ભારતીય શૅર બજાર સતત બીજા સત્રમાં ઘટાડા સાથે બંધ થયું છે. પીએસયૂ બેન્કના શૅરોમાં ભારે ખરીદી હોવા છતાં બુધવારે શૅર બજાર લપસી ગયું છે. BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 400.34 અંક એટલે 0.77 ટકાના ઘટાડા સાથે 51,703.83ના સ્તર પર બંધ થયું છે. બીજી તરફ નિફ્ટી 104.60 અંક એટલે 0.68 ટકા તૂટીને 15,208.90 અંકના સ્તર પર બંધ થયું છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો પીએસયૂ બેન્ક ઈન્ડેક્સમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ એનર્જી, ઈન્ફ્રા અને ઑટો કંપનીઓના શૅરોમાં પણ થોડી ખરીદી જોવા મળી હતી, પરંતુ FMCG, IT અને ફાર્મા કંપનીઓના શૅરોમાં વેચવાલી જોવા મળી હતી.
નિફ્ટી પર નેસ્લે, એશિયન પેન્ટ્સ, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકી અને એચડીએફસી બેન્કના શૅર સૌથી વધારે ઘટાડા સાથે બંધ થયા છે. બીજી તરફ હીરો મોટોકૉર્પ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, પાવરગ્રિડ અને એનટીપીસીના શૅર વધારા સાથે બંધ થયા છે.
સેન્સેક્સ પર નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, એશિયન પેન્ટ્સ, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ અને ડૉ રેડ્ડીઝના શૅરોમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો. તેમ જ એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, ઓેએનજીસી, હિન્દુસ્તાન યૂનિલીવર, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, એસચીએલ ટેક, ટાઈટન, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને લાર્સન એન્ડ ટુબ્રોના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે.
બીજી તરફ સેન્સેક્સ પર સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)ના શૅરોમાં સૌથી વધારે 2.39 ટકાની તેજી નોંધવામાં આવી છે. એ સિવાય પાવરગ્રિડ, એનટીપીસી, રિલાયન્સ, બજાજ ઑટો, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ભારતી એરટેલના શૅર લીલા નિશાન સાથે બંધ થયા છે.
શૅરબજાર સુપર ઓવરમાં રમ્યું! સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર
25th February, 2021 09:06 ISTફેડ ચૅરમૅન જેરોમ પૉલની કમેન્ટ બાદ ડૉલર ઘટતાં સોનામાં મજબૂતી યથાવત
25th February, 2021 09:06 ISTએનએસઈમાં કામકાજ ઠપ : કરોડોના સોદા અટક્યા
25th February, 2021 09:06 ISTઅમેરિકન ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનાએ 1800 ડૉલરની સપાટી ઓળંગી : સતત બીજા દિવસે તેજી
24th February, 2021 10:31 IST