ટકા વધીને બંધ આવ્યા હતા. ખાનગી બૅન્કોમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૨૨.૬ ટકા વધ્યો હતો જે નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળા સાથે બંધ આવેલો શૅર હતો. આ ઉપરાંત એક્સીસ બૅન્ક ૧૯.૪૧ ટકા, એચડીએફસી બૅન્ક ૧૦.૧૮ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૫ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૩.૬૨ ટકા, ફેડરલ બૅન્ક ૭.૦૧ તક, આરબીએલ ૪.૭૩ ટકા, સિટી યુનિયન ૧.૯૦ ટકા અને યસ બૅન્ક ૧.૮૭ ટકા વધીને બંધ આવ્યા હતા.

અન્ય શૅરોમાં વધઘટ

બજાજ ફાઇનૅન્સ આજે ૨.૦૭ ટકા વધીને બંધ આવ્યો હતો. માર્ચ મહિનામાં લૉકડાઉનના કારણે કંપનીના નવા ગ્રાહકોની સંખ્યા ૨૨ ટકા ઘટીને બંધ આવી હોવાની કંપનીની જાહેરાત પછી શૅરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. એક મોટો ઓર્ડર મળ્યો હોવાની જાહેરાત બાદ લાર્સન અૅન્ડ ટુબ્રોના શૅર આજે ૩.૪૬ ટકા વધીને બંધ આવ્યા હતા. જેએસડબ્લ્યુ સ્ટીલના શૅર ઉત્પાદન પાંચ ટકા ઘટ્યું હોવા છતાં ૧૩.૪૦ ટકા વધ્યા હતા. પોતાની પેટા કંપની સાંગયોંગમાં નવું મૂડીરોકાણ ઘટાડશે એવી જાહેરાત સાથે મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્રના શૅર ૧૪.૪૪ ટકા વધ્યા હતા. જપાનની જીકા સાથે ૨.૫ કરોડ ડૉલરનું નાણાભંડોળ મેળવવા અંગે કરાર કર્યા હોવાથી પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સના શૅર ૪.૧૫ ટકા વધ્યા હતા. વેચાણ ૧૯.૮ ટકા ઘટ્યું હોવા છતાં શોભા લિમિટેડના શૅર ૧૦ ટકાની તેજીની સર્કિટ સાથે બંધ આવ્યા હતા. 

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK