સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હીલ્સ લિમિટેડમાં શૉર્ટ ટર્મ માટે રોકાણ કરી શકાય

Published: 14th October, 2011 19:47 IST

સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હીલ્સ લિમિટેડ એ સ્ટીલ સ્ટ્રિપ્સ ગ્રુપની ઑટોમોબાઇલ વ્હીલ-રિમ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે, જે પૅસેન્જર કાર, મલ્ટી યુટિલિટી વેહિકલ્સ, ટ્રૅક્ટર્સ, ટ્રક્સ અને ટૂ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલર્સ માટે વ્હીલ્સ બનાવે છે.


કંપનીને અત્યારે જ યુરોપની અગ્રણી કંપની પાસેથી ટ્રક વ્હીલ-રિમ્સ માટેનો એક્સર્પોટ-ઑર્ડર મળ્યો છે. આ અગાઉ કંપનીને ગત ક્વૉર્ટરમાં બીએમડબ્લ્યુ પાસેથી ૩.૩ કરોડ યુએસ ડૉલરનો કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો. ૩૦ જૂન ૨૦૧૧ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક ૧૪૮.૪૯ કરોડ રૂપિયાથી વધીને ૨૩૦.૧૩ કરોડ રૂપિયા થઈ હતી, જ્યારે કંપનીનો ચોખ્ખો નફો ૭.૨૨ કરોડ રૂપિયાથી વધીને ૧૧.૫૪ કરોડ રૂપિયા થયો હતો. કંપનીએ થોડા સમય પૂર્વે જ ચેન્ન્ઈમાં ૫,૦૦,૦૦૦ યુનિટની ક્ષમતાના ટ્રક વ્હીલ-રિમ્સ પ્લાન્ટની સ્થાપના કરવાનો નર્ણિય લીધો હતો. આ પ્લાન્ટ માર્ચ ૨૦૧૨ સુધીમાં કાર્યરત થાય એવી ધારણા છે. ચેન્નઈમાં આ પ્રસ્તાવિત પ્લાન્ટની સ્થાપના ડાયમ્લર અને અશોક લેલૅન્ડની જરૂરિયાતને સંતોષવા માટે કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ થોડા સમય પૂર્વે જ એની ચેન્ન્ાઈની ફૅક્ટરીમાંથી બીએમડબ્લ્યુને નિકાસ કરવાનો પ્રારંભ કર્યો છે. કંપની બીએમડબ્લ્યુને વાર્ષિક ૪૮,૦૦૦ વ્હીલ્સની નિકાસ કરશે. બીએમડબ્લ્યુ ભવિષ્યમાં પણ એનાં સ્ટીલ વ્હીલ્સ સંબંધિત મૉડલ્સ માટે કંપનીની પસંદગી કરે એવી શક્યતા છે.

કંપનીના મતે વર્તમાન વષ્ોર્ આવકમાં ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળે એવી શક્યતા છે. નવા પ્લાન્ટોની સ્થાપના, સ્ટીલ વ્હીલ્સની નિકાસમાં સતત થયેલો વધારો અને નવા ઑર્ડર્સની આગામી ક્વૉર્ટરમાં કંપનીની આવક અને નેટ નફા પર પૉઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. શૉર્ટ ટમ માટે ૨૭૫ રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરી શકાય.

ભલામણ : ખરીદો

વર્તમાન ભાવ : ૨૨૧.૧૫ રૂપિયા

લક્ષ્ય : ૨૭૫ રૂપિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK