થર્મેક્સ લિમિટેડમાં શૉર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

Published: 1st November, 2011 18:40 IST

થર્મેક્સ લિમિટેડ એ હીટિંગ, કૂલિંગ, પાવર, વૉટર, વેસ્ટ ઍન્ડ ઍર સૉલ્યૂશન્સ મૅનેજમેન્ટ  અને કેમિકલ્સ જેવા સેગમેન્ટમાં સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સૉલ્યુશન્સ પૂરાં પાડે છે. કંપનીની મુખ્ય પ્રોડક્ટોમાં બોઇલર્સ ઍન્ડ હીટર્સ, રિસાઇક્લિંગ પ્લાન્ટ્સ અને કૅપ્ટિવ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની દક્ષિણ પૂર્વ એશિયા, રશિયા, મિડલ ઈસ્ટ, આફ્રિકા, ચીન, યુકે અને યુએસ જેવા દેશોમાં હાજરી નોંધાવે છે.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ના અંતે પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીની કુલ આવક ૧૧૦૪.૯૫ કરોડથી વધીને ૧૩૨૪.૨૭ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે નેટ નફો ૮૯.૫૩ કરોડથી વધીને ૧૦૧.૬૯ કરોડ રૂપિયા થયો છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ના અંતે પૂરા થયેલા સમયગાળા દરમ્યાન કંપનીની ઑર્ડર-બુક ૫૭.૭૦ અબજ રૂપિયાની થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળા દરમ્યાન ૬૬.૦૨ અબજ રૂપિયાની હતી. છેલ્લા ક્વૉર્ટરમાં વૉટર બિઝનેસ, કેમિકલ બિઝનેસ, પોલ્યુશન બિઝનેસ જેવા સેગમેન્ટમાંથી કંપનીની ઑર્ડર-બુકમાં વધારો જોવા મળ્યો હતો.

થર્મેક્સે ગત ક્વૉર્ટરમાં યુએસએની એમોનિક્સ ઇન્ક. સાથે ટેક્નૉલૉજી ઍન્ડ પાર્ટનરશિપ કરાર કર્યા હતા, જે હેઠળ ભારતમાં પાવર જનરેશન માટે સીપીવી ટેક્નૉલૉજી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ ઇટલીની ટેક્નોકેમ ઇટાલિયાના ઍન્ડ ગ્રુપો કિમિકો ડેલ્ટન સાથે ટેક્નૉલૉજી ટ્રાન્સફર કરાર કર્યા છે. આ જોડાણ કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ઍડ્વાન્સ કેમિકલ ટેક્નૉલૉજી ઑફર કરવામાં મદદરૂપ બનશે.

કંપનીની ઑર્ડર-બુક આગામી ક્વૉર્ટરમાં મજબૂત આવકનો નર્દિેશ આપે છે. કંપનીના મતે હાલમાં પાવર સેક્ટરમાંથી ઓછા પ્રાપ્ત થતા ઑર્ડરો તેમ જ કાચા માલની કિંમતોમાં જળવાઈ રહેલા વધારાને કારણે માર્જિનમાં સુધારો જોવા મળે એવી શક્યતા ઓછી છે. જોકે કંપનીનું માનવું છે કે ઔદ્યોગિક ઉત્પાદન દરના નબળા આંકડા છતાં કૅપિટલ ગુડ્સની ડિમાન્ડમાં વધારો જળવાઈ રહેશે. શૉર્ટ ટર્મ માટે ૪૮૦ના ટાર્ગેટ સાથે ઇન્વેસ્ટ કરી શકાય.

ભલામણ - ખરીદો
વર્તમાન ભાવ -૪૬૫ રૂપિયા
લક્ષ્ય - ૪૮૦ રૂપિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK