Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક બજારોને અનુસરીને ભારતીય બજાર ઘટ્યું

વૈશ્વિક બજારોને અનુસરીને ભારતીય બજાર ઘટ્યું

18 February, 2021 02:01 PM IST | Mumbai
Stock Talk

વૈશ્વિક બજારોને અનુસરીને ભારતીય બજાર ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સમગ્ર વિશ્વમાં નવી ઊંચાઈએ પહોંચેલાં શૅરબજારોમાં હવે પ્રૉફિટ બુકિંગનું વાતાવરણ રચાઈ રહ્યું હોય એમ બુધવારે લગભગ બધા ઇન્ડેક્સ ઘટ્યા હતા. મંગળવારે નજીવા ફેરફાર બાદ બુધવારે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૪૦૦.૩૪ પૉઇન્ટ (૦.૭૭ ટકા) ઘટીને ૫૧,૭૦૩.૮૩ બંધ રહ્યો હતો તથા નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૧૦૪.૬૦ પૉઇન્ટ (૦.૬૮ ટકા)ના ઘટાડા સાથે ૧૫,૨૦૮.૯૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સ ઘટીને ખૂલ્યા બાદ દિવસ દરમ્યાન સતત ઘટતો ગયો હતો. સરકારી બૅન્કોના શૅરોમાં તેજી આવી હતી, જ્યારે એકંદરે બજારનું વલણ નરમાશનું હતું. આથી સેન્સેક્સ એક તબક્કે નીચામાં ૫૧,૫૮૬.૩૪ સુધી ઘટ્યો હતો. પછીથી એમાં ૧૦૦ પૉઇન્ટ કરતાં વધુનો સુધારો આવ્યો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૮ સ્ટૉક વધ્યા હતા અને ૨૨ ઘટ્યા હતા. વધેલામાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૨.૩૯ ટકા), પાવરગ્રિડ (૨.૦૪ ટકા), એનટીપીસી (૧.૩૩ ટકા), રિલાયન્સ (૧.૧૨ ટકા), બજાજ ઑટો (૦.૯૪ ટકા), એક્સિસ બૅન્ક (૦.૨૮ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૦.૨૫ ટકા) અને ભારતી ઍરટેલ (૦.૦૧ ટકા)નો સમાવેશ થતો હતો. ટોચના ઘટેલા શૅર નેસલે ઇન્ડિયા (૨.૮૦ ટકા), બજાજ ફિનસર્વ (૨.૬૧ ટકા), એશિયન પેઇન્ટ (૨.૪૮ ટકા), એચડીએફસી બૅન્ક (૨.૪૮ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૨.૪૬ ટકા), મારુતિ (૨.૪૫ ટકા), ડૉ. રેડ્ડી (૨.૧૭ ટકા), એચડીએફસી (૧.૮૩ ટકા), કોટક બૅન્ક (૧.૬૧ ટકા), સન ફાર્મા (૧.૫૫ ટકા), ઓએનજીસી (૧.૪૯ ટકા), હિન્દુસ્તાન યુનિલિવર (૧.૪૭ ટકા), ટીસીએસ (૧.૧૫ ટકા) અને બજાજ ફાઇનૅન્સ (૦.૯૫ ટકા) સામેલ હતા.

સ્મૉલ કૅપમાં મુખ્ય ઇન્ડેક્સથી વિપરીત વલણ



બીએસઈ પર બ્રોડર માર્કેટમાં સ્મૉલ કૅપ સ્ટૉક્સ વધ્યા હતા અને મિડ કૅપમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ મિડ કૅપ ૦.૦૪ ટકા અને બીએસઈ સ્મૉલ કૅપ ૦.૫૩ ટકા વધ્યા હતા. અૅનર્જી (૦.૮૪ ટકા) અને પાવર (૧.૨૬ ટકા) ટોચના વધેલા સેક્ટોરલ ઇન્ડાઇસીસ હતા. બીએસઈના અન્ય વધેલા સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં ઈન્ડસ્ટ્રિયલ્સ (૦.૮૩ ટકા), ટેલિકૉમ (૦.૯૫ ટકા), યુટિલિટીઝ (૦.૭૮ ટકા), ઑટો (૦.૨૨ ટકા), કેપિટલ ગુડ્સ (૦.૬૫ ટકા), મેટલ (૦.૩૨ ટકા) સામેલ હતા, જ્યારે એફએમસીજી ૦.૫૯ ટકા, ફાઇનૅન્સ ૦.૮૮ ટકા, હેલ્થકૅર ૦.૯૧ ટકા, આઇટી ૦.૮૯ ટકા, બૅન્કેક્સ ૦.૭૦ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૬ ટકા, ઑઈલ અૅન્ડ ગૅસ ૦.૦૬ ટકા, રિયલ્ટી ૦.૬૫ ટકા અને ટૅક ૦.૫૩ ટકા ઘટ્યા હતા.


ખાનગીકરણ માટેની બૅન્કોના સ્ટૉક્સમાં ફરી ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી

ખાનગીકરણ માટે નિર્ધારિત ચાર સરકારી બૅન્કો - ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયાના શૅર સતત ત્રીજા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગીને બંધ રહ્યા હતા અને એમના બંધ ભાવ અનુક્રમે ૧૫.૮૪, ૨૨.૯૨, ૨૦.૦૪ અને ૮૪.૬૫ રૂપિયા હતા. ગ્રીવ્સ કૉટન અને શંકર બિલ્ડિંગ પ્રૉડક્ટ્સમાં પણ ઉપલી સર્કિટ લાગી હતી.


હીરો મોટો કોર્પમાં ૩.૫૧ ટકાની વૃદ્ધિ

નિફ્ટી૫૦ ઇન્ડેક્સમાંથી હીરો મોટો કોર્પ (૩.૫૧ ટકા), ભારત પેટ્રોલિયમ (૨.૯૦ ટકા) અને અદાણી પોર્ટ્સ (૨.૭૪ ટકા) મુખ્ય વધેલા સ્ટૉક્સ હતા અને ઘટેલામાં નેસલે ઇન્ડિયા (૩ ટકા), એશિયન પેઇન્ટ (૨.૬૨ ટકા), મારુતિ (૨.૫૫ ટકા) સામેલ હતા. ૫૦માંથી ૧૯ શૅર વધ્યા હતા અને ૩૧ ઘટ્યા હતા.

નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૫.૮૬ ટકા વધ્યો

એનએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસીસમાંથી નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧.૧૦ ટકા અને નિફ્ટી આઇટી ૧.૨૯ ટકા ઘટ્યા હતા. નિફ્ટી મીડિયા ૨.૧૮ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૫.૮૬ ટકા વધ્યા હતા. ૨૦ ટકાની સર્કિટવાળી પીએસયુ બૅન્ક ઉપરાંત વધેલા સ્ટૉક્સમાં યુનિયન બૅન્ક (૧૦.૫૫ ટકા), ઇન્ડિયન બૅન્ક (૯.૯૭ ટકા), યુકો બૅન્ક (૭.૯૮ ટકા) બૅન્ક ઑફ બરોડા (૫.૫૮ ટકા), પંજાબ નૅશનલ બૅન્ક (૪.૬૮ ટકા), જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક (૪.૫૧ ટકા) અને કૅનેરા બૅન્ક (૧.૯૧ ટકા) સામેલ હતા. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૯૫ ટકા ઘટ્યો હતો, જેમાં મુખ્ય ઘટેલા સ્ટૉક્સ આરબીએલ બૅન્ક (૨.૬૧ ટકા), એચડીએફસી બૅન્ક (૨.૪૯ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૨.૪૭ ટકા) અને કોટક બૅન્ક (૧.૫૨ ટકા) હતા. આ ક્ષેત્રના વલણથી વિપરીત આઇડીએફસી ફર્સ્ટ બૅન્કનો સ્ટૉક ૪.૩૬ ટકા વધ્યો હતો.

એફઆઇઆઇની ૧૦૦૮ કરોડની નેટ ખરીદી

બુધવારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ૧૨૮૩.૩૮ કરોડની નેટ વેચવાલીની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ નેટ ૧૦૦૮.૨ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

હેપ્પીએસ્ટ માઇન્ડ્સમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ

હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસમાં પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગ્યા બાદ બીએસઈ પર તેનો બંધ ભાવ ૪૮૩.૫૫ રહ્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ કંપની નોમુરાએ આ સ્ટૉક માટે ખરીદીનો કૉલ આપ્યો છે. બજારમાં નરમાશ હોવા છતાં સ્ટૉકમાં ઊંચું વૉલ્યુમ રહ્યું હતું. ગત સાત ટ્રેડિંગ સત્રોમાં તેનો ભાવ ૩૩ ટકા વધ્યો છે. ગયા મહિને આ કંપનીએ અમેરિકાસ્થિત પિમકોર ગ્લોબલ સર્વિસિસ હસ્તગત કરી છે. પોતાની પાસે અનેક મોટા ઓર્ડર હોવાનું કંપનીએ જાહેર પણ કર્યું છે.

ભેલ, ડૉ. લાલ પૅથ લૅબ, પૅજ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટો કોર્પ અને મારિકોમાં ૧૦૦ ટકા કરતાં વધુ વૉલ્યુમ જોવા મળ્યું હતું.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૨,૭૭,૨૦૭.૪૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૨,૮૮૧ સોદાઓમાં ૨૩,૪૭,૨૫૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૯,૩૦,૪૯૦ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૪.૪૨ કરોડ રૂપિયાના ૨૫ સોદામાં ૩૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૩૭,૭૪૧ સોદામાં ૧૫,૬૮,૭૨૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૯૮,૬૭૮.૬૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૨૫,૧૧૫ સોદામાં ૭,૭૮,૪૯૭ કૉન્ટ્રૅક્ટ સાથે ૭૮,૫૨૪.૪૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી ૧૫,૨૫૦ના મજબૂત સપોર્ટની નીચે બંધ રહેતાં હવે એ સપાટી રેઝિસ્ટન્સની બની ગઈ હોવાનું વિશ્લેષકો કહે છે. હવે તેને પહેલાં ૧૫,૧૪૦ અને પછી ૧૫,૦૯૦નો સપોર્ટ છે. ટ્રેડરોને સલાહ આપવામાં આવી છે કે એમણે ૧૫,૩૭૦ની સપાટી તૂટે નહીં ત્યાં સુધી ખરીદીનાં નવાં ઓળિયાં ઊભાં કરવાં નહીં.

બજાર કેવું રહેશે?

નિફ્ટીમાં ઉપલી અને નીચલી સપાટી નીચે આવી હોવાથી હવે તેજીને થાક લાગ્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. વધેલા અને ઘટેલા સ્ટૉક્સના ગુણોત્તરને જોતાં ઘટાડે ખરીદીનું વલણ દેખાઈ રહ્યું છે. બ્લુચિપ શૅરોમાં ખરીદી થંભી ગઈ છે અને મિડ કૅપ તથા સ્મૉલ કૅપમાં ખરીદી થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 02:01 PM IST | Mumbai | Stock Talk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK