શેર માર્કેટમાં લોકોનાં 5 લાખ કરોડ ધોવાયા, Sensex 1600 અને Nifty 450 ગગડ્યા

Published: Mar 09, 2020, 11:51 IST | Mumbai Desk | Mumbai

આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇનો સેનસેક્સ 36,388.28 અંક સુધી ગગડ્યો છે, અને અત્યારે નિફ્ટી 10,655.10 સુધી ગગડ્યો છે.

Nifty-Sensex બનેમાં વર્તાયો કડાકો, લોકોનાં પાંચ લાખ કરોડ ડુબ્યાં
Nifty-Sensex બનેમાં વર્તાયો કડાકો, લોકોનાં પાંચ લાખ કરોડ ડુબ્યાં

આંતરરાષ્ટ્રીય બજારો અને એશિયન બજારોમાંથી મળેલા સંકેતોને પગલે અઠાડિાના પહેલા સ્થાનિક શેર બજારોની શરૂઆત ભારતમાં ઘટાડા સાથે જ થઇ. સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ પડ્યો. બીજી તરફ નિફ્ટીની શરૂઆત 250 પોઇન્ટના કડકા સાથે જ થઇ. ગણતરીની મીનિટોમાં રોકાણકારોનાં 5 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા. શરૂઆતનાં વેપ્રામાં બધે જે વેચાવલીને કારણે બજારમાં આ કડાકો જોવા મળ્યો છે. સેનસેક્ટ 1600 પોઇન્ટથી નીચે ગગડ્યો છે અને નિફ્ટી 10,700થી નીચે ગગડી ચૂક્યો છે.
અઠવાડિયાની શરૂઆત જ રોકાણકારોનાં કરોડો રૂપિયાનાં ધોવાણથી થઇ છે. વૈશ્વિક બજારોમાં પણ સ્થિતિ કથળેલી છે ત્યારે યસ બેંકના ક્રાઇસિસને કારણે ભારતીય શેરબજારમાં પણ વહેણ ધીમાં જ વર્તાયા છે. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ખાડી યુદ્ધ બાદ પહેલીવાર આટલો બધો ઘટાડો જોવા મળ્યો છે. વળી કોરોના વાઇરસને કારણે પણ શેર બજાર અને ક્રુડ બંન્નેના ભાવો પર અસર થઇ છે. શુક્રવારે ભારત અને અમેરિકાના બજારો ઘટાડા સાથે જ બંધ થયા હતા. એમરિકામાં એનજી શૅર્સમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. યેસ બેંકનાં શેરમાં 30 ટકા ઉછાળો નોંધાયો છે પણ ઓવરઓલ માર્કેટમાં કડાકો વર્તાયો છે.

Niftyઆ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇનો સેનસેક્સ 36,388.28 અંક સુધી ગગડ્યો છે, અને અત્યારે નિફ્ટી 10,655.10 સુધી ગગડ્યો છે. અત્યારે નિફ્ટી-50માં માત્ર પાંચ કંપનિઓનાં શેર લીલા નિશાન પર અને 45 કંપનીઓના શેર લાલ નિશાને કારોબાર કરતાં દેખાયા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK