3499 રૂપિયામાં વિદેશ ફરવાની તક આપી રહી છે સ્પાઈસ જેટ

Jul 03, 2019, 15:34 IST

એરલાઈન્સ સ્પાઈસ જેટ (SpiceJet) ઘણી ઓછી કિંમતમાં વિમાન યાત્રાનો સ્પેશિયલ ઑફર લઈને આવી છે.

સ્પાઈસ જેટ
સ્પાઈસ જેટ

જો તમે કશે ફરવાનો પ્લાન કરી રહ્યા છે તો ટ્રેન અથવા બસનો પ્રવાસ છોડીને ફ્લાઈટથી ફરવાનો પ્લાન કરી શકો છો, કારણકે આ સમયે દેશની પ્રખ્યાત એરલાઈન્સ સ્પાઈસ જેટ (SpiceJet) ઘણી ઓછી કિંમતમાં વિમાન યાત્રાનો સ્પેશિયલ ઑફર લઈને આવી છે. સ્પાઈસ જેટના આ ઑફર દ્વારા માત્ર 888 રૂપિયામાં ડૉમેસ્ટિક ફ્લાઈટ અને માત્ર 3499 રૂપિયામાં ઈન્ટરેનશનલ ફ્લાઈટ ટિકિટ મળી શકે છે.

આ ઑફરના હેઠળ લિમિટેડ પીરિયડમાં ટિકિટ બુકિંગ કરવામાં આવી શકે છે અને એક નક્કી કરેલા સમયમાં જ ટ્રાવેલ કરી શકાશે. આ ઑફરના હેઠળ 2 જૂલાઈ 2019 સુધી ટિકિટ બુક કરવામાં આવશે. ઑફરના હેઠળ બુક થયેલી ટિકિટ પર ફક્ત 25 સપ્ટેમ્બર 2019 સુધી યાત્રા કરી શકાશે. એટલે વધારે વિચારવાની જરૂરત નથી અને સ્પાઈસ જેટ મૉનસૂન સેલમાં બુકિંગ કરો.

એની સાથે જ્યારે તમે spicejet.com પર બુકિંગ કરો છો તો તમને ફૂડ, સીટ્સ અને સ્પાઈસમેક્સ પર 25 ટકાની છૂટ સહિત કેટલીક વિશષ ઑફર મળે છે. ઑફરનો લાભ લેવા માટે બસ પ્રોમો કોડ ADDON25નો ઉપયોગ કરવાનો રહેશે. એ સિવાય જો તમે એક એમેક્સ કાર્ડ હોલ્ડર છો તો નવા સ્પાઈસ ક્લબ રજિસ્ટ્રેશન પર 250 બોનસ અંક પ્રાપ્ત કરો અને સ્પાઈસમેક્સ સીટ પર 50%ની છૂટ પ્રાપ્ત કરો. ઑફરનો લાભ લેવા માટે પ્રોમો કોડ AMEX50નો ઉપયોગ કરો.

આ પણ વાંચો : SBIના ગ્રાહકો થઈ જાવ સાવધાન, આ રીતે હૅક થઈ શકે છે તમારુ અકાઉન્ટ

નિયમ અને શરત

આ ડિસ્કાઉન્ટ ફક્ત વનવે ભાડા પર લાગૂ રહેશે
આ ઑફર બધી ચેનલ્સ પર કરવામાં આવેલી બુકિંગ પર લાગૂ છે.
આ ઑફરની સાથે અન્ય કોઈ ઑફર જોડી શકાશે નહીં અને ગ્રુપ બુકિંગ પર લાગૂ નહીં થાય
કેન્સલ કરવા પર સામાન્ય કેન્સલ ચાર્જ સાથે ભાડું પાછું મળશે
સીમિત સીટ્સ પહેલા આઓ પહેલા પાઓના આધાર પર ઉપલબ્ધ છે
આ પ્રોમો નૉન-સ્ટૉપ ફ્લાઈટ માટે લાગૂ છે
બ્લેક-આઉટ ડેટ્સ લાગૂ છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK