Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં ફન્ડામેન્ટલ કરતાં સેન્ટિમેન્ટની વધુ અસર: કરેક્શનને તક બનાવો

બજારમાં ફન્ડામેન્ટલ કરતાં સેન્ટિમેન્ટની વધુ અસર: કરેક્શનને તક બનાવો

25 March, 2019 10:09 AM IST |
શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

બજારમાં ફન્ડામેન્ટલ કરતાં સેન્ટિમેન્ટની વધુ અસર: કરેક્શનને તક બનાવો

બજારમાં ફન્ડામેન્ટલ કરતાં સેન્ટિમેન્ટની વધુ અસર: કરેક્શનને તક બનાવો


વીતેલા સપ્તાહમાં પ્રથમ દિવસે સોમવારે બજારની તેજીની આગેકૂચ જારી રહી હતી. આમ તો માર્કેટ સતત વધઘટ કરતું રહ્યું હતું. કિંતુ દિવસના અંતે સેન્સેક્સ ૭૦ પૉઇન્ટ વધીને ૩૮ હજાર ઉપર અને નિફટી ૩૫ પૉઇન્ટ વધીને ૧૧,૪૫૦ ઉપર બંધ રહ્યા હતા. દિવસ દરમ્યાન જે કોઈ કરેક્શન હતું એ પ્રૉફિટ-બુકિંગ માટે હતું. વિદેશી રોકાણકારો નેટ બાયર્સ બની જતાં માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય બની ગયું હોવાનું જણાય છે. મંગળવારે બજારે ફરી વધઘટ સાથે તેજીની આગેકૂચ ચાલુ રાખી હતી. સેન્સેક્સ ૨૬૮ પૉઇન્ટ વધીને ૩૮,૩૬૩ પહોંચી ગયો અને નિફટી ૭૦ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૧૧,૫૦૦ની ઉપર પહોંચી ગયો હતો. ગ્લોબલ રોકાણસંસ્થા ગોલ્ડમૅન સાક્સ ભારતીય માર્કેટને અપગ્રેડ કરી એક વરસ માટે નિફટીનો ટાર્ગેટ ૧૨,૫૦૦નો અંદાજ્યો છે. આમ એક પછી એક રોકાણસંસ્થા તરફથી માર્કેટ માટે આશાવાદ સતત વધતો જાય છે. યુએસ ફેડરલ રિઝવર્‍ વ્યાજદરની બાબતમાં નર્ણિય લેવામાં હજુ સમય લેશે એવા સંકેતને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારત માટે વધુ બુલિશ બની રહ્યા છે. બૅન્ક ઑફ જપાન પણ તેની નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટની પૉલિસી ચાલુ રાખશે એવા અહેવાલ પણ છે. આ મહિનામાં અત્યાર સુધીમાં (મંગળવાર સુધીમાં) વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટીમાં ૨૨,૩૪૦ કરોડ (૩.૨ અબજ ડૉલર) રૂપિયાની નેટ ખરીદી કરી છે. અગાઉ માર્ચ, ૨૦૧૭માં તેમણે ૫.૧ અબજ ડૉલરની નેટ ખરીદી કરી હતી. આ ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા અને ધારણા ઊંચી છે. બુધવારે બજાર વધઘટ કરતું રહ્યું હતું, કિંતુ આ વધઘટમાં તે થાક ખાતું હોય એવું લાગતું હતું. સેન્સેક્સ માત્ર ૨૩ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો, જોકે નિફટી ૧૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી.

કરેક્શન જરૂરી હતું અને આવ્યું



ગુરુવારે બજાર ધુળેટી નિમિત્તે બંધ રહ્યું હતું. શુક્રવારે બજારે જેની જરૂર હતી એ કામ કર્યું, સતત આઠ દિવસથી વૃદ્ધિ બતાવનાર સેન્સેક્સ ૨૨૨ પૉઇન્ટ અને નિફટી ૬૪ પૉઇન્ટ ડાઉન જઈ ૧૧,૫૦૦ નીચે બંધ રહ્યો હતો. આ દિવસે પ્રૉફિટ-બુકિંગ થયું હતું. આમ પણ માર્કેટને કરેક્શનની આવશ્યકતા હતી, જે થયું હતું. અલબત્ત, હજી માર્કેટ સેન્ટિમેન્ટને કારણે વધુ ઊંચું છે, જેથી વધુ કરેક્શનની શક્યતા નકારી શકાય નહીં. આ કરેક્શન આગામી સપ્તાહમાં આગળ વધી શકે, જો એમ થાય તો તેને ખરીદવાની તક ગણવી. અલબત્ત, દરેક કરેક્શનમાં થોડી-થોડી ખરીદી કરતાં રહેવામાં સાર રહેશે.


વિદેશી રોકાણકારોની સતત ખરીદી કેમ?

ભારતીય બજારની તેજી માટે રાજકીય કારણ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વે ત્યાં વ્યાજદર માટે આપેલા સંકેત મુખ્યત્વે જવાબદાર જણાય છે. યુએસ ફેડરલ રિઝર્વે તેના પૉલિસી ઇન્ટરેસ્ટ રેટ જેમ છે તેમ રાખવાનો અભિગમ અપનાવ્યો છે, જેના પરિણામે ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધ્યો છે. વિદેશી રોકાણકારોને આ સંજોગોમાં ભારતીય ઇક્વિટીમાં વધુ વૃદ્ધિની આશા દેખાય છે. ગયા વરસે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારતાં ગ્લોબલ ઇન્વેસ્ટરોને ત્યાં કમાણીની શક્યતા વધુ જણાઈ હોવાથી તેમણે ભારતીય માર્કેટમાં વેચવાલીનો પ્રવાહ ચલાવ્યો હતો. વરસ ૨૦૧૮માં આ વૈãfવક રોકાણકારો ભારતમાં નેટ સેલર રહ્યા હતા. ૨૦૧૮માં તેમણે ૩૪,૦૦૦ કરોડની નેટ વેચવાલી સામે આ વરસ ૨૦૧૯માં માત્ર ત્રણ મહિનામાં જ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જોકે રાજકીય સમીકરણ કોઈ કારણસર બદલાય અને વિપરીત જાય તો આ પ્રવાહ પાછો પલટાઈ શકે છે, અત્યારે તો મોદી સરકારની પુનરાગમનની આશાએ પણ આ ખરીદીનો પરચો દેખાઈ રહ્યો છે. એક વાત અહીં નોંધવી મહkવની છે કે અત્યારે માર્કેટ જે રીતે વધી રહ્યું છે તેમાં ફન્ડામેન્ટલ્સ કરતાં સેન્ટિમેન્ટ વધુ કામ કરી રહ્યું છે.


પ્રૉફિટ બુક કરો, ભાઈ

વર્તમાન સમયમાં હજી પણ સ્ટૉક સ્પેસિફિક રહેવું જ બહેતર છે, પણ જો તમને કોઈ સ્ટૉક સ્પેસિફિક સૂઝ ન પડતી હોય તો બે માર્ગ સલામત અને સારા છે. એક, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) અને બીજો, સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી). એસઆઇપીમાં નાની રકમ સાથે રોકાણ કરતા રહો યા વધારતા રહો. કિંતુ જો મોટી રકમ હાથ પર હોય તો એસટીપીમાં તે રકમ મૂકી, તેને ત્રણેક મહિનામાં ઇãકવટી ફંડમાં ટ્રાન્સફર કરતા જાવ, કારણ કે આ સમયમાં રાજકીય સમીકરણ રચાશે, તેમાં વૉલેટિલિટી રહેવાની શક્યતા ઊંચી છે. એકંદરે લાભમાં રહેવાશે.

કરેક્શનને ખરીદીની તક ગણવી માર્કેટે તેજીનો મૂડ બનાવી લીધો છે, જેથી વધઘટ સાથે પણ બજાર વધતું રહેવાની શક્યતા ઊંચી બની છે. આ સંજોગોમાં દરેક કરેક્શનને ખરીદીની તક બનાવવી જોઈશે. બહુ મોટા ઘટાડા માટે રાહ જોવામાં રહી જવાની શક્યતા વધતી રહેશે, જેમાં પછી વધુ ઊંચા ભાવે લેવાનું આવે એમ બની શકે અથવા એ શૅર જતાં કરવા પડે એવું બની શકે. વિદેશી રોકાણકારોના માઇન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે બે બાબત મુખ્ય છે. એક, તેઓ સ્ટેબલ સરકાર ઇચ્છે છે અને બીજું, તેઓ પૉલિસીમાં સતત સુધારા (ઇકોનોમિક રિફૉમ્સર્‍)ની અપેક્ષા રાખે છે. એક મહિનામાં એફઆઇઆઇની ખરીદીને પગલે ઇન્ડેકસ ૩૦૦૦ પૉઇન્ટ વધી ગયો હોવાનું નોંધાયું છે. અત્યારે માર્કેટમાં જે રોકાણકારો શૅર જાળવી શક્યા છે તેઓ ટૂંક સમયમાં લાભ પામી શક્યા છે.

સ્ટૉક સ્પેસિફિક વધઘટ-નજર

સપ્તાહ દરમ્યાન જેટ ઍરવેઝ અને લાર્સન સતત ચર્ચામાં રહ્યા. આર.કૉમ પર હાલ પૂરતી તો ઘાત ટળી છે, કિંતુ તેની સામે હજી ઘણી જવાબદારી ઊભી છે. જેટ ઍરવેઝ જમીન પર આવી જતાં તેના ભાવ હવે કેટલે સુધી નીચે ઊતરી જાય છે એ જોવાનું રહેશે, સરકાર આ કંપનીને બચાવવા અનુરોધ કરી રહી છે, કિંતુ પરિણામ હજી અનિશ્રિત જણાય છે. જેટની પડતીનો લાભ હાલ તો ઇન્ડિગોને મળી રહ્યો છે. લાર્સન સામે માઇન્ડટ્રીને ટેકઓવર કરવા બાબતે વિવાદ થયો છે. પંજાબ નૅશનલ બૅન્ક સાથે મોટી છેતરપિંડી કરનાર નીરવ મોદીની લંડનમાં ધરપકડ થવાના અહેવાલે પંજાબ નૅશનલ બૅન્કના શૅરમાં વધારો નોંધાયો હતો. અહીં એક વાત ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોથી બૅન્ક શૅરો સતત વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને એચડીએફસી બૅન્ક પુરજોશમાં રહ્યો છે. પરિણામે બૅન્ક નિફટી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.

એપ્રિલ અને પૉલિસી પર નજર

એપ્રિલથી ચૂંટણીનું વાતાવરણ વધુ પ્રવાહી અને સક્રિય થવા લાગશે. માર્કેટ માટે આ બે મહિના બહુ જ મહkવના અને સંવેદનશીલ ગણાશે. આ સાથે હવેની એક નજર રિઝવર્‍ બૅન્કની પોલિસી જાહેરાત પર પણ રહેશે, જેમાં આગામી છ મહિનામાં બે વાર પા-પા ટકાનો રેટકટ આવવાની શક્યતા વ્યક્ત થાય છે. દરમ્યાન નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની પ્રવાહિતાની સમસ્યા હળવી થઈ ગઈ હોવાનો માહોલ બની રહ્યો છે, જે પણ માર્કેટ માટે એક પૉઝિટિવ પરિબળ બની રહેવાની આશા છે.

આ પણ વાંચોઃ નાણાનીતિમાં ફેડનો યુ-ટર્ન : રૂપિયામાં વણથંભી તેજી

નાની સાદી વાત

આ નાણાકીય વરસમાં સરકારે તેના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પાંચ હજાર કરોડના વધુ કલેક્શન સાથે પાર કરી દીધો છે. ૮૦ હજાર કરોડ રૂપિયા સામે ૮૫ હજાર કરોડ ઊભા કરી શકનાર સરકાર આગામી વરસે ૯૦ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાનું લક્ષ્ય રાખે છે.

નાની ખાસ વાત

શુક્રવારે રેટિંગ એજન્સી ફિચે ભારતના ગ્રોથ માટેનો અંદાજ ઘટાડ્યો હતો, જેની થોડી નિરાશા હતી. આમ પણ સરકારી આંકડા અને અર્થશાjાીઓના આંકડા વચ્ચે મતભેદના વિવાદ ચાલે છે. બજારમાં ફન્ડામેન્ટલ કરતાં સેન્ટિમેન્ટ વધુ કામ કરી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 10:09 AM IST | | શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK