Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ક્રિસમસમાં શૅરબજારનો મૂડ પણ ઉત્સાહભર્યો

ક્રિસમસમાં શૅરબજારનો મૂડ પણ ઉત્સાહભર્યો

25 December, 2020 11:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિસમસમાં શૅરબજારનો મૂડ પણ ઉત્સાહભર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શુક્રવારે ક્રિસમસની રજાને કારણે આવી રહેલા લાંબા વીકેન્ડ પહેલાં ગુરુવારે ભારતીય શૅરબજારમાં સતત ત્રીજા દિવસે સુધારાનો ક્રમ ચાલુ રહેતાં મુખ્ય ઇન્ડેક્સ ફરી એક વાર વિક્રમી સપાટીની નજીક પહોંચી ગયા હતા.

બ્રિટન અને યુરોપિયન યુનિયન મુક્ત વેપાર માટેના કરારની નજીક પહોંચી ગયા હોવાના અહેવાલોને તથા અમેરિકન બજારોની હિલચાલને અનુલક્ષીને બજાર વધ્યું હતું. એસએન્ડપી સેન્સેક્સ ૧.૧૪ ટકા એટલે કે ૫૨૯ પૉઇન્ટ વધીને ૪૬,૯૭૩.૫ અને નિફ્ટી-50 ઇન્ડેક્સ ૧૪૮ પૉઇન્ટ (૧ ટકો) વધીને ૧૩,૭૪૯ પૉઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૭,૦૫૩.૪૦ સુધી જઈ આવ્યો હતો.



દેશમાં રાજકોષીય ખર્ચ વધારવામાં આવવાની તથા કોરોના રસી નજીકના ભવિષ્યમાં વધુ લોકોને ઉપલબ્ધ થશે એવી ધારણાની પણ બજાર પર સાનુકૂળ અસર થઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બૅન્કિંગ શૅરોની હૂંફે બજાર વધ્યું હતું. બીજી બાજુ, આઇટી અને એફએમસીજી સ્ટૉક્સમાં નફો અંકે કરવામાં આવ્યો હતો, જેને પગલે ઇન્ફોસિસ, એચસીએલ ટેક તથા નેસલેના શૅર નીચા ગયા હતા.


એનએસઈ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૫૩ ટકા (૪૯.૧૦ રૂપિયા) વધીને ૧૯૯૨.૯૫ બંધ રહ્યો હતો. ઍક્સિસ બૅન્ક ૩ ટકા (૧૭.૭૫ રૂપિયા) વધીને ૬૧૦.૨૦, આઇસીઆઇસીઆઇ ૧.૯૮ ટકા (૯.૯૫ રૂપિયા) વધીને ૫૧૩.૫૫ બંધ રહ્યો હતો. આ જ રીતે એચડીએફસી બૅન્ક ૧.૪૭ ટકા વધીને ૧૩૯૫.૯૦ તથા કોટક મહિન્દ્રા બૅન્ક ૨.૦૭ ટકા વધીને ૧૯૬૦.૬૦ બંધ રહ્યા હતા. ઇન્ફોસિસ ૧૫.૭૦ રૂપિયા (૧.૨૫ ટકા) ઘટીને ૧૨૩૭.૫૫, એચસીએલ ટેક ૫.૬૦ રૂપિયા ઘટીને ૯૧૭ અને નેસલે ઇન્ડિયા ૧૫૨.૫૦ રૂપિયા (૦.૮૨ ટકા) ઘટીને ૧૮,૫૮૦ બંધ રહ્યા હતા.

બીએસઈ એસએન્ડપી સેન્સેક્સની ૨૧ કંપનીઓ વધી હતી, જ્યારે ૯ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કૅપ ૧૮૫.૧૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે બુધવારે ૧૮૩.૬૬ લાખ કરોડ રૂપિયા હતું. બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસીસમાં બીએસઈ-50 ઇન્ડેક્સ ૧.૦૭ ટકા, બીએસઈ-100 ઇન્ડેક્સ ૧.૦૧ ટકા, બીએસઈ મિડ કૅપ ૦.૦૬ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૫૯ ટકા, બીએસઈ-200 ઇન્ડેક્સ ૦.૯૩ ટકા, બીએસઈ-500 ઇન્ડેક્સ ૦.૯૧ ટકા, બીએસઈ ઑલ કૅપ ૦.૯૦ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૧.૦૮ ટકા વધ્યા હતા. આઇપીઓ ઇન્ડેક્સ ૦.૩૪ ટકા અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૩૩ ટકા વધ્યા હતા.


સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં બેઝિક મટિરિયલ્સ ૦.૭૨ ટકા, સીડીજીએસ ૦.૨૩ટકા, એનર્જી 2.29 ટકા, એફએમસીજી ૦.૪૬ ટકા, ફાઇનૅન્સ ૧.૬૧ ટકા, હેલ્થકૅર ૧.૦૦ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૩૮ ટકા, ટેલિકૉમ ૧.૩૩ ટકા, યુટિલિટીઝ ૦.૬૮ ટકા, ઑટો ૦.૫૧ ટકા, બૅન્કેક્સ ૧.૭૭ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૫ ટકા, મેટલ ૧.૩૫ ટકા અને ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૫૮ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ૦.૩૮ ટકા, આઇટી ૦.૫૯ ટકા, કૅપિટલ ગુડ્ઝ ૦.૦૫ ટકા, રિયલ્ટી ૦.૪૫ ટકા અને ટેક ૦.૩૯ ટકા ઘટ્યા હતા. એનએસઈ પર નિફ્ટી બૅન્ક અને નિફ્ટી ફાઇનૅન્શિયલ ઇન્ડેક્સ લગભગ 2-2 ટકા વધ્યા હતા. નિફ્ટી ફાર્મા એક ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 0.65 ટકા ઘટ્યો હતો.

બીએસઈ પર મુખ્ય વધનારા સ્ટૉક્સમાં ઍક્સિસ બૅન્ક 3.04 ટકા, સન ફાર્મા 2.67 ટકા, ઓએનજીસી 2.59 ટકા, રિલાયન્સ 2.58 ટકા અને હાઉસિંગ ઍન્ડ ફાઇનૅન્સ કોર્પ. 2.23 ટકા વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ 1.32 ટકા, નેસલે ઇન્ડિયા 0.78 ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક 0.51 ટકા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 0.34 ટકા અને એચસીએલ ટેક્નૉલૉજી 0.30 ટકા ઘટ્યા હતા.

‘એ’ ગ્રુપની બે કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની 50 કંપનીઓને ઉપલી અને 16 કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધાં ગ્રુપની 188 કંપનીઓમાંથી 113 કંપનીઓને ઉપલી અને ૭૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ગ્રુપ ‘એ’માં સૌથી વધુ સક્રિય સ્ટૉક્સ વેદાંતા, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, આઇડિયા, તાતા મોટર્સ અને એચડીએફસી બૅન્ક હતા.

મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશ્યલિટીસ લિમિટેડનો શૅર ગુરુવારે બીએસઈ પર ૨૮૮ રૂપિયાના ઇશ્યુ ભાવ કરતાં ૭૪ ટકા વધીને ૫૦૧ લિસ્ટ થયો હતો. શરૂઆતની પહેલી જ મિનિટમાં 20 ટકા ઇશ્યુ ભાવના બમણા કરતાં વધુ ઊછળીને ૬૦૧.૨૦ની સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે આ સ્ટૉક ૧૦૬ ટકાની વૃદ્ધિ સાથે ૫૯૫.૫ થયો હતો. આ શૅરનું ભરણું ૧૯૮ ગણું ભરાયું હતું.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૨,૦૨,૭૯૧.૨૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૧,૪૦૯ સોદાઓમાં ૧૮,૮૨,૯૦૦ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૬૪,૦૦૪ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૧૫.૮૧ કરોડ રૂપિયાના ૧૩૬ સોદામાં ૧૪૭ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૬,૧૦૭ સોદામાં ૧૩,૩૬,૬૪૧ કોન્ટ્રેક્ટ સાથે ૧,૫૩,૦૭૯.૫૬ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૫,૧૬૬ સોદામાં ૫,૪૬,૧૧૨ કોન્ટ્રેક્ટ સાથે ૪૯,૬૯૫.૮૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

વૈશ્વિક બજારો

વૈશ્વિક સ્તરે બ્રિટન અને યુરોપિયન યુનિયનના મુક્ત વેપારના કરારની સારી અસરથી હતી, જેને પગલે ઑસ્ટ્રેલિયા અને જપાનમાં બજાર વધ્યાં હતાં. યુરોપમાં એફટીએસઈ ૦.૦૭ ટકા વધ્યો હતો, જ્યારે મિડ કૅપ એફટીએસઈ ૨૫૦ ઇન્ડેક્સ ગયા ફેબ્રુઆરી બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જર્મનીના ડીએએક્સમાં ૧.૨૬ ટકાની વૃદ્ધિ થઈ હતી.

ટેક્નિકલ દૃષ્ટિએ

ભારતીય બજારમાં સોમવારના મોટા આંચકા બાદ સતત ત્રણ દિવસ સુધી પુલબૅક રૅલી ચાલી છે. નજીકના ગાળામાં ૧૩૭૬૦-૧૩૭૮૦ની સપાટીએ રેઝિસ્ટન્સ છે. એ સપાટી તૂટ્યા બાદ ૧૩૯૯૦ સુધીની સફર શરૂ થવાની શક્યતા છે. સોમવારે બજાર ખૂલશે ત્યારે બજાર વધીને ખૂલવાની શક્યતા આરએસઆઇ અને એમએસીડી પરથી જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK