Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નબળા વૈશ્વિક પરિબળોને લીધે શૅરબજારો ઘટ્યા

નબળા વૈશ્વિક પરિબળોને લીધે શૅરબજારો ઘટ્યા

29 October, 2020 04:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નબળા વૈશ્વિક પરિબળોને લીધે શૅરબજારો ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુરુવારે પણ સ્થાનિક શૅરબજારોમાં ઘટાડો નોંધાયો હતો, જેનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક પરિબળો હતું. સેન્સેક્સ 172.61 પોઈન્ટ્સ (0.43 ટકા) ઘટીને 39,749.85ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 58.80 પોઈન્ટ્સ (0.50 ટકા) ઘટીને 11,670.80 બંધ રહ્યો હતો.

નિફ્ટીમાં ઑક્ટોબર એફએન્ડઓ સિરીઝ 11,700ની નીચે રહ્યા હતા. નિફ્ટીમાં 1019 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા, 1542 કંપનીઓના ઘટ્યા હતા અને 170 કંપનીઓના શૅરભાવ સ્થિર રહ્યા હતા. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 3.5 ટકા વધ્યો હતો.



એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, એચસીએલ ટેક અને કોટક મહિન્દ્ર બૅન્કના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે એલએન્ડટી, ટાઈટન કંપની, ઓએનજીસી, અદાણી પોર્ટસ અને તાતા મોટર્સના શૅરભાવ નિફ્ટીમાં સૌથી અધિક ઘટ્યા હતા.


નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં આઈટી અને એનર્જી ઈન્ડેક્સને બાદ કરતા દરેક ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો જેનુ મુખ્ય કારણ એફએમસીજી, ફાર્મા, મેટલ અને ઓટોના શૅર્સમાં ઘટાડો હતો.

એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો થઈ 14,893ના સ્તરે રહ્યો હતો. જ્યારે એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહીને 14,812ના સ્તરે બંધ રહ્યો હતો.  સેન્સેક્સમાં એચડીએફસી બૅન્ક, એચડીએફસી અને એલએન્ડટી સૌથી અધિક ઘટ્યા હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એશિયન પેઈન્ટ્સે બેન્ચમાર્ક સૂચકાંકને ટેકો આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK