Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર ને સોનું ક્યાં જશે?

શૅરબજાર ને સોનું ક્યાં જશે?

03 October, 2011 06:17 PM IST |

શૅરબજાર ને સોનું ક્યાં જશે?

શૅરબજાર ને સોનું ક્યાં જશે?


 

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કૉર્પોરેટ ગ્રોથ ફક્ત ૧૫ ટકા જ રહેવાની રેટિંગ એજન્સી ક્રિસિલની ગણતરી


સેન્સેક્સની આ ૧૩ ટકા જેવી ખરાબી સામે મેટલ ઇન્ડેક્સ ૨૭ ટકા, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૨૩ ટકા અને બૅન્કેક્સ સાડાપંદર ટકા ડૂલ્યા છે. સપ્ટેમ્બરની આખરમાં મેટલ ઇન્ડેક્સે ૧૦,૯૫૭ની, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સે ૧૦,૭૦૮ની તથા સ્મૉલ કૅપ ઇન્ડેક્સે ૬૮૭૩ની વર્ષની નીચી સપાટી નોંધાવી છે. ઘણીખરી કૉમોડિટીઝના ભાવ છેલ્લા દસેક દિવસમાં આઠથી દસ ટકા તૂટટ્ય્ા છે. ટેમ્પલ્ટન ફન્ડના વડા માર્ક મોબિસને ભારતીય શૅરબજારનો આંતરપ્રવાહ કમજોર દેખાય છે. બજાર આગળ ઉપર વધુ ખરાબ થવાની તેમની ગણતરી છે. અમારાં સૂત્રોને ૧૫,૭૦૦ હાલ રૉક-બૉટમ લાગે છે. આ લેવલ તૂટે તો વહેલા-મોડા ૧૩,૮૦૦ માટેની માનસિક તૈયારી રાખવી.

સોનું ૧૧૦૦ ડૉલર : માર્ક ફેબર



ગત સપ્તાહ જોકે મોટા ભાગનાં શૅરબજારો માટે વત્તે-ઓછે અંશે બાઉન્સબૅકનું હતું. આપણો શૅરઆંક ૨૯૧ પૉઇન્ટ કે ૧.૮ ટકા પ્લસમાં રહ્યો. ફ્રાન્સ અને જર્મનીનાં શૅરબજાર છ ટકા, જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ ૧.૬ ટકા, અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ૧.૩ ટકા અને લંડન ફુત્સી ઇન્ડેક્સ સવા ટકો જેવા વધીને બંધ હતા. સામે ચાઇનીઝ શૅરબજાર સવાત્રણ ટકા, બ્રાઝિલિયન બોવેસ્પા ઇન્ડેક્સ પોણાબે ટકા અને સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ એકાદ ટકાની નરમાઈમાં ઘટાડામાં મોખરે હતા. સોનું બે ટકા તથા ક્રૂડ ૧.૭ ટકા ઘટ્યું હતું. હવાની સાથે રુખ આપવા માટે જાણીતા માર્ક ફેબરને સોનામાં હવે ટ્રૉય ઔંસદીઠ ૧૧૦૦ ડૉલરની બૉટમ દેખાવા માંડ્યું છે.


મતલબ કે આપણે ત્યાં ૧૦ ગ્રામદીઠ ૧૮,૦૦૦ રૂપિયા સોનામાં જોવાશે! માર્ક ફેબરની કેટલી આગાહીઓ અત્યાર સુધીમાં સાચી ઠરી એ એક અલગ અભ્યાસનો વિષય છે. આમ છતાં આ આગાહી સાચી ઠરે તો સૌથી વધુ ખુશી અમને થશે.બજારના જાણકારોને સોનામાં ૧૦ ગ્રામદીઠ હાલ ૨૫,૦૦૦નું લેવલ અતિમહત્વનું લાગે છે અને આ સપાટી તૂટે તો ગોલ્ડ ઘટીને ૨૨,૦૦૦ રૂપિયા આસપાસ થવાની શક્યતા જણાય છે. સોનામાં ઉપરનું લેવલ ૩૧,૫૦૦ રૂપિયાનું મુકાય છે.

સિમેન્ટ ઑટો પર વૉચ જરૂરી

નવા સપ્તાહનો આરંભ ઑટો, સિમેન્ટ તથા સ્ટીલના માસિક વેચાણના આંકડાની અસરથી થશે. ચોમાસાની વિદાય સાથે આગામી સમયમાં સિમેન્ટની માગ વધવાની સંભાવના છે. સામે પક્ષે વ્યાજબોજ, નાણાભીડ અને સરકારી દિશાદોરના અભાવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રિયલ્ટી સેક્ટર માર ખાઈ રહ્યું છે એની માઠી અસર પણ સિમેન્ટના કિસ્સામાં ધ્યાનમાં લેવી ઘટે. ત્રણ માસમાં સેન્સેક્સના ૧૩ ટકાના ગાબડા સામે ઑટો ઇન્ડેક્સ માંડ સાડાત્રણ ટકા ઘટ્યો છે, પરંતુ પેટ્રોલ-ડીઝલ અને વ્યાજદરની વૃદ્ધિ થકી આગામી સમય ઑટો ઇન્ડસ્ટ્રીઝ માટે ડી ગ્રોથનો રહેવાની આશંકા છે. ૧૨ ઑક્ટોબરના રોજ ઇન્ફોસિસનાં પરિણામ સાથે સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં કંપની પરિણામોની સીઝન આરંભાશે.


પ્રથમ ક્વૉર્ટરલી ગાળાના ૧૯ ટકા તથા ગત વર્ષના સપ્ટેમ્બર ક્વૉર્ટરના બાવીસ ટકા સામે આ વેળાના ક્વૉર્ટરલી ગાળામાં કૉર્પોરેટ ક્ષેત્રની કમાણી ફક્ત ૧૫ ટકા વધવાની રેટિંગ એજન્સી ક્રિસિલની ધારણા છે.ફુગાવો બે આંકડે છે એ સંદર્ભમાં આ ગ્રોથ રેટ ઘણો કંગાળ કહી શકાય. ૬ ઑક્ટોબરના રોજ દશેરા નિમિત્તે શૅરબજારો બંધ રહેવાનાં હોઈ આ વેળા સપ્તાહ ચાર દિવસનું છે. જર્મન પાર્લમેન્ટે યુરો ઝોનના બેઇલ-આઉટ માટે એક વધુ તગડા પૅકેજને બહાલી આપી છે. જોકે આની અસર કેટલી થશે એ અટકળનો વિષય છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2011 06:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK