નિર્ણાયક તબક્કામાં શૅરબજાર : 21થી 24 સપ્ટેમ્બર મહત્વની ટર્નિંગના દિવસો

Published: 21st September, 2020 10:37 IST | Ashok Trivedi | Mumbai

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૩૯૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪૮.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૫૧૫.૨૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૮.૭૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૮૮૪૫.૮૨ બંધ રહ્યો.

શૅર માર્કેટ
શૅર માર્કેટ

વાચકમિત્રો નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૩૯૫ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૪૮.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૫૧૫.૨૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૮.૭૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૮૮૪૫.૮૨ બંધ રહ્યો. ઉપરમાં ૩૯૦૫૦, ૩૯૨૪૦, ૩૯૩૬૦ કુદાવે તો ૩૯૪૩૦, ૩૯૬૨૫, ૩૯૮૨૦, ૪૦૦૧૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૬૩૫, ૩૮૫૫૦ સપોર્ટ ગણાય. તા. ૨૧થી ૨૪ સપ્ટેમ્બર ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટોપલોસ તરીકે કરી શકાય. નિફ્ટી ફ્યુચરના અઠવાડિક ચાર્ટ મુજબ ઉપરમાં ૧૧૭૯૪.૪૫નું ટોપ, ત્યાર બાદ નીચામાં ૧૧૨૦૨નું બૉટમ અને હવે ૧૧૬૨૬.૯૦નું લોઅર ટોપ બન્યું છે. હવે ૧૧૭૯૪.૨૫ કુદાવ્યા વગર ૧૧૨૦૨ તૂટે તો મધ્યમ ગાળાનો ટ્રૅન્ડ નરમાઈ તરફી થયો ગણાશે. આને લોઅરટોપ ફોર્મેશન કહેવાય. દૈનિક ધોરણે થાય તો ટૂંકા ગાળાનો, અઠવાડિકમાં મધ્યમ ગાળાનો અને મન્થ્લી માં લાંબા ગાળાનો ટ્રૅન્ડ નરમાઈ તરફી કહેવાય.

ગોદરેજ કન્ઝ્યુમર  (૭૧૩.૭૫) ૬૪૧ના બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨૩ ઉપર ૭૩૯, ૭૬૫ સુધીની શક્યતા. નીચામાં ૬૯૦ સપોર્ટ ગણાય.

લ્યુપીન (૧૦૮૫.૯૦) ૯૧૧.૮૦ના બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨૩ કુદાવે તો વધુ સુધારો જોવાશે. નીચામાં ૧૦૭૦ નીચે ૧૦૪૫ સપોર્ટ ગણાય. ૧૦૧૦ પેનિક સપોર્ટ સમજી ઘટાડે લઈ શકાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૨૦૭૮.૪૦) ૨૫૨૭૦.૦૦નાં ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૪૬૦ ઉપર ૨૨૬૬૦, ૨૨૯૪૦ કુદાવે તો ૨૩૧૮૦, ૨૩૪૪૦, ૨૩૭૦૦, ૨૩૭૦૦, ૨૪૧૭૦ સુધીની શકયતા. નીચામાં ૨૧૮૦૮ નીચે ૨૧૬૦૦, ૨૧૪૦૦ સુધીની શક્યતા.

નિફ્ટી ફ્યુચર (૧૧૫૧૫.૨૫)

૧૧૨૦૨નાં બૉટમથી  સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૭૦ ઉપર ૧૧૬૨૭, ૧૧૬૮૦, ૧૧૭૪૦, ૧૧૭૯૫ સુધીની શકયતા. નીચામાં ૧૧૪૫૦, ૧૧૩૯૫ સપોર્ટ ગણાય. ૧૧૩૯૫ નીચે ૧૧૩૩૫, ૧૧૨૮૦, ૧૧૨૦૨ સુધીની શકયતા.

એપોલો હૉસ્પિટલ (૧૮૨૮.૪૫)

૧૮૮૫.૦૫નાં બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૧૮૬૧ ઉપર ૧૮૭૨, ૧૯૧૦, ૧૯૫૫ સુધીની શક્યતા.  નીચામાં ૧૭૬૫, ૧૭૧૮ સપોર્ટ ગણાય.

ટોરન્ટ ફાર્મા  (૨૮૭૬.૩૦)

૨૬૧૭.૩૦નાં બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૦૨ ઉપર ૨૯૨૮, ૨૯૪૫, ૨૯૫૪, ૨૯૮૦, ૩૦૦૫, ૩૦૩૧ સુધીની શક્યતા. નીચામાં ૨૮૫૦ નીચે ૨૮૨૦ સપોર્ટ ગણાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK