Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો વધારે નિરાશાજનક હશે

સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો વધારે નિરાશાજનક હશે

07 October, 2011 07:33 PM IST |

સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો વધારે નિરાશાજનક હશે

સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો વધારે નિરાશાજનક હશે


 

 



(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

માર્કેટની માયૂસી માટેનાં કારણો જગજાહેર છે. પશ્ચિમી જગતની ડેટ-ક્રાઇસિસ બધા જાણે છે. એમાં સરકારની દિશાહીનતા આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. માર્કેટનું માનસ હજી વધુ ખરડાય તો નવાઈ નહીં. ટ્રસ્ટ અને ટ્રિગરનો અભાવ આજની મોટી પીડા છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો બહુ નિરાશાજનક હશે. વ્યાજદરના સતત વધારાથી મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર તથા ઑટો, રિયલ્ટી, કન્સ્ટ્રક્શન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવાં ક્ષેત્રોની નફાશક્તિમાં ખાસ્સું ધોવાણ થયું છે. નવું રોકાણ કરવાનો ઉત્સાહ રહ્યો નથી. હાથ પરના પ્રોજેક્ટો ધીમા પડ્યા છે. અમેરિકા સાથે યુરોઝોનના આર્થિક વિકાસના સંજોગોને લૂણો લાગ્યો છે. કૅપિટલ ઇન-ફ્લો તથા ડિમાન્ડમાં નેગેટિવ ગ્રોથની આશંકા પ્રબળ બની રહી છે. સપ્ટેમ્બરનું ક્વૉર્ટર ખરાબ જવાનું છે. ત્યાર પછીનાં બીજાં બે બૅન્ક-ક્વૉર્ટર્સ પણ કસ વગરનાં જશે. વિfલેષકો કહે છે, ‘નિફ્ટી ૪૭૨૦ની નીચે જાય તો ૪૫૦૦થી ૪૩૦૦ સુધીના તળિયાની જગ્યા થશે. આ ધોરણે સેન્સેક્સ ૧૪,૦૦૦ કે ૧૩,૦૦૦ની અંદરનો થયો. હાલનો માહોલ રોકાણનો હરગિજ નથી.

આજનો દિવસ સારો જશે?

અમેરિકામાં ઇકૉનૉમિક ડેટા સારા આવ્યાની સાથે ડેટ-ક્રાઇસિસનો ઉકેલ નહીં તોય એની માઠી અસરને સીમિત રાખવા માટેનો કોઈક રસ્તો યુરોપિયન સરકારો અને નીતિના ઘડવૈયાઓ ખોળી કાઢશે એવા આશાવાદમાં ગઈ કાલે પાંચ દિવસ પછી પ્રથમ વાર એશિયન શૅરબજારો તેજીમાં રહ્યાં. બુધવારે યુરોપિયન શૅરબજારોમાં અઢીથી લઈને પોણાપાંચ ટકાનો જે જમ્પ આવ્યો તથા અમેરિકન ડાઉ સતત બીજા દિવસે વધ્યો એની સાનુકૂળ અસર થઈ છે. ઉપર ગૅપમાં ખૂલ્યા બાદ એશિયન શૅરબજારો દોઢ ટકાથી લઈ સવાચાર ટકા સુધી ઊંચકાયાં હતાં. સિંગાપોર નિફ્ટીમાં પણ બે ટકાનો ઉછાળો આવ્યો હતો. દશેરાની રજા ન હોત તો અહીં પણ દલાલ સ્ટ્રીટ ૨૫૦-૩૦૦ પૉઇન્ટ બેશક પ્લસમાં હોત. કશા માઠા વાવડ કે નેગેટિવ ફૅક્ટર ન આવે તો સ્ટૉકમાર્કેટ માટે રાહતદાયી બનશે અને મંદી અટકશે. આની આગેવાની બૅન્ક-શૅરો અને રિલાયન્સ, લાર્સન, સ્ટરલાઇટ, તાતા સ્ટીલ જેવા ચલણી શૅરો લેશે એમ જણાય છે.
ચાલુ વર્ષે જ્ત્ત્ નેટ સેલર

સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ચાલુ

કૅલેન્ડર-વર્ષના પ્રથમ નવ માસમાં જ્ત્ત્ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૨૦૨૬ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી છે. આ અગાઉ ૨૦૦૧થી લઈને ૨૦૧૦ સુધીના દાયકામાં ઉક્ત સમયગાળા દરમ્યાન જ્ત્ત્ નેટ સેલર રહી હોય એવી એકમાત્ર ઘટના ૨૦૦૮માં બની હતી. ત્યારે નવ મહિનાના ગાળામાં તેમનું ચોખ્ખું વેચાણ ૩૭,૩૧૪ કરોડ રૂપિયાનું હતું અને ૨૦૦૮ એ સબ-પ્રાઇમ ક્રાઇસિસ પ્રેરિત ગ્લોબલ આર્થિક હોનારતનું હતું એ બધા જાણે છે. ગત વર્ષ અર્થાત્ ૨૦૧૦નાં પ્રથમ ત્રણ ક્વૉર્ટર્સમાં જ્ત્ત્એ ૯૫,૭૩૦ કરોડ રૂપિયાનું નેટ બાઈંગ કર્યું હતું જે દાયકાનો વિક્રમ છે, જ્યારે સૌથી ઓછું નેટ બાઈંગ ૨૦૦૨માં ૩૩૧૭ કરોડ રૂપિયાનું હતું.


લોકો કહે છે કે ઑક્ટોબર મહિનો શૅરબજાર માટે એકંદર ખરાબ હોય છે. જોકે જ્ત્ત્ના રોકાણનો મામલો છે ત્યાં સુધી અત્યાર સુધીનો ઇતિહાસ પૉઝિટિવ જણાય છે. ૨૦૦૧થી ૨૦૧૦ સુધીનાં ૧૦ વર્ષમાં ઑક્ટોબર દરમ્યાન જ્ત્ત્ માત્ર ૩ વખત નેટ સેલર રહી છે જેમાં ઑક્ટોબર ૨૦૦૨ (૫૯૯ કરોડ રૂપિયા), ઑક્ટોબર ૨૦૦૫ (૩૮૦૫ કરોડ રૂપિયા) અને ઑક્ટોબર ૨૦૦૮ (૧૪,૨૪૮ કરોડ રૂપિયા) સામેલ છે. બાકીનાં ૭ વર્ષમાં જ્ત્ત્ની ઑક્ટોબરમાં સૌથી મોટી લેવાલી ૨૦૦૯માં ૩૮,૩૦૪ કરોડ રૂપિયા હતી. ગત વર્ષે આ ગાળામાં તેમની ચોખ્ખી ખરીદી ૨૪,૭૭૧ કરોડ રૂપિયા રહી હતી.

હો સકતા હૈ...

  • સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૮૦ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ એલકેપી સિક્યૉરિટીઝ તરફથી બેરિશ-વ્યુ આપવામાં આવ્યો છે.
  • બજાજ કૉર્પમાં ૧૪૨ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ શૅરખાન તરફથી લેવાની ભલામણ કરવામાં આવી છે.
  • એસઆરએફમાં ૩૫૬ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ ફસ્ર્ટ કૉલ રિસર્ચ દ્વારા ખરીદવાની સલાહ આપવામાં આવી છે.
  • મધુકોન પ્રોજેક્ટ્સમાં ૧૦૯ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ પિન્ક રિસર્ચ દ્વારા લેવાની ભલામણ છે.

 

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2011 07:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK