Share Market Open: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજારની ઘટાડા સાથે શરૂઆત

Published: 5th January, 2021 09:45 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજાર પણ આજે નબળાઇથી શરૂ થયું છે. આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે કમજોર વૈશ્વિક સંકેતોના લીધે ઘરેલૂ શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે

બીએસઈ
બીએસઈ

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજાર પણ આજે નબળાઇથી શરૂ થયું છે. આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે કમજોર વૈશ્વિક સંકેતોના લીધે ઘરેલૂ શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 183.10 અંક એટલે 0.38 ટકાના ઘટાડા સાથે 47,993.70ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 0.40 ટકા એટલે 56.90 અંક નીચે 14,076 સ્તર પર પહોંચ્યું છે. ગયા અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ 895.44 અંક એટલે 1.90 ટકા મજબૂત થયું હતું.

આજે 581 શૅરોમાં તેજી આવી અને 1022 શૅરોમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ 56 શૅરોમાં કોઈ બદલાવ થયો નથી. વિશ્લેષકોના મતે માર્કેટમાં આગળ વધઘટ થવાનું ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.

મોટા શૅર્સની વાત કરીએ તો આજે શરૂઆતના કારોબાર દરમિયાન ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એચડીએફસી, ટીસીએસ અને સન ફાર્મા સિવાય તમામ કંપનીઓના શૅર લાલ નિશાનમાં ખુલ્યા છે. એમાં રિલાયન્સ, મારૂતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, બજાજ ઑટો, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ઓએનજીસી, આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક અને એસબીઆઈ જેવા શેર્સ સામેલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK