નબળા વૈશ્વિક પરિબળોને લીધે શૅરબજારમાં ઘટાડો

Published: Sep 09, 2020, 16:25 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સેન્સેક્સ 173 પોઈન્ટ્સ (0.45 ટકા) ઘટીને 39, 120ના સ્તરે બંધ રહ્યો, જ્યારે નિફ્ટી39 પોઈન્ટ્સ (0.35 ટકા) ઘટીને 11,278 બંધ રહ્યો હતો

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

એક તરફ સંપુર્ણ વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે. ત્યારે જ લંડનથી એક ખરાબ સમાચાર આવ્યા છે. એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિ બીમાર પડ્યા બાદ રોકી દેવામાં આવ્યું હોવાના સમાચાર આવતા શૅરબજાર ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જોકે, એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ એક રૂટીન બ્રેક છે. કારણકે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કઈ ખબર નથી પડી રહી અને તે વિશે કંઈ સમજાતું પણ નથી. જોકે, એસ્ટ્રાજેનેકા ફાર્માનો શૅર સત્ર દરમિયાન 13 ટકા ઘટીને અંતે ત્રણ ટકા ઘટાડે બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને તાતા સ્ટીલમાં લેવાલીના લીધે ઈન્ટ્રાડેમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 173 પોઈન્ટ્સ (0.45 ટકા) ઘટીને 39, 120ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી39 પોઈન્ટ્સ (0.35 ટકા) ઘટીને 11,278 બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકા ઘટીને 22.05ના સ્તરે બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે(RIL) જાહેરાત કરી છે કે અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેક તેની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં 7,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળશે. આ પહેલા સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જિયો પ્લેટફોર્મમાં પણ રોકાણ કર્યું હતું. આ જાહેરાત બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર 2.5 ટકા વધ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં મોટા ભાગના ઘટ્યા હતા. નિફ્ટી ફાર્મા સૂચકાંક બે ટકા વધીને 11,304ના સ્તરે બંધ રહ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.28 ટકા ઘટીને 14, 443 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.94 ટકા ઘટીને 14, 302ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં એસબીઆઈનો શૅર સૌથી વધુ ઘટ્યો હતો અને તાતા સ્ટીલનો શૅર સૌથી અધિક વધ્યો હતો. સેન્સેક્સની 30માંથી 12 કંપનીઓના શૅર્સ વધ્યા હતા. 

Loading...

Tags

sensex
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK