Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં કૌન બનતા હૈ કરોડપતિ?

શૅરબજારમાં કૌન બનતા હૈ કરોડપતિ?

24 October, 2011 07:56 PM IST |

શૅરબજારમાં કૌન બનતા હૈ કરોડપતિ?

શૅરબજારમાં કૌન બનતા હૈ કરોડપતિ?




(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)





એ જ રીતે શૅરબજારમાં ભલે કરોડપતિ બહુ ઓછા લોકો બની શકે, કિન્તુ લાખોપતિ બનવાની સંભાવના ઊંચી રહે છે. જોકે આ માટે કૌન બનેગા કરોડપતિ ગેમના રૂલ્સની જેમ શૅરબજારના પણ કેટલાક નિયમો સમજી લેવા પડે. આ બન્ને આમ તો એવાં મંચ છે જ્યાં બુદ્ધિ, સમજદારી અને અભ્યાસ જરૂરી છે. આજે સાદી વાતમાં કેબીસીમાંથી શીખવા મળતી શૅરબજારની એબીસી જાણવા-સમજવાના પ્રયાસ કરીએ.

ફાસ્ટેસ્ટ ફિંગર, વહેલો તે પહેલો



કરોડપતિ ગેમ-શોમાં હૉટ સીટ પર બેસવા માટે સૌપ્રથમ એક સવાલનો જવાબ આપવાનો હોય છે જેમાં જે સાચો જ નહીં, પરંતુ સૌથી પહેલો જવાબ આપે તેની પસંદગી થાય છે તેમ શૅરબજારમાં પણ વહેલો પ્રવેશ કરનાર લાભમાં રહે છે. આ ‘વહેલો’ના જુદા-જુદા અર્થ થઈ શકે. એક, જ્યારે બજારમાં ભાવો ખૂબ નીચા હોય ત્યારે એટલે કે તેજી વેગ પકડે એ પહેલાં અને બીજો અર્થ કે નાની ઉંમરે શૅરો ખરીદીને જમા કરતા જવું. આમ અહીં ગામ કરતાં વહેલી માર્કેટમાં એન્ટ્રી લઈ લેનારના સફળ થવાના ચાન્સ મોટે ભાગે ઊજળા રહે છે.

વિકલ્પો, લાઇફલાઇન

કેબીસીમાં દરેક સવાલ માટે ચાર વિકલ્પો મળે છે અને એ પછી પણ જવાબ ન આવડે તો લાઇફ લાઇનની મદદ મળે છે જેમાં વ્યક્તિને તેના મિત્રની, પ્રેક્ષકોની અને નિષ્ણાતોની મદદ મળી શકે છે. જોકે આ સહાય એક જ વાર મળે છે અને એક સમયે એક જણની જ મળે છે, જ્યારે શૅરબજારમાં આ મદદ જેટલી વાર અને જેની પણ જોઈએ તેની મળી શકે છે. આપણે આપણા નિકટના જાણકાર મિત્રને, નિષ્ણાતને પૂછી શકીએ છીએ તેમ જ ઑડિયન્સ પોલ તરીકે આપણે જાહેર જનતાના પ્રવાહને પણ જોઈ શકીએ છીએ. શૅરબજારમાં વિકલ્પોમાં શૅરો મળે, ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ), ઇન્ડેક્સ મળે. મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓ પણ આમ તો શૅરબજારનો જ ભાગ ગણાય. એ જ રીતે ડેરિવેટિવ્ઝમાં ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન જેવાં સટ્ટાકીય સાધનો પણ મળે. ઇન શૉર્ટ, શૅરબજારમાં રોકાણ કરતી વખતે માત્ર શૅરો જ ખરીદવા જરૂરી નથી બલ્કે શૅર જેવી વૃદ્ધિની સંભાવના ધરાવતાં સાધનો પણ અજમાવી શકાય અને આ બધા માટે વિવિધ માધ્યમો મારફત સાદી સલાહથી માંડી એક્સપર્ટ ઍડ્વાઇસ સદા મળતી રહે છે.

મનગમતો પડાવ અને ક્વિટ - પ્રૉફિટબુકિંગ

કરોડપતિ ગેમ-શોમાં હૉટ સીટ પર બેસનારને સૌપ્રથમ રમત શરૂ થતાં પહેલાં તે કયા લેવલ પર પોતાનો પડાવ નક્કી કરવા માગે છે એનો ખુલાસો કરવાનું કહેવામાં આવે છે જે તેનું મિનિમમ પ્રૉફિટ લેવલ બની જાય છે. એ જ રીતે શૅરબજારમાં પણ રોકાણકારો પોતે સોદા કરતી વખતે પોતાનું પ્રૉફિટ લેવલ નક્કી રાખી એ લેવલે એને બુક કરી શકે છે. આ જ રીતે પોતાને લૉસ થતો હોય તો સ્ટૉપલૉસનું લેવલ પણ નિયમ કરી શકે છે જેથી એની ખોટ પણ અમર્યાદિત વધી ન જાય. કેટલીક વાર ગેમ-શોનો સ્પર્ધક ચોક્કસ તબક્કે પોતાને જવાબ ન આવડતો હોય તો એ સમયે જેટલી જીત થઈ છે એ રકમ સ્વીકારી લઈને ગેમ ક્વિટ કરે છે તેમ શૅરબજારમાં રોકાણકાર કે ટ્રેડર પોતાનો નફો લઈને એ સ્ક્રિપ્સમાંથી કે બજારમાંથી એક્ઝિટ લઈ શકે છે. લાલચ બુરી ચીજ હૈ એવો સંદેશ કેબીસીની ગેમ્સ પણ આપે જ છે.

થોડી તૈયારી, અભ્યાસ પણ જરૂરી

કૌન બનેગા કરોડપતિના ગેમ-શોમાં ભાગ લેતી વખતે જેમ સ્પર્ધકે તૈયારી કરવી પડે, અભ્યાસ કરવો પડે, ટૂંકા સમયમાં નર્ણિય લેવાની કળા કે આવડત કેળવવી પડે તેમ શૅરબજારમાં પણ બજારને સમજવાની તૈયારી અને અભ્યાસ કરવાં જરૂરી છે. બજારમાં ક્યારે એન્ટ્રી લેવી કે સમયસર એક્ઝિટ લેવી એ સમજ કેળવવી આવશ્યક છે. કેબીસીમાં સીધો ભાગ નહીં લઈ શકનાર વ્યક્તિ જેમ ઘેરબેઠાં લખપતિ બનવાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને એમાં સવાલનો સાચો જવાબ આપી જેકપૉટ પણ જીતી શકે છે તેમ શૅરબજારમાં સીધો પ્રવેશ નહીં કરનાર વ્યક્તિ મ્યુચ્યુઅલ ફન્ડના માધ્યમથી શૅરબજારની તેજીનો કે વૃદ્ધિનો લાભ લઈ શકે છે. એના વિવિધ ફન્ડ મારફત કે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) જેવી યોજનાઓ મારફત પણ શૅરબજાર-ઇકૉનૉમીની ગ્રોથસ્ટોરીનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

લૉન્ગ ટર્મ, વહેલાસર તથા નિયમિત રોકાણનો જાદુ

જો ઉપર મુજબ કેબીસી અને શૅરબજાર સમજાય તો સફળતા નિશ્ચિત બની શકે. આ શૅરબજારમાં વહેલાસર કે નાની ઉંમરે સારી કંપનીઓના શૅરો જમા કરતા રહીએ તો લાંબા ગાળે અવશ્ય સારું વળતર મળે.  બીજું, શૅરબજારમાં સીધી એન્ટ્રી ન લેવી હોય તો મ્યુચ્યુઅલ ફન્ડના માધ્યમથી એસઆઇપી, ઈટીએફ જેવાં સાધનોમાં નાની-નાની મૂડીનું નિયમિત રોકાણ કરતા રહીએ તો પણ લાંબા ગાળે એ રોકાણ લાખોમાં પરિવર્તિત થઈ શકે છે. દા. ત. દર મહિને પાંચ હજાર રૂપિયાની એસઆઇપી કરો તો પણ દસ વર્ષે તમે લખપતિ બની શકો છો. માત્ર રોકાણનું ટોટલ કરશો તો પણ દસ વર્ષે છ લાખ રૂપિયાની મૂડી આમ જ થઈ જશે, કિન્તુ વળતર સાથે આ મૂડી ખાસ્સી મોટી થઈ શકે છે જે મેળવીને તમે પોતાને લાખોપતિ ફીલ કરો એમ બની શકે. વિપ્રો, ઇન્ફોસિસ, રિલાયન્સ, લાર્સન, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, હિન્દુસ્તાન લિવર, કૉલગેટ સહિત અનેક એવી કંપનીઓ છે જેમાં લૉન્ગ ટર્મ રોકાણ ધરાવીને લોકો લાખોપતિ-કરોડપતિ થયા છે. સંખ્યાબંધ સ્કીમ્સ છે જેમાં માત્ર નિયમિત ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકાણકાર કંઈ પણ ખોટું કર્યા વિના, કંઈ પણ ગરબડ-ગોટાળા કર્યા વિના સંપત્તિવાન બની શકે છે. છેલ્લે અમે પણ આદરણીય બચ્ચનસાહેબની જેમ કહીએ છીએ કે આપકા ઇસ મંચ પર (સ્ટૉક માર્કેટ) સ્વાગત હૈ ઔર આપ યહાઁ સે બહોત સારી ધનરાશિ જીત કર જાએં યે ઉમ્મીદ હમ કરતે હૈં... Whatsapp-channel Whatsapp-channel

24 October, 2011 07:56 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK