Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાંદી સપ્ટેમ્બર 2013 પછી વિક્રમી સપાટીએ, ભારતમાં 66000ને પાર

ચાંદી સપ્ટેમ્બર 2013 પછી વિક્રમી સપાટીએ, ભારતમાં 66000ને પાર

28 July, 2020 12:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાંદી સપ્ટેમ્બર 2013 પછી વિક્રમી સપાટીએ, ભારતમાં 66000ને પાર

સિલ્વર

સિલ્વર


વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ ગયા સપ્તાહે ૭.૦૯ ટકા વધ્યા હતા અને આ ધાતુના ભાવમાં સતત આઠમો સાપ્તાહિક વધારો હતો. આજે સોનાના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા એની સાથોસાથ ચાંદી પણ નબળા ડૉલરની સાથે સાડાછ વર્ષની ઊંચી સપાટી તરફ આગળ વધી હતી. એક જ દિવસમાં ગયા સપ્તાહ જેટલો વધારો આજે એક જ દિવસમાં જોવા મળ્યો હતો.

આજે ચાંદી સપ્ટેબર વાયદો ૬.૫૯ ટકા કે ૧.૫૧ ડૉલર વધી ૨૪.૩૬ ડૉલર અને હાજરમાં ૬.૩૮ ટકા કે ૧.૪ ડૉલર વધી ૨૪.૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે. ચાંદીના વર્તમાન ભાવ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૩માં જોવા મળ્યા હતા.



ભારતમાં ચાંદી ૬૬,૦૦૦ રૂપિયાને પાર


વૈશ્વિક બજારમાં વધેલા ભાવને કારણે ચાંદીના ભાવ ભારતમાં પણ નવી ૭ વર્ષની ઊંચી સપાટી તરફ આગળ વધ્યા હતા. આજે મુંબઈમાં હાજરમાં ચાંદી ૩૯૦૫ વધી ૬૬,૦૫૦ અને અમદાવાદમાં ૩૮૯૫ વધી ૬૬,૦૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૩,૬૭૧ ખૂલી, ઉપરમાં ૬૬,૧૬૪ અને નીચામાં ૬૩,૬૭૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૪૩૧ વધીને ૬૫,૬૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૪૪૧૬ વધીને ૬૫,૭૨૫ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૬૫,૭૩૦ બંધ રહ્યા હતા.

આ મહિનામાં ચાંદીના ભાવ ૧૬,૦૫૦ રૂપિયા પ્રતિ કિલો વધ્યા છે. જાન્યુઆરીથી આજ સુધીમાં ચાંદીના ભાવ ૧૭,૯૦૦ રૂપિયા વધ્યા છે. એટલે ચાંદીના ભાવમાં વર્તમાન વર્ષમાં સૌથી મોટો ઉછાળો ચાલુ વર્ષે જોવા મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK