Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આજે શૅરબજાર સુધારાતરફી રહેશે

આજે શૅરબજાર સુધારાતરફી રહેશે

25 November, 2011 08:26 AM IST |

આજે શૅરબજાર સુધારાતરફી રહેશે

આજે શૅરબજાર સુધારાતરફી રહેશે




(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)





અમે ગઈ કાલે ધારણા મૂકી હતી : ગુરુવાર શૅરબજાર માટે સુધારાનો દિવસ હશે અને આ જ પ્રમાણે સેન્સેક્સ ૧૫૮ પૉઇન્ટ વધીને ૧૫,૮૫૮ તથા નિફ્ટી ૫૦ પૉઇન્ટ ઊંચકાઈ ૪૭૫૬ બંધ આવ્યા હતા. મતલબ કે ૪૭૫૦ની આસપાસના નિફ્ટી સાથે એફઍન્ડઓનું નવેમ્બર વલણ પૂરું થયું છે. સેન્સેક્સ બપોરે અઢી વાગ્યા સુધી એકંદર નેગેટિવ ઝોનમાં હતો અને ત્યાર પછી ખેલાડીઓની જોરદાર રમત જામી. ૧૫,૬૦૦વાળો ઇન્ડેક્સ ૩૦ મિનિટમાં ૧૫,૯૦૧ થયો. અર્થાત્ પ્રત્યેક મિનિટે માર્કેટ ૧૦ પૉઇન્ટ વધ્યું. સેન્સેક્સે નીચામાં ૧૫,૪૭૮ની બૉટમ બતાવી હતી એની તુલનામાં ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૪૨૩ પૉઇન્ટનું બાઉન્સબૅક જોવાયું છે. બજારનું માર્કેટકૅપ ૫૮,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૫૫.૮૧ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શૅર તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતાં માર્કેટના બાકીના ૨૦ બેન્ચમાર્ક પ્લસમાં હતા. ૧૪૬૯ સ્ક્રિપ્સ વધેલી હતી, સામે ૧૩૦૫ જાતો નરમ હતી. એ ગ્રુપના ૭૨ ટકા શૅર ઊંચકાયા હતા તો રોકડામાં આ પ્રમાણ ૫૦ ટકા આસપાસ હતું. ૧૩૫ શૅરમાં તેજીની સર્કિટ લાગેલી હતી. ૨૪૪ જાતો મંદીની સર્કિટમાંબંધ હતી.

ગોકાકમાં સાયરસ બ્લુ



નાની-મોટી ૧૦૦ કંપનીઓના સામ્રાજ્ય સાથે ૮૦ દેશોમાં કાર્યરત તાતા ગ્રુપના છઠ્ઠા ચૅરમૅનપદે સાયરસ મિસ્ત્રીની વરણી થવાની મોટી અસર શાપુરજી પાલોનજી ગ્રુપની ગોકાક ટેક્સટાઇલ્સના શૅરમાં દેખાઈ હતી. ૪૮ રૂપિયા જેવા આગલા બંધ સામે આ કાઉન્ટર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૮ રૂપિયા થયા બાદ છેલ્લે ૧૭.૪ ટકાના ઉછાળામાં ૫૭ રૂપિયા નજીક બંધ હતું.

સેઇલમાં કોઈ સર્પોટ નહીં

પીએસયુ સ્ટીલ જાયન્ટ સેઇલ સર્પોટની શોધમાં સતત ગગડતો રહી ગઈ કાલે ૮૩ રૂપિયાના નવા તળિયે પહોંચ્યો હતો. એમએસસીઆઇ ગ્લોબલ સ્ટૅન્ડર્ડ ઇન્ડેક્સમાંથી આ શૅરને બાકાત કરાયાની જાહેરાત પછી કામકાજના બાર દિવસમાં આ કાઉન્ટર પચીસ ટકા જેવું ખરડાયું છે. જોકે સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં નબળાં પરિણામો અને શૅરબજારમાં મંદીનો માહોલ પણ અહીં કામ કરી ગયો છે. વર્ષ દરમ્યાન શૅરનો ભાવ ઊંચામાં ૧૯૭ રૂપિયા હતો. વર્તમાન

ભાવે તે સાડાઆઠનો પી/ઇ દર્શાવે છે. જોકે ઇન્ડસ્ટ્રીઝનો પી/ઇ સવાછનો છે. રિયલ્ટી કંપની એચડીઆઇએલનો શૅર પણ એમએસસીઆઇ ગ્લોબલ સ્ટૅન્ડર્ડ ઇન્ડેક્સમાંથી પડતો મુકાયાની અસરમાં બાર દિવસમાં ૩૭ ટકા ગગડી ગઈ કાલે ૬૨.૬૦ રૂપિયાના નવા તળિયે ગયો હતો. જોકે પાછળથી બાઉન્સબૅકમાં દોઢ ટકાના સુધારામાં ૬૫ પ્લસની ટૉપ બની હતી. વર્ષ પૂર્વે એનો ભાવ ઊંચામાં ૨૨૦ રૂપિયાનો હતો.

રીટેલમાં એફડીઆઇ કરન્ટ

રીટેલ ક્ષેત્રે સીધાં વિદેશી રોકાણ (એફડીઆઇ)ને ઉદાર બનાવવા કૅબિનેટ મીટિંગમાં હકારાત્મક નિર્ણય લેવાશે એવી આશા પાછળ ઑર્ગેનાઇઝ્ડ રીટેલ બિઝનેસના શૅર ગુરુવારે નોંધપાત્ર ફૅન્સીમાં હતા. હાલ સિંગલ બ્રાન્ડના કિસ્સામાં રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા સુધીના સીધાં વિદેશી રોકાણની છૂટ છે એ વધીને ૧૦૦ ટકા થવાની તથા મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા સુધીની એફડીઆઇને મંજૂરી મળવાની અપેક્ષા છે. પેન્ટાલૂન રીટેલ્સ ૧૩ ટકા વધીને ૨૦૨ રૂપિયા, કુટોન્સ રીટેલ ૧૦ ટકા વધીને ૨૨.૫૦ રૂપિયા, કેવલ કિરણ ક્લૉધિંગ્સ પાંચ ટકાના ઉછાળે ૭૩૪ રૂપિયા, પ્રોવોગ છ ટકાના જમ્પમાં ૨૭ રૂપિયા, શૉપર્સ સ્ટૉપ પોણાછ ટકા ઊંચકાઈ ૩૭૬ રૂપિયા, વિશાલ રીટેલ નવ ટકા પ્લસમાં ૧૯ રૂપિયા, રેમન્ડ આઠ ટકાની તેજીમાં ૩૮૦ રૂપિયા તથા ટ્રેન્ટ બે ટકાના સુધારામાં ૯૮૫ રૂપિયા થયા હતા.

એસકેઅસ ૧૪૦૦ના ૧૦૦

એસકેએસ માઇક્રો-ફાઇનૅન્સનો શૅર લિસ્ટિંગ પછી જોતજોતાંમાં ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ ૧૪૦૦ રૂપિયા પ્લસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ૧૪ મહિનામાં એનો ભાવ ગગડતો રહી તાજેતરમાં ૧૦૫ રૂપિયાની ઑલટાઇમ લો થઈ ચૂક્યો છે. શૅરના જબ્બર ધોવાણ માટે બજારની મંદી કરતાં મૅનેજમેન્ટ વધુ જવાબદાર છે. છેવટે કંપનીના ફાઉન્ડર વિક્રમ અકુલાને ર્બોડમાંથી વિદાય લેવાની ફરજ પડી છે. આના કારણે મૅનેજમેન્ટનો આંતરિક વિખવાદ

કાબૂમાં આવશે. આમ છતાં બિઝનેસ મૉડલ મુશ્કેલીમાં મુકાયું છે. એનો હમણાં કોઈ ઉકેલ નથી. કંપની છેલ્લાં બે ક્વૉર્ટર દરમ્યાન ભારે ખોટના ખાડામાં સપડાઈ છે. ધંધાની તેમ જ મૅનેજમેન્ટની વિશ્વસનીયતાને લૂણો લાગ્યો છે. આ શૅર ત્રણ આંકડાની અંદર જાય તો નવાઈ નહીં. ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૨ રૂપિયા નજીક ગયા પછી શૅર એકાદ ટકો ઘટીને ૧૧૫ રૂપિયા જેવો થયો હતો. વૉલ્યુમ ત્રણગણું હતું.

રીટેલ ક્ષેત્રે ૫૧ ટકાના એફડીઆઇને કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકાના એફડીઆઇને મોડી સાંજે લીલી ઝંડી આપી હોવાથી એને કારણે આજે શૅરબજારમાં સુધારો આગળ વધાની શક્યતા છે તથા રીટેલ શૅરો વધુ જોરમાં આવી શકે છે. સરકાર તરફથી ઘણા લાંબા સમય બાદ આર્થિક સુધારાની દિશામાં મહત્વનું પગલું લેવાયું છે એનાથી વેપાર-ઉદ્યોગ અને શેરબજારના આર્થિક સુધારા માટે એ સાબદી બની ગઈ હોવાનો વિશ્વાસ જાગશે. Whatsapp-channel Whatsapp-channel

25 November, 2011 08:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK